આ હોટ અભિનેત્રીની એન્ટ્રી થતા જ સલમાને પડતી મુકી કેટરીનાને, અને એના વિશે કહ્યું કંઇક એવું કે…

બોલીવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઇઝાબેલ કૈફ બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. તેણીએ પોતાની આવનારી ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદથી પુલકિત સમ્રાટ સાથે પોતાની તસ્વીર શેર કરી છે. બન્ને સ્ટાર આ ફિલ્મમાં રોમાંસ કરતા જોવા મળશે. તો, સલમાન ખાને ઇઝાબેલ કૈફ અને પુલકિત સમ્રાટની તસ્વીર સોશિયલ મડિયા પર શેર કરી બન્નેના વખાણ કર્યા છે.

image source

સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઇઝાબેલ કૈફ અને પુલકિત સમ્રાટની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની સાથે સલમાન ખાને લખ્યું છે, ‘અરે વાહ પુલકુ અને ઇસા.. તમે બન્ને ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદમાં એક સાથે ખૂબ સારા લાગી રહ્યા છો. અભિનંદન અને ઓલ ધ બેસ્ટ. તમારા બન્ને પર ભગવાનનો આશીર્વાદ બનેલો રહે.’ ત્યાર બાદ ઇઝાબેલ કૈફે સલમાન ખાનનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ પહેલાં કેટરીના કૈફે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીર શેર કરીને પોતાની બહેનને અભિનંદન આપ્યા હતા. કેટરીના કૈફની તસ્વીર સાથે લખ્યું હતું, ‘ઇઝાબેલ કૈફ અને પુલકિટ સમ્રાટને અભિનંદન’ તેની સાથે તેમણે સ્ટાર ઇમોજી બનાવ્યા છે.

image source

ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદ સમાજિક સમરસતાના સંદેશ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ દિલ્લીનો એક છોકરો અમનનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે ઇઝાબેલ કૈફ આગરા શહેરમાં રહેનારી નૂરનું પાત્ર ભજવી રહી છે.

image source

આ પોસ્ટરમાં પુલકિત ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે અને તેણે એક ટ્રેડિશનલ આઉટફીટ પહેર્યો છે તો વળી ઇઝાબેલ પણ બ્લેક અને ગોલ્ડ લહેંગામાં સુંદર લાગી રહી છે.

image source

ઇઝાબેલની વાત કરીએ તો પુલકીતે તાજેતરમાં થયેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે ઇઝાબેલ સેટ પર એક ફ્રેશ એનર્જી લઈને આવી છે. તેના મત પ્રમાણે ઇઝાબેલ ખૂબ જ હાર્ડવર્કિંગ અભિનેત્રી છે અને તેણીએ સેટ પર બધાને પ્રભાવિત કર્યા છે.

image source

પુલકિત છેલ્લા ઘણા સમયથી બોલીવૂડમાં સ્ટ્રગલ કરી રહ્યા છે અને તેમનો એક અલગ ફેન વર્ગ પણ છે. તે એક પંજાબી હિન્દુ ફેમિલીમાંથી આવે છે તે મૂળે દિલ્લીના છે. તે 2005માં મુંબઈમાં એક્ટર બનવાનું સ્વપ્ન લઈને આવ્યા હતા. અને તેમને પોતાનો પ્રથમ રોલ જાણીતી ટેલિવિઝન સિરિઝ ક્યું કી સાસ ભી કભી બહુ થીમા લક્ષ્ય વિરાણીનો મળ્યો હતો. જો કે તેમણે શો માત્ર એક જ વર્ષમાં છોડી દીધો હતો અને તેને લઈને તે સમયે તે ચર્ચામાં પણ હતા. અને ત્યાર બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની ફુકરે સિરિઝ લોકોને ખૂબ પસંદ આવી છે.

તમને જણાવી દઈએ કે ઇઝાબેલે આ પહેલાં એક પોપ સોંગમાં પણ અભિનય કર્યો છે. ઇઝાબેલ કેટરિના કૈફની નાની બહેન છે. તેણીનો જન્મ 1991માં હોંગકોંગ ખાતે થયો હતો.

image source

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની આવનારી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ આ વર્ષે ઇદ પર રિલિઝ થશે. આ ફિલ્મ ઉપરાંત સલમાન ખાન ટાઇગર 3, અંતિમ, કિક 2 અને કભી ઇદ કભી દિવાલી જેવી ફિલ્મોમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ