લગ્નની ખરીદીથી લઇને કોઇ સારા કામ કરવા હોય તો આ અઠવાડિયુ તમારા માટે છે સૌથી સારું, જાણો એવું તો શું છે ખાસ

કમૂર્તા ઉતર્યા બાદ આ અઠવાડિયે નવા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે એ જાણવું રહ્યું કે કયા યોગો બને છે અને કેટલા બને છે. હિન્દુ કેલેન્ડરની તીથિ પ્રમાણે જોઈએ તો સંક્રાત બાદ ગ્રહોની સ્થિતિઓ બદલાય છે અને એ પ્રમાણે તિથિઓ અને તહેવારો પણ બદલાય છે ત્યારે આ અઠવાડિે એક પણ મોટો વ્રત તહેવાર નહીં રહે. પોષ મહિનામાં આ અઠવાડિયુ આખુ વ્રત વગરનું છે ખાલી અઠવાડિયાના અંતમાં એકાદશીનું વ્રત આવશે.

image source

હિન્દુ તીથીઓ પ્રમાણે આ અઠવાડિયામાં એકાદશી સિવાય કોઈ મોટુ વ્રત નથી. આ અઠવાડિયું પોષ મહિનાની સુદ પાંચમથી પોષ સુદ એકાદશી સુધી રહેશે. 8 થી 24 જાન્યુઆરી સુધી માત્ર એક જ મોટું વ્રત રહેશે. ત્યાં જ, શિખના દસમા ગુરુ ગોવિંદ સિંહની જયંતીનો પર્વ ઊજવવામાં આવશે. આ સિવાય કોઇ મોટો તહેવાર નથી. આ સપ્તાહ પોષ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિથી શરૂ થઇ રહ્યો છે અને પુત્રદા એકાદશીએ પૂર્ણ થશે. સપ્તાહના છેલ્લાં દિવસે વર્ષની બીજી એકાદશીનું વ્રત કરવામાં આવશે. શે.

આ અઠવાડિયું છે ખાસ.

image source

જ્યોતિષની માનીએ તો અઠવાડડિયું ખાસ છે. જેમાં 3 સર્વાર્થસિદ્ધિ, 1 અમૃતસિદ્ધિ અને 5 રવિયોગ રહેશે. જે ખરેખર નવા કામની શરૂઆત માટે ખુબ લાભદાયી છે. આ યોગને ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. વળી આ રીતે આખુ સપ્તાહ શુભ હોય તેવું આ અઠવાડિયું સાચ્ચે શુભકામ માટે પરફેક્ટ છે. તેમાંય 23મી તારીખે તો ખાસ યોગો બની રહ્યા છે. સાથે જ, સપ્તાહના છેલ્લાં દિવસ એટલે 24 જાન્યુઆરીએ વાહન ખરીદદારીનો વિશેષ શુભ યોગ પણ બની રહ્યો છે.

જ્યોતિષની દ્રષ્ટીએ આ અઠવાડિયામાં બનતા યોગો

image source

18 જાન્યુઆરીને સોમવારના રોજ રવિયોગ છે જ્યારે 19 જાન્યુઆરીના રોજ મંગળવારના રોજ સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ બંને છે. 21 જાન્યુઆરી, ગુરુવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ છે. 22 જાન્યુઆરી, શુક્રવાર- રવિયોગ છે. 23 જાન્યુઆરી, શનિવાર- અમૃતસિદ્ધિ, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ એમ ત્રણ યોગ છે. 24 જાન્યુઆરી, રવિવાર- વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત છે.

image source

18 થી 24 જાન્યુઆરી સુધીનું પંચાંગ

18, જાન્યુઆરીને સોમવારના રોજ પોષ સુદ, પાચમ રહેશે.

19 જાન્યુઆરીને મંગળવારના પોષ સુદ છઠ્ઠ છે.

20 જાન્યુઆરીને બુધવારના રોજ પોષ સુદ સાતમ છે.

21 જાન્યુઆરીને ગુરુવારના રોજ પોષ સુદ આઠમ છે.

22 જાન્યુઆરીને શુક્રવારના રોજ પોષ સુદ નોમ છે

23 જાન્યુઆરીને શનિવારના રોજ પોષ સુદ દશમ છે.

image source

24 જાન્યુઆરીને રવિવારના રોજ પોષ સુદ એકાદશી છે જેને પુત્રદા એકાદશી પણ કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ