VIDEO: મોતનો ઝૂલો, આંખ એકવાર મીંચીને ખોલો ત્યાં તો લાશોનો ઢગલો, જો આ વ્યક્તિની બુદ્ધિ ન ચાલી હોત તો….

આપણે બધા જ મેળામાં ગયા હોઈએ છીએ. એમાં ખતરનાક ઝૂલો પણ જોયો જ હશે. ત્યારે હવે એક મેળામાં એક મોટો ઝૂલો લગભગ તૂટતા તૂટતા બચી ગયો હતો. ડઝનેક લોકો ઝૂલતા હતા, જે તેની ધરીથી સતત ફરે છે, અને પછી તે તૂટી પડ્યો હતો. આ જોઈને ત્યાં ઉભેલા લોકો ખૂબ ડરી ગયા. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અમેરિકાના મિશિગનનાં ટ્રેવર્સ સિટીમાં રાષ્ટ્રીય ચેરી મહોત્સવમાં બની હતી અને હવે વીડિયો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ જાનહાની થઈ નથી અને શુક્રવારની સવાર સુધીમાં ઝૂલાના કબજેદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે, તે ડરામણી ક્ષણ દર્શાવતી વીડિયોઝથી ટ્વિટર છલકાઇ ગયું હતું. સદનસીબે, જ્યારે ત્યાં હાજર દર્શકોએ ઝૂલો તૂટેલું જોયું ત્યારે તેઓ તરત જ ગયા અને જમીનમાં દફનાવવામાં આવેલા પાયાને પકડ્યા. ડઝનેક લોકોને બચાવવા માટે દર્શકોએ ફરતી રેલિંગને પકડી લીધી હતી અને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

ચેરી ફેસ્ટિવલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ ડરામણી પળને તેમના ફોનમાં કેપ્ચર કરી હતી. આ વીડિયો પર અત્યાર સુધીમાં 4.5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે નજીકની રેન્જથી રેકોર્ડ કરવામાં આવેલ અન્ય એક ટૂંકો વીડિયો જે ખૂબ જ બિહામણો હતો તે 8 લાખથી વધુ વ્યૂઓ મેળવી હતી.

આ પહેલાં કાંકરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. કાંકરિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલી બાલવાટિકામાં સ્થિત ડિસ્કવરી નામક રાઇડ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બે લોકોનાં મોત થયા હતા. જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કે આ ઘટના સામે પ્રજામાં કાંકરિયા પ્રશાસન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટનાએ ફરી એકવાર ચર્ચા છેડી છે કે, રાઇડ્સના મેઇન્ટેનેન્સમાં બેદરકારી દાખવવામાં આવી હોઈ શકે એવું પણ કહેવામાં આવ્યું હતું.

કાંકરિયામાં બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલો ડિસ્કવરી ઝૂલાનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત અને 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી હતી. 60 ફૂટ ઉપરથી તૂટેલા ભાગ સાથે 31 લોકો જમીન પર પટકાયા હતા. ત્યારે હવે અમેરિકાથી આવેલો આ વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.