શું તમે જાણો છો ઘરમાં મોરપીંછ રાખવાથી દુર થઈ જાય છે બધા દોષ?

મિત્રો, આપણા હિંદુ ધર્મમા મોરનુ એક વિશેષ મહત્વ માનવામા આવે છે. તેને હિંદુ ધર્મમા પણ પવિત્ર પક્ષી માનવામા આવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા મોરને પ્રભુ શિવના પુત્ર કાર્તિકેયનુ વાહન માનવામા આવે છે. આ જ કારણ છે કે, ઘરમા મોરપંખ રાખવાની પરંપરા છે. આવી પૌરાણિક માન્યતાઓ છે કે, જો તમે તમારા ઘરમા મોરપંખ રાખો તો અનેકવિધ પ્રકારના દોષો નાશ થઇ જાય છે અને ઘરમા પવિત્રતા બની રહેલી છે. તો ચાલો જાણીએ ઘરમા મોરપંખ રાખવાની વિશેષતાઓ.

નકારાત્મક ઉર્જાને કરે છે દૂર :

image source

આ મોરપંખની એ વિશેષતા છે કે, તે તમારા ઘરનુ વાતાવરણ સકારાત્મક બનાવે છે અને તમને પણ સકારાત્મક બનાવે છે અને તેની આસપાસ નકારાત્મક ઉર્જાને પણ ભટકવા દેતી નથી કારણકે, આ મોરપંખ એ તમારી આસપાસની અથવા તો તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવામા ખુબ જ પ્રભાવશાળી માનવામા આવે છે.

એકસમાન રૂપમા ધન અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે :

image source

આપણા પૌરાણિક અને સનાતન ધર્મમા મોરને ધનની દેવી માતા લક્ષ્મી અને વિદ્યાના દેવી માતા સરસ્વતી સાથે પણ જોડવામા આવે છે. આ કારણોસર જો તમે પણ તમારા ઘરમા આ મોરપંખની સ્થાપના કરો તો તમને ધન અને બુદ્ધિ બંનેની પ્રાપ્તિ થાય છે.

શુભતાની નિશાની છે આ મોરપંખ :

image source

પ્રભુ શ્રી કૃષ્ણના મસ્તક પર સુશોભિત આ મોરપંખ એ હિંદુ ધર્મ અનુસાર શુભતાનુ સૂચક માનવામા આવે છે અને આ જ કારણોસર આપણા પૌરાણિક શાસ્ત્રોમા પણ તેને આપણા માટે તથા આપણા ઘર માટે શુભ સંકેત માનવામા આવ્યુ છે. જો તમે તમારા ઘરમા વાંસળી સાથે આ મોરપંખને રાખો તો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થાય છે અને તેના કારણે ઘરના સદસ્યો વચ્ચેના પારસ્પરિક પ્રેમમા પણ વૃદ્ધિ થાય છે.

વાસ્તુદોષમાથી તુરંત અપાવે છે મુક્તિ :

image source

જો તમે તમારા ઘરમા કોઈપણ પ્રકારની વાસ્તુની ખામી ધરાવતા હોવ તો અને તેના કારણે તમારે અવારનવાર અનેકવિધ મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કરવો પડે તો તમારી આ વાસ્તુના દોષની સમસ્યાને દૂર કરવા માટે મોરપંખ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

જો તમે આ મોરપંખને લઈને ફક્ત તમારી તિજોરીમા રાખી મુકો તો તેના કારણે તમને ધનલાભની સુવર્ણ તક પ્રાપ્ત થઇ શકે છે. આ સિવાય અન્ય અનેકવિધ પ્રકારના દોષોને દૂર કરવા માટે પણ આ મોરપંખ ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે જો તમે પણ ઉપરોક્ત દર્શાવેલી કોઈપણ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ફક્ત એક જ વાર મોરપપંખની તમારા ઘરે સ્થાપના કરો અને ત્યારબાદ જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ