મારુતિ સુઝુકીએ આ વસ્તુના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણી લો જલદી જેમાં તમને જબરજસ્ત ફાયદો

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ પોતાની ઇકો વેનના એમ્બ્યુલન્સ વર્ઝનની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે એક નિયામક ફાઇલિંગ દ્વારા આ જાહેરાત કરી હતી. મારુતિ સુઝુકી ઇકો વેનની નવી કિંમત સંશોધિત જીએસટી અનુસાર છે જે 28 ટકાથી ઘટીને 12 ટકા કરી દેવામાં આવી છે.

શું છે નવી કિંમત

image source

મારુતિ સુઝુકીએ જીએસટી દરમાં ઘટાડો થયા બાદ ઇકો એમ્બ્યુલન્સની કિંમતમાં 88,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મારુતિ સુઝુકીની ઇકો એમ્બ્યુલન્સની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 6.16 લાખ રૂપિયા થઈ ગઈ છે.

ક્યાં સુધી રહેશે આ કિંમત

image source

44 મી જીએસટી પરિષદની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં એક નિર્ણય એ હતો કે હવે એમ્બ્યુલન્સને લકઝરી આઈટમની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવે. આ કારણે હવે નવી એમ્બ્યુલન્સ ખરીદવા પર 28 ટકાની જગ્યાએ ફક્ત 12 ટકા જીએસટી જ આપવો પડશે. નોંધનીય છે કે પહેલા એમ્બ્યુલન્સને પણ લકઝરી આઇટમ ગણવામાં આવતી હતી જેના કારણે એમ્બ્યુલન્સ ખરીદવા પર 28 ટકા જીએસટી ચૂકવવો પડતો હતો. કાઉન્સીલે નિર્ણય કર્યો હતો કે 30 સપ્ટેમ્બર 2021 સુધી એમ્બ્યુલન્સ પર જીએસટી દર 12 ટકા જ રહેશે.

જીએસટી દર થયા ઓછા

image source

મારુતિ સુઝુકીએ નિયામક ફાઇલિંગમાં જણાવ્યું કે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા જીએસટી દર અનુસાર ઇકો એમ્બ્યુલન્સની ઉત્પાદન ખર્ચમાં 88,000 રૂપિયા ઘટાડો આવશે. MSI એ એક નિયામક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ અનુસાર ઇકો એમ્બ્યુલન્સની એક્સ શોરૂમની કિંમતમાં ઘટાડો થશે અને દિલ્હીમાં લાગુ સંશોધિત કિંમત 6,16,875 રૂપિયા હશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કિંમતમાં થયેલ આ ફેરફાર કંપની દ્વારા ડિલરોને કરવામાં આવેલા ઇનવોઇસ વાહનોની સાથે સાથે ડીલરશીપ દ્વારા ગ્રાહકોને ઇનવોઇસ કરાયેલા વાહનો માટે 14 જૂન 2021 થી પ્રભાવિત મનાશે.

એમપીવી સેગમેન્ટમાં સૌથી કિફાયતી

image source

મારુતિ સુઝુકી ઇકો મલ્ટીપર્પઝ વહિકલ (MPV) સેગમેન્ટમાં સૌથી કિફાયતી વાહન છે. મારુતિ ઇકો એમપીવીનું વેંચાણ પેસેન્જર, એમ્બ્યુલન્સ અને કાર્ગો વર્ઝનમાં પણ કરવામાં આવે છે. મારુતિ ઇકો પેટ્રોલ અને સીએનજી એન્જીનના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. કારના BS 6 સીએનજી વર્ઝનને ગયા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યારે તેનું કાર્ગો વર્ઝન વર્ષ 2015 માં બજારમાં ઉતારવામાં આવ્યું હતું.

એન્જીન અને પાવર

image source

મારુતિ સુઝુકી ઇકો વેનમાં 1.2 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન મળે છે. આ એન્જીન 72 bhp નો પાવર અને 98 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગેઅરબોક્સ મળે છે. કંપની આ કારને સીએનજી વેરીએન્ટમાં પણ વેંચે છે. સીએનજી વેરીએન્ટ સાથે ઇકોનું એન્જીન 63 PS નો પાવર અને 85 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

માઇલેજ અને ફીચર્સ

image source

મારુતિ સુઝુકી ઇકો વેનનું પેટ્રોલ વેરીએન્ટ 16.11 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. જ્યારે આ કારના સીએનજી વેરીએન્ટમાં 20.88 કિલોમીટર પ્રતિ કિલો સુધીની માઇલેજ મળે છે. ફીચર્સની વાત કરીએ તો આ કાર ઘણું ઓફર કરે છે. આ વેનમાં મેન્યુઅલ એયર કન્ડિશન સાથે એબીએસ3 એટલે કે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, EBD એટલે કે ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, ડ્રાઇવર એરબેગ, સ્પીડ એલર્ટ, રિયર પાર્કિંગ સેન્સર અને સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong