મંગળની રાશિ છે મેષ, જાણો આ રાશિના લોકોના સ્વભાવ સાથે જોડાયેલી 15 વાતો

જ્યારે જન્મ સમયે વ્યક્તિનું નામકરણ કરાય છે ત્યારે ચંદ્રની રાશિ અનુસાર તેમનું નામ કરણ કરવામાં આવે છે. દરેક 12 રાશિના અલગ અલગ અક્ષર નક્કી કરાયા છે. નામના પહેલા અક્ષરથી રાશિ જાણી શકાય છે. અને આ રાશિના અનુસાર વ્યક્તિના સ્વભાવ અને મનુષ્યના ભવિષ્યની સાથેની અનેક જાણકારી મળી શકે છે. આજે અમે આપને મેષ રાશિના લોકોના સ્વભાવની માહિતી આપીશું. આ રાશિ સાથે મંગળ જોડાયેલો રહે છે અને જેના કારણે તેઓ ખાસ સ્વભાવ ધરાવતા હોય છે.

મેષ રાશિમાં – ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ

રાશિ સ્વરૂપ- મેંઢા

રાશિનો સ્વામી- મંગળ

12 રાશિના ચક્રમાં સૌથી પહેલી રાશિ મેષ આવે છે. તેનો સ્વામી મંગળ છે અને ધાતુ સંજ્ઞક આ રાશિ ચર એટલે કે ચલિત સ્વભાવ ધરાવે છે. આ રાશિનું પ્રતિક મેઢા સંઘર્ષનું પરિચાયક છે.

image soucre

મેષ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેનો સ્વભાવ થોડો ઉદ્ધત હોઈ શકે છે. પરંતુ દેખાવમાં તેઓ ખુબ જ સુંદર હોય છે. આ લોકો કોઈના દબાવમાં આવીને કામ કરવાનું પસંદ કરતા નથી. તેમનું ચરિત્ર સાફ સુંદર અને આદર્શવાદી હોય છે.

બહુમુખી પ્રતિમાનો સ્વામી હોય છે. સમાજમાં તેમનું વર્ચસ્વ હોય છે અને માન સમ્માનની પ્રાપ્તિ પણ થતી હોય છે. આવા લોકો અન્યને ઝડપથી ઈમ્પ્રેસ કરી શકે છે.

નિર્ણય લેવાની વાતમાં તેઓ ઉતાવળ કરી બેસનારા હોય છે. જે કાર્યને હાથમાં લે છે તેને પૂરું કરીને જ જપ મૂકનારો સ્વભાવ ધરાવે છે.

મેષ રાશિના લોકોના સ્વભાવમાં ક્યારેક વિરક્તિ પણ જોવા મળે છે. લાલચ કરવી આ રાશિના લોકોનો સ્વભાવ હોતો નથી. અન્યની મદદ કરવાનું તેમને પસંદ હોય છે.

image soucre

આ રાશિના લોકોની કલ્પના શક્તિ પ્રબળ હોય છે. તેઓ અન્ય લોકોથી થોડું વધારે વિચારનારા હોય છે.

મેષ રાશિના લોકો પોતે જેવા છે તેવા અન્ય લોકો પણ હોય તેવું માને છે. આ કારણે તેઓ અનેક વાર દગાખોરીનો શિકાર પણ બની જાય છે. તેમના પ્રમાણે લોકો કામ ન કરે તો તેઓ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે.

મેષ રાશિના લોકમાં અગ્નિતત્વ હોવાના કારમે આ લોકોને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. કોઈ પણ ચેલેન્જને સ્વીકાર કરી લેવાની પ્રવૃત્તિ તેઓ રાખે છે. લોકો ક્યારેક તેમના ગુસ્સાથી ડરતા હોય છે.

image source

મેષ રાશિનો મંગળ સાથે સંબંધ હોઈ આ લોકો પોતાનું અપમાન ભૂલતા નથી અને તેને મનમાં એટલે કે દાઢમાં રાખે છે. તેઓ તેમના અપમાનનો બદલે લેવામાં માનનારા હોય છે. જ્યારે તેમને કોઈ અવસર મળે કે તરત જ તેઓ તેનો બદલો લઈ લેતા હોય છે.

આ રાશિના લોકો જિદ્દી સ્વભાવના હોય છે. તેઓ તેમની જીદ પર કાયમ રહે છે. જીદ તેમના સ્વભાવમાં વણાયેલી હોય છે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે તેમની અંદર એક કલાકાર પણ છૂપાયેલો છે.

મેષ રાશિના લોકો પોતાને સર્વોપરી માને છે અને તેઓને એમ જ લાગે છે કે તેઓ દરેક કામ કરી શકે છે.

image source

પોતાની મરજી અનુસાર મેષ રાશિના લોકો અન્યને ચલાવે છે. તેનાથી તમારા અનેક દુશ્મન પણ ઊભા થાય છે.

મેષ રાશિના લોકો કંઈ નવું કરવાની પ્રેરણા અને હિંમત રાખનારા હોય છે. તેમને એક જ કામ વારેઘડી કરવાનું પસંદ હોતુ નથી. તેનાથી તેઓ અકળાઈ જાય છે.

એક જ જગ્યાએ ટકીને રહેવું એ મેષ રાશિનો સ્વભાવ નથી. આ કારણે આ પ્રકારની રાશિના લોકોની નોકરી પણ સતત બદલાતી રહે છે. મેષ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા વધારે જોવા મળે છે. તેઓ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપતા રહે છે અને શીખતા રહે છે.

image source

મેષ રાશિ મંગળ સાથે સંબંધિત હોવાના કારણે આ રાશિના લોકો ઓછું બોલે છે, હઠાગ્રહી હોય છે, અભિમાની હોય છે, તેમને ગુસ્સો જલ્દી આવે છે અને સાથે પ્રેમ સંબંધોમાં દુઃખી રહે છે. ખોટા કર્મોથી ચાલનારા, નોકરો અને મહિલાઓથી ત્ર્રસ્ત, કર્મઠ, પ્રતિભાશાળી, યાંત્રિક કાર્યોમાં સફળતા મેળવવાનો તેમનો સ્વભાવ હોય છે.