દર વર્ષે હજારો પરિવારોને વેર-વિખેર કરીને પરલોકમાં પહોંચાડનાર આકાશી વીજળી આ કારણે પડે છે ધરતી પર, જાણી લો કારણ

ચોમાસાની ઋતુ શરુ થઇ ગઇ છે અને દેશમાં મેઘ રાજાનું આગમન થઈ ગયું છે. આ સમયે અનેક જગ્યાએ વરસાદ સાથે વીજળી પાડવાના સમાચાર મળી રહ્યાં છે. દેશનાં ત્રણ મોટાં રાજ્યમાંથી હાલ વીજળીને લીધે ઘણું નુકશાન થયાના સમાચાર મળ્યાં છે જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. મળતી માહિતી મુજબ ગત રવિવારે વીજળી પડવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓના લીધે ઓછામાં ઓછા 70 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વર્ષા ઋતુ આવતા વરસાદની સાથે સાથે આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ વધી જાય છે.

image source

આ અગાઉ 1લી એપ્રિલ 2019 વીજળી પડવાની ઘટનાથી જાનહાનિ સર્જાઈ હતી. આ પછી 31 માર્ચ 2020ના રોજ વીજળી પડી હતી. આ બંને ઘટનાઓ મળીને દેશમાં 1771 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. આ પછી 1લી એપ્રિલ, 2020 અને 31 માર્ચ, 2021 દરમિયાન 1,619 લોકોનાં વિજળી પડવાનાં કારણે મોત નીપજ્યાં હતાં. આટલી બધી ઘટનાઓ અને મોટી જાનહાનિ જોઈને લોકોના મનમાં હંમેશાં પ્રશ્ન થતો રહ્યો છે કે વરસાદમાં મેઘગર્જના સાથે આકાશમાં વીજળી શા માટે થતી હશે? અને તે કેમ ધરતી પર પડે છે? આજે અહીં આવી કુદરતી ઘટનાઓ પાછળનાં કારણો વિશે જાણીશું.

વીજળી થવાનું શું છે કારણ? અને કઈ રીતે પડે છે ધરતી પર?

image source

વર્ષા ઋતુ દરમિયાન આકાશમાં વાદળોનું એકબીજા સાથે ઘર્ષણ થાય છે. આ સમયે એમાં ઈલેક્ટ્રિકલ ચાર્જ ઉત્પન્ન થાય છે જેમાં જે નેગેટિવ ચાર્જ ધરાવતા કણો હશે તે એકબીજાની દિશામાં વેગ પકડશે અને ઈલેક્ટ્રિકલ ફિલ્ડ તૈયાર કરશે. હવે જ્યારે ઘર્ષણથી જે વીજળીનું સર્જન થાય છે ત્યારે ઘણી વખત વાહક (Conductor)ની શોધમાં તે ચાર્જ ધરતી પર પડે છે અને જેને આપણે વીજળી પડી એમ કહીએ છીએ.

image source

અન્ય રીતે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે વધારે પ્રમાણમાં ગરમી અને ભેજની સ્થિતિમાં વીજળીનું સર્જન કરતાં “થંડર ક્લાઉડ”નું સર્જન થાય છે. આ થંડર ક્લાઉડ જે બાદમાં તોફાનનું સ્વરૂપ ધારણ કરી લે છે અને ધરતીની સપાટીથી 8-10 કિમીની ઊંચાઈ પર જ્યાં વાદળો હોય છે ત્યાં તેની નીચેની સપાટી પર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરે છે. આ સિવાય વાદળોની ઉપરની સપાટી પર પોઝિટિવ ચાર્જનું સર્જન થાય છે. આ સમયે બન્ને વચ્ચે અંતર ખૂબ જ ઘટી જવાના સંજોગોમાં ડિસ્ચાર્જ વીજળીનો ચમકારો થાય છે.

આ સમયે વાદળની ગર્જના સંભળાવા મળે છે અને વીજળી જોવા મળે છે. પરંતુ જ્યારે આ જ ચાર્જ વાહકની શોધમાં વીજળી રૂપે જમીન પર આવે છે ત્યારે તે ખૂબ જ નુકસાન કરે છે. વૈજ્ઞાનિકોના મતે એ મિલી સેકન્ડ જેટલા સમય એટલે કે આંખના પલકારા જેટલા સમય માટે જ જમીન પર રહે છે. પરંતુ ખુબ મોટો જાનહાનિ આ કારણે સામે આવે છે.

વીજળીમાં કેટલી ઊર્જા-તાપમાન કેટલું હોય છે?

image source

જાણકારોનું કહેવું છે કે પૃથ્વની સપાટી પર પ્રત્યેક સેકન્ડે આશરે 100 વખત વીજળી થતી હોય છે અને જેની શક્તિ ખુબ વધારે હોય છે. એક રિપોર્ટ મુજબ તેમાં કરોડો વોલ્ટ ઊર્જા સમાયેલી હોય છે. વીજળીનો ચમકારો આશરે 100 મિલિયનથી 1 અબજ વોલ્ટની ઊર્જા ધરાવતો હોય છે. આથી જ્યાં પણ વીજળી પડે છે ત્યાં તાપમાન 10,000 ડીગ્રી સેલ્સિયસથી 30,000 સેલ્સિયસ જોવા મળતું હોય છે. આમ, વીજળીનું તાપમાન સૂર્યની સપાટી જેટલું હોય છે.

ધરતી પર વિજળી પડતાં શું થાય છે?

વીજળી જ્યારે ધરતી પર પહોંચે છે ત્યારે તે એવા માધ્યમને શોધે છે કે જ્યાંથી એ સરળતાથી પસાર થઈ શકે. આ સમયે જો વીજળી કોઈ લોખંડના થાંભલા કે ઊંચાઈ ધરાવતાં સ્થળોના સંપર્કમાં આવે છે તો તે વસ્તુ તેનાં માટે એક વાહક તરીકે વર્તે છે અને જો કોઈ વ્યક્તિ તે જ સમયે તે તેના સંપર્કમાં આવે છે તો વીજળી માટે એ પણ એક વાહક બની જાય છે. જાણકારોના મત અનુસાર સામાન્ય રીતે બપોરના સમયે વીજળી પડવાનું જોખમ વધી જતું હોય છે.

image source

આ સાથે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કરીને જ્યારે વીજળી થતી હોય છે ત્યારે કોઈ ઝાડ નીચે રહેવું જોઈએ નહીં. આ પાછળનું કારણ છે કે તેના ઉપર વીજળી પડવાનું જોખમ વધુ હોય છે. આવી ઘટનાને વિજ્ઞાનની ભાષામાં “સાઈડ ફ્લેશ” પણ કહેવાય છે. એક અહેવાલ મુજબ ભારતમાં વીજળી પડવાને લીધે થતાં મોત પૈકી ચોથા ભાગના ઝાડ નીચે રહેલા અથવા તેની આજુબાજુ ઊભેલા લોકોનાં મોત થાય છે. આ સિવાય વાત કરીએ અન્ય રીતે વીજળી પડવાનાં કારણે થતા મોતનાં આંકડાઓ વિશે તો કુલ મૃત્યુ પૈકી 78 ટકા કિસ્સામાં ઊંચા ઝાડ નીચે ઊભેલા લોકોના અને 22 ટકા કિસ્સામાં ખુલ્લા મેદાનમાં રહેલા લોકોનાં મૃત્યુ થાય છે.

મળતી માહિતી મુજબ પૂર્વોત્તર ભારતમાં સામાન્ય રીતે કાલવૈશાખી નામના તોફાન સમયે વીજળી પડવાનું જોખમ વધારે હોય છે. આ સિવાય બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં પ્રી-મોન્સૂન હેલી સમયે વીજળી વધારે પડે છે. નાસાએ આપેલા એક રિપોર્ટ મુજબ પૂર્વ ભારતની બ્રહ્મપુત્ર ઘાટીમાં સરેરાશ પ્રત્યેક મહિને જ વધારે વીજળી ચમકે છે જે વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં છે. આ સિવાય ઍક સ્થળ એવું છે જ્યાં તેની વીજળીને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવામાં આવ્યું છે.

image source

વેનેઝુએલામાં આવેલા મૈરાકાઈબો નામના સરોવરની આજુબાજુ સૌથી વધારે વીજળી ધરાવતાં સ્થળ તરીકે ગણાય છે અને તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવામાં આવ્યું છે કારણ કે અહીં પ્રત્યેક વર્ષ કિલોમીટર દીઠ 250 વખત વીજળી થાય છે. આ સાથે નજર કરવામાં આવે વર્ષ 2020-21માં વીજળીની વાર્ષિક આંકડાઓ પર તો દેશમાં વીજળી થવાનું પ્રમાણ 34 ટકા વધી ગયું છે. વર્ષ 2019-20માં ભારતમાં કુલ 138,00,000 વખત વીજળી હતી જે વધીને આ હવે 185,44,367 થઈ છે. એક રિપોર્ટ મુજબ દેશમાં ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે પ્રમાણમાં વીજળીના ચમકારા જોવા મળ્યાં છે.

વીજળીના જોખમને ઓછું કઈ રીતે કરી શકાય?

  • – જે સાધનો વીજળી ઉત્પાદન કરે છે તેનાથી ચોક્કસ અંતર જાળવવું જોઈએ, જેમ કે ફોન, રેડિએટર, ધાતુની પાઈપ વગેરે.
  • – જ્યાં જ્યાં ઊંચી ઈમારતો છે ત્યાં લાઈટનિંગ કન્ડક્ટર લગાવવું ફરજિયાત કરવું જોઈએ.
  • – વીજળી થતી હોય તે સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે જવાનું ટાળવું જોઈએ અને કોઈ અને ઊચી ઈમારત નીચે જતું રહેવું જોઈએ.
  • – વાદળની ગર્જના થતી હોય એ સમયે ઘરની અંદર જ રહેવું જોઈએ.
image source

વાત કરીએ વીજળી અંગે આગાહી કરી શકાય એ માટે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે તે વિશે તો તે માટે ક્લાઇમેટ રેસિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલ (CROPC)એ ભારતીય હવામાન વિભાગ (IMD), અર્થ સાયન્સ બાબતોના મંત્રાલય (MoES), ભારત સરકાર સાથે સમજૂતી (MOU)કરી છે. આ સમજૂતીમાં સેટેલાઈટ ઓબ્ઝર્વેશન્સ, નેટવર્ક ઓફ ડોપલર તથા અન્ય રડાર્સ, લાઈટનિંગ ડિટેક્શન સેન્સર્સ સહિત અન્ય ઉપકરણોની મદદથી તેને લગતી માહિતી મળી શકશે અને તેના કારણે ચોક્કસ આગાહી પણ થઈ શકે છે. આ સિવાય પણ આ અંગે IITM, IMDના વૈજ્ઞાનિકો હોલિસ્ટિક પ્રેડિક્શન ટૂલનો પણ ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong