ચટાકેદાર પાવભાજી – ૭ ટિપ્સ થી બનાવો એકદમ બહાર જેવી સ્વાદિષ્ટ

આજે આપણે ચટાકેદાર પાવભાજી બહાર જેવી સ્વાદિષ્ટ બનાવવા માટે તેની ટિપ્સ જોઈશું. બહારના જેવી ઘરે બને તો મજા જ પડી જાય. આ રેસિપી તમે ફોલો કરશો તો તમારી પણ એકદમ બહાર જેવી જ બનશે. બધી જ ટિપ્સ જાણવા માટે વિડિયો ને અંત સુધી જોજો.

1- સૌથી પહેલા સો ગ્રામ કોબીજ, 500 ગ્રામ ફ્લાવર, ૫૦૦ ગ્રામ બટાકા અને એક બીટ. બીટ નાખવાથી તેનો કલર બહુ સરસ આવે છે.આ બધા શાકભાજીને કૂકર માં બાફી લઈશું. અને લાસ્ટ માં 500 ગ્રામ ટામેટા ઉમેરીશું. તેની અંદર આપણે મીઠું એડ કરીશું.અને થોડી હળદર એડ કરીશું.

2- હવે આપણે તેની અંદર પાવભાજી મસાલા એડ કરીશું. હવે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરીશું. હવે કુકર બંધ કરી ગેસ પર મૂકી દઈશું. પાણી બહુ ઉમેરવાનું નથી.

3- હવે આપણે ચટણી તૈયાર કરીશું. અહીંયા આપણે 15 કડી જેટલું લસણ લઈશું. તેને મિક્સર જારમાં ઉમેરીશું. તેની અંદર એક મોટું ટામેટુ મોટા ટુકડા કરીને એડ કરીશું. હવે તેની અંદર એક ચમચી રેગ્યુલર મરચું ઉમેરીશું. હવે બે ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કલર માટે. હવે એક ચમચી મીઠુ ઉમેરી શું. અને એક ચમચી જીરું ઉમેરીશું. હવે તેને ક્રશ કરી લઈશું.

4- હવે આપણું શાક બફાઈ ગયું છે. આપણે ટામેટા મોટા મોટા ઉમેર્યા હતા. તો તેની છાલ ઉપરથી કાઢી લઈશું. જેથી કરીને છાલ મોઢામાં ના આવે. હવે શાક ને એક બાઉલમાં કાઢી લઈશું. તે પાણી આપણે યુઝ કરવાનું છે. એટલે કે તે ફેંકવાનું નથી. આપણે પાવભાજી આજ પાણીમાં બનાવવાની છે. તેનો કલર બહુ સરસ આવ્યો છે.

5- આપણે પાણી બહુ ઉમેરવાનું નથી એકથી દોઢ પાલો જ ઉમેરવાનું છે. હવે એક પેનમાં ભાજી વઘારી શું. આપણે બટર અને તેલ બંનેનો ઉપયોગ કરવાનો છે. એક ચમચી બટર લઈશું. બેથી ત્રણ ચમચી તેલ ઉમેરીશું. બટર ઓગળે ત્યાં સુધી મીડીયમ ગેસ પર રાખીશું.

6- હવે ગરમ થઇ ગયું છે. હવે તેમાં દોઢ ચમચી કસ્તુરીમેથી ઉમેરિશું. તમે કસ્તુરી મેથી જરૂરથી ઉમેર જો તેનાથી ભાજીપાવ નો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે જે ચટણી બનાવી હતી તેની અંદર ઉમેરવાની છે. હવે બેથી ત્રણ મિનિટ સાતળી લઈશું. થોડું સતળાશે પછી તેલ ને બટર છુટુ પડવા લાગશે. તે સ્ટેજ પર આપણે ડુંગળી નાખીશું.

7- હવે આ ડુંગળીને સરસ ગ્રેવી ની અંદર સાંતળી લેવાની છે. ધીમા ગેસ પર જ સાંતળી લઈશું. હવે તેની સુગંધ બહુ સરસ આવે છે. હવે તેની અંદર એક કેપ્સિકમ ઉમેરી શું. હવે પા કપ વટાણા ઉમેરિશું. તેને કુકરમાં બાફવા ના નથી. હવે બે ચમચી કોથમીર ઉમેરીશું.

8- શાકની જોડે કોથમીર ઉમેરવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે કુકરમાંથી પાણી કાઢ્યું હતું તે પાણી આપણે ઉમેરીશું. આમ કરવાથી જે બીટ નો કલર છે તે શાકમાં ભળી જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર બહુજ સરસ આવ્યો છે. હવે તેને સરસ ઉકાળી લઈશું.જ્યાં સુધી જાડુ ના થાય અને સુગંધના આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે.

9- હવે પાવ ભાજી મસાલો પહેલા એક ચમચી ઉમેરેલો છે એટલે તેમાં બે ચમચી પાવભાજી મસાલો એડ કરીશું. હવે જરૂર મુજબ પાણી જે રાખ્યું છે તે એડ કરતાં જઈશું. હવે ઢાંકીને તેને ઉકળવા દઈશું. જેટલું તમે ઉકાળ શો તેટલું ભાજીપાવ નો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે મેષ કરેલું જે શાક છે તે એડ કરીશું.

10- શાક ઉમેરતી વખતે ભાજી કોરી લાગે તો જે પાણી હતું તે એડ કરતાં રહીશું. હવે મીઠું ચેક કરીને એડ કરીશું. પાવભાજી માં થોડું મીઠું વધારે હોય તો વધારે સારું લાગે છે. હવે તેને બધું મિક્સ કરી લઈશું. હવે ભાજીને દસ મિનિટ ઉકળવા દઈશું. તેને વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહીશું. હવે દસ મિનિટ થઈ ગઈ છે. એક લીંબુનો રસ કાઢી ઉમેરીશું.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ભાજીનું કલર બહુ સરસ આવી ગયો છે. હવે ઉપરથી થોડી કોથમીર ઉમેરીશું. આ રીતે આપણે ગરમા-ગરમ સર્વ કરીશું.પાઉં સાથે. તેની માટે પાઉં કઈ રીતે શેકવા છે તે જોઈશું.

12- એક પેનમાં બટર ગરમ કરી લઈશું. બટર ગરમ થાય એટલે ચપટી લાલ મરચું એડ કરીશું. અને એક ચપટી પાવભાજીનો મસાલો ઉમેરી શું. જેથી પાઉં નો ટેસ્ટ બહુ સરસ આવે છે. તેમાં ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી લઈશું. હવે પાઉં કાપીને તૈયાર રાખ્યા છે. તે ઉમેરવાના છે. પાઉંને બંને સાઇડ બધો મસાલો લાગી જાય તેવી રીતે ફેરવી ફેરવી ને શેકી લઈશું. હવે તેને ભાજી જોડે સર્વે કરીશું. હવે આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે તો તમે આ ટિપ્સ ને ફોલો કરજો.તો પરફેક્ટ બહાર જેવી જ બનશે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.