અનુષ્કા શર્માથી લઇને આ અભિનેત્રીઓના મંગળસૂત્રની ડિઝાઇન જોઇને તમે પણ બોલી ઉઠશો WOW યાર!

અભિનેત્રીઓના લગ્નમાં જેટલા એમના બ્રાઇડલ આઉટફિટ અને લુકની ચર્ચા થાય છે એટલી જ ચર્ચા એમના મંગળસૂત્રની પણ થાય છે. લગ્ન પછી ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ પોતાના મંગળસૂત્રના કારણે ખૂબ જ ચર્ચામાં રહી તો અમુક પોતાના પહેરવેશના અલગ અંદાજને કારણે ટ્રોલ પણ થઈ હતી. થોડા દિવસ પહેલા જૈદ દરબાર સાથે લગ્ન કરી નવી નવી દુલહન બનેલી ગૌહર ખાનના મંગળસૂત્રની ખૂબ ચર્ચા થઈ હતી. લગ્ન પછી ગૌહર ભલે ઇન્ડિયન આઉટફિટમાં હોય કે પછી વેસ્ટર્ન આઉટફિટમાં એમના ગળાના મંગળસૂત્રએ હંમેશા લોકોનું એમના તરફ ધ્યાન ખેંચ્યું છે. ગૌહરને મંગળસૂત્રમાં અમુક બ્લેક મોતી અને ગોલ્ડ ચેન સિવાય સ્કવેર શેપમાં ડાયમંડ દેખાઈ રહ્યો છે..

સોનમ કપૂર.

image source

લગ્ન પછી સોનમ કપૂર પોતાના મંગળસૂત્રના કારણે ઘણી ચર્ચામાં રહી હતી. સોનમના મંગળસૂત્રની ખાસ વાત એ હતી કે સોનમે આ મંગળસૂત્રને જાતે ડિઝાઇન કર્યું હતું. મંગળસૂત્રમાં સોનમે પોતાના અને આનંદ આહુજાના જોડીએક સાઈન બનાવડાવ્યા હતા. મંગળસૂત્રની વચ્ચે સોલિટેયર હતું. પછી સોનમ કપૂર મીડિયામાં આ જ મંગળસૂત્રના કારણે ઘણી ટ્રોલ થઈ હતી જ્યારે એમને એને ગળાને બદલે હાથમાં પહેર્યું હતું.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ પોતાની સ્ટાઇલ અને ફેશન માટે હંમેશા ખબરોમાં રહે છે. શિલ્પાના લગ્ન પણ ઘણા જ ભવ્ય રીતે થયા હતા અને બીજી અભિનેત્રીઓની જેમ એમનું મંગળસૂત્ર પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. શિલ્પાએ મંગળસૂત્રને ચોકર સ્ટાઇલમાં બનાવડાવ્યું હતું. બ્લેક મોતીની નાની ચેન સાથે ડાયમંડનું ચોકર ટાઈપ મંગળસૂત્ર એમના સ્ટાઈલિશ અને ટ્રેડિશનલ લુકને વધુ નિખારે છે. શિલ્પા શેટ્ટીના મંગળસૂત્રની કિંમત લગભગ 30 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. દરેક કરવાચોથના દિવસે શિલ્પા પોતાનું આ ખાસ મંગળસૂત્ર પહેરે છે. એ સિવાય શિલ્પાએ પોતાના હાથમાં પહેરવા માટે બિલકુલ મંગળસૂત્ર જેવું જ એક બ્રેસલેટ બનાવડાવ્યું છે અને ઘણીવાર એમને એ પહેરેલું પણ દેખાય છે.

પ્રિયંકા ચોપરા.

image source

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ભલે નિક જોનસ સાથે લગ્ન કરીને વિદેશમાં વસી ચુકી હોય પણ એમના માટે મંગળસૂત્ર આજે પણ ઘણું મહત્વ ધરાવે છે. બ્લેક મોતીની વચ્ચે લગાવેલા મોટા ડાયમંડથી બનેલા એમના મંગળસૂત્રની કિંમત તો ખબર નથી પણ એમના માટે એમનું આ મંગળસૂત્ર ખૂબ જ અનમોલ છે. પ્રિયંકા ચોપરને જ્યારે એક વિદેશી મેગેઝીનના પત્રકારે સવાલ પૂછ્યો કે એમના માટે સૌથી કિંમતી શુ છે તો પ્રિયંકાએ જવાબ આપ્યો હતો કે એમનું મંગળસૂત્ર એમના માટે ખૂબ જ કિંમતી છે. મંગળસૂત્ર વિશે જણાવતા પ્રિયંકાએ કહ્યું કે ભારતીય લગ્નમાં આ એક ઘરેણું હોય છે જે દુલ્હો દુલહનનાં ગળામાં પહેરાવે છે. પ્રિયંકા વેસ્ટર્ન આઉટફિટમાં પણ ઘણીવાર મંગળસૂત્ર પહેરેલી દેખાઈ છે. એ સિવાય પ્રિયંકાએ મંગળસૂત્રની જેમ જ એક બ્રેસલેટ પણ બનાવડાવ્યું છે.

અનુષ્કા શર્મા.

image source

એક્ટ્રેસ અનુષ્કા શર્મા જ્યારે લગ્ન પછી વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર દેખાઈ હતી ત્યારે એમના ટ્રેડિશનલ લુકની સાથે એમના મંગળસૂત્રની પણ ભારે ચર્ચા થઈ હતી. જણાવવામાં આવે છે કે ફ્લાવરની સુંદર ડિઝાઇન સાથે ડાયમંડથી ભરેલું આ મંગળસૂત્રની કિંમત 52 લાખ રૂપિયા હતી.

દીપિકા પાદુકોણ.

image source

દીપિકા પાદુકોણના મંગળસૂત્રની ડિઝાઇન પણ લોકોને ખૂબ ગમી હતી. દીપિકાના મંગળસૂત્રની ડિઝાઇન બિલકુલ યુનિક હતી જે પછીથી ઘણી લોકપ્રિય થઈ. એમના મંગળસૂત્રમાં બ્લેક મોતીની સેરની વચ્ચે એક મોટો ડાયમંડ લગાવેલો હતો. દીપિકા પાદુકોણ લગ્ન પછી ઘણા અવસર પર આ મંગળસૂત્ર પહેરેલી દેખાઈ હતી.

કાજલ અગ્રવાલ.

image source

ગયા વર્ષે ગૌતમ કિચલું સાથે લગ્ન બંધનમાં બંધાયેલી અભિનેત્રી કાજલ અગ્રવાલના મંગળસૂત્રનો લુક પણ દીપિકાના મંગળસૂત્ર જેવો જ છે પણ કાજલના મંગળસૂત્રની ચેનને દીપિકાના મંગળસૂત્રની જેમ લાંબી નહિ પણ ટૂંકી રાખવામાં આવી છે. પણ કાજલના મંગળસૂત્રમાં દીપિકાના મંગળસૂત્રની જેમ જ મોટો ડાયમંડ છે.

ઐશ્વર્યા રાય.

image soucre

મંગળસૂત્રની વાત થઈ રહી હોય અને બૉલીવુડની બ્યુટી કવીન ઐશ્વર્યા રાયના મંગળસૂત્રની ચર્ચા ન થાય એવું તો કઈ બને. ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા એ સમયે ઐશ્વર્યાના લગ્નની સાઉથ સ્ટાઇલ સાડી ખૂબ જ ચર્ચામાં હતી એ સાથે જ એમનું મંગળસૂત્ર પણ ઘણું ચર્ચામાં એહયો હતું. લગ્નમાં ઐશ્વર્યા રાયે 75 લાખ રૂપિયાની સાડી પહેરી હતી તો એમના મંગળસૂત્રની કિંમત 45 લાખ રૂપિયા હતી.લગ્નમાં મંગળસૂત્ર અને સિંદૂર સૌથી વધુ મહત્વનું હોય છે, બોલીવુડની આ લોકપ્રિય અભિનેત્રીઓ ભલે મંગળસૂત્ર રોજ ના પહેરતી હોય પણ એમના માટે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ