માટી કે જમીન વગર આ મહિલાએ ઉગાડ્યાં 230 પ્રકારના ફળો-શાકભાજી, ટેરેસ પર જ બનાવી દીધું મીની ગાર્ડન

કોઈ તમને કહે કે તમારે માટી વગર જ ખેતી કરવાની છે તો તમને આ ઘણું અજીબ લાગશે. તમે કહેશો કે આવું તો કઈ રીતે શક્ય છે. પણ આવું ખરેખર કરીને બતાવ્યું છે બેંગલુરુની એક મહિલાએ. આ મહિલાએ માટી વિના ફળો અને શાકભાજી ઉગાડવાનો દાવો કર્યો છે. આ વાત છે બેંગલુરુની અને આવો દાવો કરનાર આ મહિલાનું નામ છે જિંસી સૈમુઅલ. જિંસીને આ વિચાર લોકડાઉનના સમયે આવ્યો હતો. લોકડાઉનના સમયમાં જ્યારે બધુ બંધ હતું અને ઘરની બહાર જવું પણ ત્યારે જોખમી હતું. આવી સ્થિતિમાં બાગકામ તેના માટે રમત-ચેન્જર સાબિત થયુ.

image source

મળતી માહિતી મુજબ આજે તેમના ટેરેસ પર 230 પ્રકારના ફળો અને શાકભાજી ઉગાડવામાં આવેલ છે. આશ્ચર્યની વાત એ છે કે જિંસી કે તેના પતિ સેમ્યુઅલ બંનેમાંથી કોઈએ કૃષિ તાલીમ નથી લીધી. જિંસી એમબીએસનો અભ્યાસ કરેલો છે અને તેને બીપીઓમાં કામ કરવાનો અનુભવ છે. બેટર ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ જિંસી સેમ્યુઅલ હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ તકનીકોનો ઉપયોગ કરીને તેના છોડ વિકસાવી રહી છે.

image source

આ વિશે વાત કરતા જિંસીએ જણાવ્યું હતું કે હાઈડ્રોપોનિક સિસ્ટમ સરળતાથી ઘરની અંદર સ્થાપિત કરી શકાય છે. મેં માટીમાં થતાં છોડના વિકાસ અને હાઇડ્રોપોનિક્સ એટલે કે પાણીમાં થતા છોડના વિકાસ બન્નેનો અભ્યાસ કર્યો છે જેમાં હાઇડ્રોપોનિક્સ ઉપયોગ કરેલા છોડનો વિકાસ વધારે નોંધાયો છે. આનું કારણ જણાવતાં જિંસી કહે છે કે આ પદ્ધતિમાં પર્યાવરણ પરિબળો વધુ નિયંત્રિત રાખી શકાય છે.

image source

તેણે આ આખી સિસ્ટમ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, હાઇડ્રોપોનિક્સ સિસ્ટમમાં એક જળાશય હોય છે જ્યાં પોટેશિયમ અને નાઇટ્રોજન જેવા મૂળભૂત પોષક તત્વો પાણી સાથે જોડાય છે. અહીં છોડની સંખ્યા અને જરૂરત મુજબ પાણી અને પોષકત્ત્વ ઉમેરી શકાય છે. આ પછી જિંસીએ એક્વાપોનિક્સ વિશે વાત કરતાં કહ્યું કે આ પદ્ધતિમાં ખાદ્ય માછલીની મદદ લેવામાં આવે છે અને તે માર્કેટમાં સરળતાથી મળી પણ રહે છે.

image source

જિંસીએ કહ્યું કે હાઈડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ પદ્ધતિમાં જમીનના બદલે પાણીનો ઉપયોગ થાય છે અને જે છોડને જીવજંતુઓ પર હુમલો કરવાથી અટકાવવા માટે પોલીહાઉસો જેવા નિયંત્રિત વિકાસ વાતાવરણનો ઉપયોગ કરે છે. તેણે આ વિશે વધુ વાત કરતાં કહ્યું હતું કે શરૂઆત કરી ત્યારે મે લગભગ 96 પોટ્સમાં પાલક ઉગાડી હતી. આ પછી મને આ માધ્યમ દ્વારા આગળ કામ કરવાનો વિચાર આવ્યો. આજે તેઓ તેમના 500-ચોરસ ફૂટ ટેરેસ પર લગભગ 200 થી 230 જાતોના છોડ ઉગાડ્યા છે. જેમાં રહેલા શાકભાજીની યાદી પર નજર કરીએ તો ટામેટા, પાલક, મૂળો, ફુદીનો, ભાણજી, બ્રોકોલી શામેલ છે.આ સિવાય જિંસીએ કહ્યું હતું કે ભમરો અને તિલપિયા માછલી આ વાવેતરમાં ખૂબ ઉપયોગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ