માત્ર 9 ધોરણ પાસ આ ગુજરાતી છોકરો હિન્દી અને ગુજરાતી ફિલ્મોને બચાવે છે પાઇરસીથી…

આજકાલ જો જોઈએ તો ફિલ્મ જગતને કરોડોનું નુકશાન પાઇરસીના કારણે થઈ રહ્યું છે, એમાં મોટા મોટા કરોડોપતિ ફિલ્મ દિગદર્શકો માટે આ ગુજરાતી છોકરો એક આશાનું કિરણ બની રહયોચે. માત્ર 9 ધોરણ પાસ આ છોકરો જેનું નામ મનન શાહ છે તેણે કેન્દ્ર સરકાર દ્વારા પણ એ માન્યતા મેળવી છે કે તે એક એથલીક હેકર છે. અને તેણે એક કે બે નહી પરંતુ પંદર જેટલી ફિલ્મોને પાઇરસીથી બચાવી કરોડો રૂપિયા બચાવ્યા છે.

આમ જોઈએ તો હાલ સરકારે ફિલ્મોની જે ડુપ્લિકેટ પ્રિન્ટ થતી હતી તેણે અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે, અને આ ડુપ્લિકેટ થતી પ્રિંટને રોકવા માટે સરકારે સિનેમાગ્રાફી એક્ટ નો પણ સમાવેશ કર્યો. જેના ધોરણે મનન શાહે નાની ઉંમરમાં જ એન્ટિ પાઇરસી માટે કામ કરતાં સાઇબર સિક્યુરિટીમાં કામ કરતાં સાઇબર હેકર ણે સ્થાન મળ્યું છે, જે નાની ઉંમરમાં જ આ સૌથી પહેલા સાઇબર સિક્યુરિટી હેકર તરીકેની નામના મેળવી છે, તેમજ તે સાઇબર સિક્યુરિટીમાં એક્સપર્ટ પણ છે. મુંબઈમાં રહેતા ૨૫ વર્ષના મનન શાહ એ એસ.એસ.સી ડ્રોપઆઇટ છે. જ્યારે પણ બોલિવુડની ફિલ્મ રીલીઝ થવાની તૈયારીમાં હોય છે ત્યારે મનન તેમને ડિજિટલ રાઇટ્સ લેવામાં મદદ કરે છે. અને તે ફિલ્મનુ પછી ઓનલાઈન મોનિટરિંગ પણ મનન શાહ જ કરે છે.

હાલ તો એવો પણ ટ્રેન્ડ છે કે મોબાઈલમાં જ ફિલ્મનુ રેકોર્ડ કરે છે અને તેની જ ડુપ્લિકેટ પ્રિન્ટ કાઢવામાં આવે છે. જેના કારણે જે તે ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને આર્થિક નુકશાન થાય છે અને ફટકો પડે છે. પરંતુ સિનેમાગ્રાફી એક્ટ આવ્યા બાદ, હિન્દી અને ગુજરાતી મળીને અત્યાર સુધીમાં 15 જેટલી ફિલ્મોને પાઇરસીથી બચાવવામાં આવી છે.  તેણે એ પણ જણાવ્યુ કે ફિલ્મોની ઓછામાં ઓછી 20000 થી પણ વધારે ડુપ્લિકેટ પ્રિન્ટ અલગ અલગ સાઇટ પર મૂકવામાં આવે છે જેના કારણે નુકશાન ન જાય એટલે અમે તે બધી જ લિન્ક ણે માત્ર 24 કલાકમાં જ ડી એક્ટિવ કરી દઈએ છીએ. કેટલીક વાર તો એવું પણ બને છે કે અમે માત્ર 30 જ મિનિટમાં એ લિંકને ડીએક્ટિવ કરવામાં સફળ જઈએ છીએ.

વધુમાં જણાવતા કહે છે કે અમે એવા કી વર્ડ અને ડેટા બેઝણે અમારી પાસે એકત્રિત કરીએ છીએ કે જે સતત ટ્રેક કરી રહ્યા હોય. જો કોઈ ઑથોરાઇઝ્ડ યુઝર કે પછી કોઈ અન્ય વેબસાઇટ તે કિવર્ડનો ઉપયોગ કરી પછી કોઈપણ એન્ટર કરવામાં આવે તો અમને અથવા અમારી સાથે જોડાયેલ ટીમને આ બાબતની તમામ માહિતી મળી જાય છે.  પછી અમે એ યુઝર અથવા વેબાની બધી જ માહિતી ફિલ્મ મેકર સુધી પહોચાડી છીએ અને પછી આગળ એક્શન લઈએ છીએ એ ઉપરાંત અમારી સાથે ઘણી ટીમો સક્રિય રહે છે.

આગળ જણાવતા કહે છે કે, મે અત્યાર સુધીમાં  યાહુ ઇન્ડિયા, ગુગલ ઇન્ડિયા, નોકિયા – બ્લૅકબેરી-  ઇન્ડિયન-  IIT – આર્મી- મહારાષ્ટ્ર પોલીસ સેવા –  ગુજરાત પોલીસ  સેવા – CID –  CBI –  બૅન્ક ઑફ બરોડા, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા – ONGC – અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વગેરેણે સાઇબર સિક્યૉરિટી પૂરી પાડવામાં હું સફળ રહ્યો છુ.

આટલી ફિલ્મોને બચાવી પાઇરસીથી :

ઐયારી-  યમલા પગલા દિવાના ફિર સે –  નમસ્તે ઇંગ્લૅન્ડ,-  ધી એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર – બાગી ૨,- મર્ક્યૂરી – લવયાત્રી અને  ગુજ્જુ ભાઈ મોસ્ટ વૉન્ટેડ. હવે પછીની ફિલ્મોમાં ટોટલ ધમાલ, મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર, બદલા નો પણ સમાવેશ થાય છે. .

માઇક્રોસૉફ્ટો મોસ્ટ વૅલ્યુએબલ પ્રોફેશનલ્સ થી પુરસ્કૃત મનન શાહ :

ભારતના પાંચ ટોપ એથિકર હૅકર્સ તરીકે મનન શાહ નું પણ નામ જોડાયું હતું જેના પગલે ગૂગલ અને માઈક્રોસોફ્ટ દ્વારા તેને પુરસ્કૃત પણ કરવામાં આવ્યો હતો.