મહત્વના સમાચાર: ગુજરાત સરકારે સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય, ધો.10 અને 12ની શાળાઓ આ તારીખથી થશે શરૂ

કોરોના મહામારી ને લીધો લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે અત્યાર સુધી મોટા ભાગની સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. હવે થોડા સમયથી રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટડા થયો છે. જેને લઈને રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમા ધોરણ 10 અને 12માંનું શૈક્ષણિકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાવામાં આવશે, જ્યારે UG અને PGની છેલ્લા વર્ષની કોલેજો પણ શરૂ થશે.

કેન્દ્રની SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે

image soucre

આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે ધો.10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે. જો કોરોનાના કેસ કાબુમાં આવી જશે તો 10થી નીચેના ધોરણના અભ્યાસ માટે વહેલી તકે નિર્ણય લેવાશે. જો કે હાલમાં ધોરણ 10 અને 12 માટે સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ સ્કૂલો કેન્દ્રની SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.

માસ પ્રમોશન અંગે કહી આ વાત

image soucre

તો બીજી તરફ શાળામા આવતા દરેક વિદ્યાર્થીઓએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની પણ શાળાએ તકેદારી રાખવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે શાળામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરી લેવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવામાં આવશે, વધુમાં તેમણે ઉમેર્યું કે હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આવે અને જેટલો અભ્યાસ ક્રમ ભણાવવામાં આવ્યો હશે તેટલાની જ પરીક્ષા લેવાામં આવશે. જે વસ્તુ ભણાવવામાં નથી આવી તેના કોઈ પ્રશ્નો પુછી શકાશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે સ્કૂલોએ થર્મલગન અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોના સ્વાસ્થ્યના બારામાં પુરતું ધ્યાન આપવામાં આવશે.

વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે

image soucre

સો પ્રથમ તો સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે. જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય. આ સિવાય વિદ્યાર્થીઓ પાણીની બોટલ,પોતાનું માસ્ક, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાની તકેદારી સ્કૂલોએ રાખવી પડશે. આ ઉપરાંત વર્ગખંડમાં બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.

માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ જરૂરી

image soucre

તમને જણાવી દઈએ કે દરેક વિદ્યાર્થીએ માતા પિતાની સંમતિ લેવી ફરજીયાત છે. પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે. સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે. સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે. વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.

બધા વિદ્યાર્થીઓને એક સાથે બોલાવવામાં નહી આવે

image soucre

બધા વિદ્યાર્થીઓને એક સાથે બોલાવવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશ. એટલું જ નહિ, માસ્કનો પણ ફરજિયાત ઉપયોગ કરવો પડશે. જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે. સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. તો બીજી તરફ વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી બાળકોને અન્યના સંપર્કમાં આવતા રોકી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!