રોજ થોડીવાર માટે કરો આ સરળ કામ, પોઝિટિવિટી વધવા લાગશે અને નેગેટિવ વિચારો ફેંકાઇ જશે બહાર

જે વ્યક્તિઓ સકારાત્મક વિચારે છે, તેમની આસપાસ હંમેશા સકારાત્મક ઉર્જા પ્રવાહિત રહે છે, તેવી વ્યક્તિઓ ઉપર નકારાત્મક વિચારો ક્યારેય હાવી થઈ શકતા નથી. એટલું જ નહી, જો કોઈ નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિ પણ તેમની નજીક આવે છે તો તે વ્યક્તિ પણ શાંત પોતાની જાતે જ શાંત થઈ જાય છે.’

image source

એક દિવસ ગૌતમ બુદ્ધ પોતાના એક શિષ્યની સાથે જંગલ પાર કરી રહ્યા હતા. માર્ગમાં શિષ્ય ગૌતમ બુદ્ધને કહે છે કે, આપણે કોઈ જગ્યાએ રોકાઈને થોડાક સમય માટે આરામ કરી લેવો જોઈએ, મને થાક લાગ્યો છે.

image source

ગૌતમ બુદ્ધ તેમના શિષ્યની વાત માની જાય છે અને એક વૃક્ષની નીચે રોકાઈ જાય છે. આ વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધ ધ્યાનમાં બેસી જાય છે અને તેમનો શિષ્ય આરામ કરવા લાગે છે. થોડાક સમય પછી ત્યાં શિષ્ય એક સિંહને આવતો જોવે છે. સિંહને આવતો જોઈને શિષ્ય ડરી જાય છે અને વૃક્ષ પર ફટાફટ ચઢી જાય છે. શિષ્ય વૃક્ષ પરથી જ ગૌતમ બુદ્ધને તાત્કાલિક વૃક્ષની ઉપર આવી જવાનું કહેવા લાગે છે અને કહે છે કે, સિંહ આપણી નજીક આવી રહ્યો છે.

ગૌતમ બુદ્ધ તે સમયે ધ્યાનાવસ્થામાં જ બેઠા હોય છે ત્યારે સિંહ આવી પહોચે છે અને ગૌતમ બુદ્ધનો પગ સુંઘવા લાગે છે અને ગૌતમ બુદ્ધનો પગ સુંઘીને આગળ વધી જાય છે. આ આખું દ્રશ્ય ગૌતમ બુદ્ધનો શિષ્ય વૃક્ષ પર બેઠા જોઈ રહ્યો હતો.

image source

જયારે સિંહ નીચેથી ચાલ્યો જાય છે ત્યાર બાદ શિષ્ય વૃક્ષ પરથી નીચે ઉતરી જાય છે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધ પણ ધ્યાનાવસ્થા માંથી બહાર આવી ગયા હતા. શિષ્ય ખુબ ડરી ગયો હોવાથી ગૌતમ બુદ્ધને કઈ પૂછી શકતો નથી.

થોડાક સમય પછી જયારે ગૌતમ બુદ્ધને એક મચ્છર કરડી જાય છે તો તરત જ ગૌતમ બુદ્ધ પોતાનો હાથ ઉંચો કરીને ઉડાડી દે છે અને પોતાની પીઠને ખંજવાળવા લાગે છે. આ દ્રશ્ય જોઇને ગૌતમ બુદ્ધને તેમનો શિષ્ય પૂછવા લાગે છે કે, જયારે થોડીક વાર પહેલા સિંહ આપણી નજીક આવ્યો હતો ત્યારે તો આપ એકદમ શાંત હતા. પણ હમણાં એક મચ્છરના લીધે આપ હેરાન થઈ ગયા. આ વાત મને સમજમાં આવી નહી.

ત્યાર બાદ ગૌતમ બુદ્ધ શિષ્યને જવાબ આપતા કહે છે કે, જયારે આપણી નજીક સિંહ આવ્યો ત્યારે હું મારી આત્મા સાથે જોડાયેલ હતો અને અત્યારે હું તારી સાથે છું. ત્યારે આ બંને સ્થિતિમાં અંતર તો હોયને.

બોધ:

image soucre

ગૌતમ બુદ્ધ અને તેમના શિષ્યના આ સંવાદ પરથી સંદેશ આપવામાં આવ્યો છે કે, જયારે આપણે કોઈ પરમ શક્તિ સાથે જોડાયેલા હોઈએ છીએ ત્યારે આપણા પોતાના શરીર માંથી એટલી બધી સકારાત્મક ઉર્જા પ્રસરી જાય છે કે કોઈ ખોટા વિચાર ધરાવતી વ્યક્તિ કે પછી હિંસક જીવ પણ શાંત થઈ જાય છે અને તે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોચાડી શકતા નથી. સાધારણ સ્થિતિમાં રહેતી વ્યક્તિઓને નાની ઘટનાઓ પણ હેરાન કરી શકે છે. એટલા માટે આપે રોજ થોડાક સમય માટે મેડીટેશન કરવું આવશ્યક છે. મેડીટેશન કરવાથી આપના વિચારોમાં સકારાત્મકતા વધશે. જેના પરિણામ સ્વરૂપ આપ આપના જીવનમાં આવતી મોટામાં મોટી વિપત્તિના સમયે શાંત શી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ