મેઘાલયના જંગલોમાં જોવા મળ્યા ‘ઈલેકટ્રીક મશરૂમ’, જે રાત્રે આપે છે પ્રકાશ, જોઇ લો તસવીરોમાં એની સુંદરતા

મેઘાલયના જંગલોમાં ફંગલ બાયોડાઇવર્સિટિ પર ચાલી રહેલા પ્રોજેક્ટ દરમિયાન એક ખૂબ જ વિચિત્ર મશરૂમ જોવા મળ્યું, જે રાત્રે ચમકે છે. વૈજ્ઞાનિકોએ આ રોરિડોમાઇસેસ ફાઇલોસ્ટેચિડિસ નામ આપ્યું છે. દિવસમાં આ કોઈ પણ સાધારણ મશરૂમની જેમ જ લાગે છે પણ અંધારું થતા જ તેનામાંથી લીલી-ભૂરી રોશની નીકળવા લાગે છે અને તે દૂરથી પણ ઓળખી શકાય છે. સ્થાનીક લોકો તેને ઇલેક્ટ્રિક મશરૂમ કહે છે.

image source

મશરૂમની શોધ અસમના એક એનજીઓ અને ચાઇનીઝ એકેડેમી ઓફ સાઇન્સે મળીને કરી છે. તે સાથે નોર્થઇસ્ટના ચાર રાજ્યો મેઘાલય, અસમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ફફૂંદીય જૈવવિવિધતા પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને સ્થાનીક લોકો પાસેથી ઇલેક્ટ્રિક મશરૂમ વિષે સાંબળવા મળ્યું અને પછી મેઘાલયના જંતિયા હિલ્સ અને ખાસી હિલ્સના જંગલોમાં તેની શોધ કરી.

image source

વૈજ્ઞાનિકોની ટીમ એકધારી સ્થાનીક લોગો પાસેથી મશરૂમની અલગ-અલગ જાતો વિષે પણ વાત કરતી રહે છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં સંશોધનમાં હાજર ફોટોગ્રાફર સ્ટીફન એક્સફોર્ડે જણાવ્યું કે અમે એકધારા પૂછતા આગળ વધી રહ્યા હતા અને એક જગ્યાએ સ્થાનીક લોકોએ ચમકતા મશરૂમ વિષે પુછવા પર તેમણે હામાં જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે સ્ટીફન એકધારા 15 વર્ષથી મશરૂમ પર શોધ કરી રહ્યા છે.

image source

બાયોલ્યૂમિનસેંટ એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિવાળા કુલ 96 મશરૂમ અત્યાર સુધીમાં આખી દુનિયામાં જોવા મળ્યા છે. અને મેઘાલયની આ જાત 97મી જાત છે. સામાન્ય રીતે તે સમુદ્રી વાતાવરણમાં મળે છે પણ જમીન પર પણ કેટલીએ જાતી મળી જાય છે. પ્રકાશનો રંગ કેવો હશે, તે એ વાત પર આધાર રાખે છે કે ફુગ કે પછી મશરૂમની અંદર કેવી રાસાયણિક પ્રવૃત્તિ છે. મેઘાલયમાં આ મશરૂમ વાંસના જંગલોમાં વાંસના મૂળિયા પાસે ઉગે છે.

image source

સંશોધનમાં શામેલ એક વૈજ્ઞાનિક સામન્થા કારુનારાથનાએ જણાવ્યું કે મશરૂમમાં એક ખાસ પ્રકારનું એન્જાઈમ ન્યૂરિફેરસ મળે છે જે આ પ્રકાશ માટે જવાબદાર હોય છે. મેઘાલયના મશરૂમના મામલામાં તે એ રીતે કામ કરે છે કે તેમાં મળી આવતું એન્જાઇમ લ્યૂરિફેરસ ઓક્સીજનની હાજરીમાં પ્રતિક્રિયા કરે છે. આ કેમિકલ રિએક્શન દરમિયાન કેટલાએ પ્રકારના તત્ત્વો નિકળે છે, જે અંધારામાં લીલા-ભૂરા પ્રકાશ રૂપે દેખાય છે.

image source

તો બીજી બાજુ જોરહાટના રેન ફોરેસ્ટ રિસર્ચ ઇસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક રાજેશ કુમારના જણાવ્યા પ્રમાણે મશરૂમમાંથી પ્રકાશ નીકળવાના કેટલાએ કારણ હોઈ શેક છે. જેમ કે એક કારણ એ પણ હોઈ શકે કે મશરૂમની બાયોલ્યૂમિનસેંટ પ્રવૃત્તિથી આકર્ષિત થઈને કીડા-મકોડા આવે છે, જે તેના કણોને આમતેમ ફેલાવે છે. મશરૂમ રાત્રે પ્રકાશ એટલા માટે છોડે છે કારણ કે કીડા આકર્ષિત થાય છે. અથવા તો પછી આ ફળ ખાતા કીડા-મકોડાની રક્ષા પ્રણાલીના કારણે પણ હોઈ શકે છે.

image source

જોકે તેના રાત્રે ગ્લો થવાનું કારણ પાક્કુ ખબર નથી પડી પણ કેટલીક વાતોને લઈને વૈજ્ઞાનિકો નિશ્ચિત થઈ ગયા છે. જેમ કે મશરૂમને જંગલમાં વિકસવા માટે પુરતા ભેજની જરૂર હોય છે. સાથે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. મેઘાલય, કેરલ અને ગોવામાં તે વરસાદમાં પોતાને અનુકુળ તાપમાનમાં ખૂબ વિકસે છે. અને સ્થાનીક લોકો તેનાથી સારી રીતે પિરચિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ