આ નેતાએ જીવનમાં ક્યારેય નથી કર્યું બ્રશ, નાહવાના પણ હતા આળસુ

આ નેતાએ જીવનમાં ક્યારેય નથી કર્યું બ્રશ – તેમને હતી નાહવાથી નફરત, ચીનના આ નેતાના કારણે કરોડો લોકોના થયા હતા મૃત્યુ – મુર્ખામી જાણી તમને પણ આવશે ગુસ્સો

આજે એવી વ્યક્તિ તમને ભાગ્યે જ જોવા મળશે કે જે બ્રશ કે દાતણ ન કરતી હોય. સામાન્ય રીતે આદિવાસી લોકો પાસે આવી અપેક્ષા રાખી શકાય પણ એક સુઘડ સમાજમાં રહેતા વ્યક્તિ પાસે આવી અપેક્ષા ન રાખી શકાય. તે પણ એવી વ્યક્તિ કે જે સમાજની – દેશની આગેવાની કરતી હોય. પણ આજે અમે તમને એક એવી વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનો એક સમયે વિશ્વના પ્રખર નેતાઓમાં સમાવેશ થતો હતો.

image source

કહેવાય છે કે આ નેતાએ પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય બ્રશ નથી કર્યું. આ વ્યક્તિનું નામ છે માઓત્સે તુંગ, જેમને માઓ જેડોન્ગ પણ કહે છે. માઓના ડોક્ટર રહી ચુકેલા જી શી લીએ તેમના જીવન પર એક પુસત્ક લખ્યું છે, જેનું નામ છે ધ પ્રાઇવેટ લાઇફ ઓફ ચેરમેન માઓ. તેમાં તેમણે ચીનના આ નેતા વિષે કેટલીક ચકિત કરનારી વાતો પણ લખી છે.

image source

જી શી લીના પુસ્તક પ્રમણે, માઓ જ્યારે સુઈને ઉઠતા ત્યારે બ્રશ કરવાની જગ્યાએ ચાના કોગળા કરતા હતા. તે તેમનો રોજનો નિયમ હતો. તેમના દાતને જોઈને એવું લાગતું હતું જાણે તેને લીલા રંગથી રંગવામાં આવ્યા હોય. માત્ર તેટલું જ નહીં માઓ ક્યારેક ક્યારેક જ નહતાતા. એવું કહેવાય છે કે તેમને નાહવાથી નફરત હતી.

image source

માઓત્સે તુંગ ઉંઘવા અને ઉઠવાની બાબતમાં પણ સામાન્ય માણસો કરતા અલગ હતા. કહેવાય છે કે તેમનો દીવસ રાત્રે શરૂ થતો હતો. જ્યારે આખું વિશ્વ સુઈ રહેતું ત્યારે તેઓ કામ કરતા હતા અને જ્યારે લોકોનો ઉઠવાનો સમય થતો ત્યારે તેઓ સુઈ જતા. તેમના વિષે એક બીજી વાત પણ ખૂબ જ પ્રખ્યાત છે, તે એ છે કે માઓ હંમેશા પોતાના જ પલંગ પર સુતા હતા કારણ કે તેમને બીજા કોઈની પથારી પર ઉંઘ જ નહોતી આવતી. એટલે સુધી કે તેઓ વિદેશ યાત્રા પર જતા ત્યારે પોતાની સાથે પોતાનો પલંગ પણ લઈ જતા હતા.

image source

26 ડીસેમ્બર, 1893ના હુનાન પ્રાંતના શાઓશાન વિસ્તારમાં તેમનો જન્મ થયો હતો. તેમને તે સમયે વિશ્વના પ્રભાવશાળી નેતાઓમાં ગણવામાં આવતા હતા. જાણીતી ટાઈમ્સ મેગેઝીનમાં તેમને 20મી સદીના 100 સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. ચીનના લોકો તેમને એક મહાન પ્રશાસક માનતા હતા. તેમનું માનવું છે કે માઓ જ એ વ્યક્તિ છે, જેમણે પોતાની નીતી તેમજ કાર્યક્રમોના માધ્યમથી આર્થિક, ટેકનીકલ અને સાસંસ્કૃતિક વિકાસની સાથે ચીનને વિશ્વની એક મહત્ત્વની શક્તિ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

image source

જો કે 62 વર્ષ પહેલાં માઓની એક ભયાનક ભૂલના કારણે કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં 1958માં માઓએ એક અભિયાન શરૂ કર્યું હતું, જેને ફોર પેસ્ટ કેંપેનનું નામ આપવામાં આવ્યું હતું. તેની હેઠળ તેમણે ચાર જીવ (મચ્છર, માખી, ઉંદર અને ચકલીઓ)ને મારવાનો આદેશ આપ્યો હતો. જો કે પાછળથી તેનો આ દાવ નિષ્ફળ ગયો અને તેના કારણે ચીનમાં એક ભયંકર દુષ્કાળ પણ પડ્યો અને કરોડો લોકો ભુખમરાથી મૃત્યુ પામ્યા. એવું કહેવાય છે કે તે સમયે ભૂખમરાના કારણે લગભઘ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકોના મૃત્યુ થયા હતા.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ