નવું વ્હીકલ ખરીદવું હોય તો કરજો ઉતાવળ, નહિં તો આટલા બધા રૂપિયા આપવા પડશે વધારે

Kawasaki India (કાવાસાકી ઇન્ડિયા) ના ગ્રાહકો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. અસલમાં Kawasaki India કંપનીએ પોતાના મોટરસાયક્લોની કિંમતમાં એક જાન્યુઆરી 2021 થી ભાવવધારો કરવા જઈ રહી છે. સાથે કંપનીએ પોતાની પ્રોડક્ટના નવા ભાવ પણ જાહેર કર્યા છે. મૂળ જાપાનની દિગ્ગજ દ્વિચક્રી વાહન નિર્માતા કંપની એવી Kawasaki ઇન્ડિયાએ પોતાના મોટરસાયક્લોની કિંમતોમાં 10000 રૂપિયાથી લઈને 20000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જો કે કંપનીએ અલગ અલગ મોડલ માટે અલગ અલગ ભાવવધારો કર્યો છે.

image source

કંપનીએ પોતાની KLX રેન્જની ડર્ટ બાઈક્સની કિંમતોમાં વધારો નથી કર્યો. એ સિવાય કંપનીની ફ્લેગશિપ બીક Ninja H2 ની કિંમતોમાં પણ વધારો કરવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે Kawasaki India સિવાય હીરો મોટરકોર્પ અને જાવા મોટરસાયકલ જેવી દ્વિચક્રી વાહન નિર્માતા કંપનીઓ પણ 1 જાન્યુઆરી 2021 થી પોતાના મોટરસાયકલની કિંમતોમાં વધારો કરી રહી છે.

ત્યારે જો તમે Kawasaki India નું નવું મોટરસાયકલ ખરીદવાનો પ્લાન બનાવી રાખ્યો હોય તો તમારે આ વર્ષ પૂરું થાય તે પહેલા જ મોટરસાયકલ ખરીદવું હિતાવહ છે કારણ કે ત્યાં સુધી કંપની પોતાના મોટરસાયકલ જુના ભાવે વેંચી રહી છે. ત્યારે અમે તમને આ આર્ટિકલમાં Kawasaki India ના વિવિધ મોટરસાયકલના હાલના અને 1 જાન્યુઆરીથી અમલી થનારા નવા ભાવ વિષે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

Kawasaki Z650

image source

જૂની કિંમત – 5,94,000 રૂપિયા

નવી કિંમત – 6,04,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 10,000 રૂપિયા

Kawasaki Vulcan

image source

જૂની કિંમત – 5,79,000 રૂપિયા

નવી કિંમત – 5,94,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 15,000 રૂપિયા

Kawasaki Versys 650

image source

જૂની કિંમત – 6,79,000 રૂપિયા

નવી કિંમત – 6,94,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 15,000 રૂપિયા

Kawasaki Ninja 650

image source

જૂની કિંમત – 6,24,000 રૂપિયા

નવી કિંમત – 6,39,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 15,000 રૂપિયા

Kawasaki W800

image source

જૂની કિંમત – 6,99,000 રૂપિયા

નવી કિંમત – 7,09,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 10,000 રૂપિયા

Kawasaki Z900

image source

જૂની કિંમત – 7,99,000 રૂપિયા

નવી કિંમત – 8,19,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 20,000 રૂપિયા

Kawasaki Ninja 1000 SX

image source

જૂની કિંમત – 10,89,000 રૂપિયા

નવી કિંમત – 11,04,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 15,000 રૂપિયા

Kawasaki Versys 1000

જૂની કિંમત – 10,99,000 રૂપિયા

નવી કિંમત – 11,19,000 રૂપિયા

જુના ભાવ અને નવા ભાવમાં તફાવત – 20,000 રૂપિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ