ગુજરાતમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર છે રહસ્યમયી, દર્શન આપીને સમુદ્રમાં થઇ જાય છે…

દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર

ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાઁભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે.

image source

ગુજરાત (Gujarat) નું આવુ જ એક ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. પૌરાણિક કથા અનુસાર ગુજરાતના વડોદરામાં આવેલું ભગવાન શિવનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં શિવ દર્શન માટે પ્રખ્યાત છે. આ મંદિર દર્શન આપીને સમુદ્રમાં ગાયબ થઈ જાય છે અને તેને ચમત્કાર નહીં પણ પ્રાકૃતિક ઘટનાનું પરિણામ માનવામાં આવે છે. જાણો શા કારણે અહીં ભગવાન ભક્તોને દર્શન આપીને ગાયબ થઈ જાય છે.

image source

ગુજરાતના વડોદરામાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોતજોતામાં ગાયબ થઈ જાય છે અને ફરી અચાનક ફરી દેખાવવા લાગે છે. સ્તંભેશ્વર મંદિર ગુજરાતના વડોદરાથી 40 કિલોમીટર દૂર જંબુસરમાં આવેલું છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં તમે સડક, રેલ કે હવાઈ માર્ગે જઈ શકો છો. જો કે આ મંદિરની આ ખૂબીના કારણે તે દુનિયામાં પ્રસિદ્ધ છે. ભગવાન શિવના ભક્તો તેને પોતાની આંખોથી જોવા માટે અહીં આવતા રહે છે. સ્તંભેશ્વર નામનું આ મંદિર સમુદ્રમાં આવેલું છે. પૌરાણિક કથા છે કે આ મંદિરનું નિર્માણ પોતાના તપોબળથી ભગવાન શિવના પૂત્ર કાર્તિકેયે કર્યું હતું. આ મંદિરનું ઓઝલ થવું કોઈ ચમત્કાર નથી પણ એક પ્રાકૃતિક ઘટનાનું પરિણામ છે.

આ રીતે બને છે ઘટના

image source

દિવસમાં ઓછામાં ઓછું 2 વખત આ સમુદ્રનું જળ સ્તર વધે છે. જેના કારણે મંદિર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી જાય છે. થોડી મિનિટો બાદ સમુદ્રનું જળ સ્તર ઘટવા લાગે છે અને મંદિર ફરીથી દેખાવવા લાગે છે. આ ઘટના રોજ સવારે અને સાંજના સમયે બને છે. શ્રદ્ધાળુઓ આ ઘટનાને સમુદ્ર દ્વારા શિવજીનો અભિષેક કરવાનું કહે છે. ભક્તો દૂરથી આ ઘટનાને જુએ છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે અને સાથે મંદિરમાં સ્થાપિત શિવલિંગ પણ 4 ફીટ ઉંચું છે.

ભગવાન શિવનો ચમત્કાર

image source

ભારતમાં ભગવાન શિવ (shiv mandir) ના અનેક મંદિર છે. ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર (Stambheshwar Mahadev Temple) પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. હકીકતમાં, ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ ખાસ મંદિર ગુજરાતના કાવી-કંબોઈ ગામમાં આવેલું છે. જે ભરૂચ નજીક છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. આ ચમત્કારી મંદિર સવાર અને સાંજે, દિવસમાં બે વાર નજર આવતું નથી.

શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.

image source

મંદિરના નિર્માણ સાથે જોડાયેલી છે આ કથા

આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી કથા સ્કંધ પુરાણમાં પણ મળે છે. કથા અનુસાર રાક્ષસ તાડકાસુરે કઠોર તપસ્યા કરી અને તેના બળે શિવજીથી આ આર્શીવાદ મળ્યો કે તેનું મૃત્યુ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ શિવ પુત્ર તેની હત્યા કરશે. ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું હતું. આશીર્વાદ મળતાં જ તાડકાસુરે આખા બ્રહ્માંડમાં ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું હતું.

આ તરફ શિવે ઝડપથી ઉત્પન્ન થતાં કાર્તિકેયનું પાલન અને પોષણ કૃતિકાઓ દ્વારા થઈ રહ્યું હતું. આ ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે બાલરૂપ કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો પણ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તાડકાસુર શિવજીનો ભક્ત હતો તો તે દુઃખી થયા. ત્યારે દેવતાઓના માર્ગદર્શનથી તેઓએ મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી. આ સ્તંભ મંદિર આજે સ્તંભેશ્વરના નામે જાણીતું બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ