જાણો કોણ છે માલા અડિગા, જે જિલ બાઇડન માટે કરશે કામ, બુકર પ્રાઇઝ વિજેતા સાથે છે તેમનો ખાસ સંબંધ

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જિલ બાઇડનના નિતિ નિર્દેશક તરીકે માલા અડિગાની નિયુક્તિથી ઉડ્ડુપી જિલાલાના કુંડાપુર તાલુકાના કાક્કુંજે ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેઓ પૂર્વવર્તિ અવિભાજિત દક્ષિણ કન્નડ જિલ્લાના અંગત ક્ષેત્રના કર્ણાટક બેંક લિમિટેડના સંસ્થાપકના સૂર્યનારાયણ અડિગા અvs 2008માં મેન બુકર પુરસ્કાર જીતનારા અરવિંદ અડિગાના પરિવારથી છે.

image source

ફોઈએ જણાવ્યું કે વાહલી દીકરી માલા અડિગાના ફોઈ નિર્મલા ઉપાધ્યાયે કુંડાપુરમાં સંવાદદાતાને જણાવ્યું કે માલા એક સ્નેહાળ અને પ્રેમાળ છોકરી છે. નિર્મલા તેમના પિતાની મોટી બહેન છે. નિર્મલાએ કહ્યું કે તેમનો સંબંધ ખૂબ જ સારો છે અને તે ખૂબ સારી રીતે સંબંધ નિભાવે છે અને ભારતમાંના પોતાના મૂળિયા સાથે મજબૂતીથી જોડાયેલી છે.

image source

નવી જવાબદારી મળવા પર ફોન કર્યો હતો. નિર્મલા 87 વર્ષના છે. તેમણે જણાવ્યું કે શનિવારે વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ કર્મચારી બનાવવાના સમાચાર તેણીએ શેર કરવા માટે ફોન કર્યો હતો. તેમણે નવી જવાબદારી માટે તેણીને શુભેચ્છાઓ પાઠવી હતી. માલાના પિતા ડો. રમેશ અડિગા જેઓ 84 વર્ષના છે તેઓ ત્રણ ભાઈ-બહેન છે જેમાં તેઓ બીજા નંબરના છે.

image source

માલાના માતા વિષે તેમણે જણાવ્યું કે તેણી જ્યારે 25 વર્ષના હતા, ત્યારે અમેરિકા ચાલ્યા ગયા હતા. માલાના માતા જયા અડિગાએ વેલ્લોરમાં તબીબનો અભ્યાસ કર્યો હતો. નિર્મલાએ 2019માં બેંગલુરુમાં એક પારિવારિક કાર્યક્રમ દરમિયાન માલા સાથે મુલાકાત કરી હતી. નિર્મલાએ ત્યારે નવેમ્બર 2019માં પોતાની દીકરી સુજાતા નક્કતૈયા અને પરિવાર સાથે બેંગલુરુની યાત્રા કરી હતી. દીકરી સાથે બેંગલુરુ આવ્યા હતા માલા, માલા પોતાના માતાપિતા સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પતિ ચાર્લ્સ અને દીકરી આશા સાથે બેંગલુરુ આવ્યા હતા. તેઓ સાત વર્ષ પહેલાં કુંડાપુર આવ્યા હતા અને તેમને ત્યાંનો સમુદ્ર તટ ખૂબ પસંદ આવ્યો હતો. તેમણે કાક્કુંજે મંદીરમાં પૂજા અર્ચના કરીહતી અ તેઓ બબેરિયાનાકટ્ટેમાં પોતાના પૈતૃક ઘરે પણ ગયા હતા.

માલા એક નિષ્ણાત એકેડેમિક સ્ટ્રેટેજિસ્ટ છે. બાઈડન પહેલા માલા ઓબામાના બીજા કાર્યકાળમાં એડવાઈઝર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

માલાની મહત્ત્વની ભૂમિકા રહેશે

image source

તમને જણાવી દઈએ કે પ્રેસિડેન્ટની શપથ લેવા જઈ રહેલા જો બાઇડનના પત્ની જીલ બાઇડન ફર્સ્ટ લેડી બન્યા બાદ પણ પોતાની પ્રોફેસર તરીકેની કામગીરી ચાલુ જ રાખશે. એટલે કે તેઓ પોતાની નોકરી ચાલુ જ રાખશે. અને માટે જ માલાની જવાબદારી સામાન્ય કરતાં વધારે રહેશે. કારણ કે જિલ બાઇડને પ્રોફેસરની જવાબદારી સાથે સાથે ફર્સ્ટ લેડી તરીકેની જવાબદારીઓ પણ નિભાવવાની રહેશે. માલા પહેલેથી જ બાઇડન પરિવાર સાથે સંબંધો ધરાવે છે. તેઓ પહેલેથી જ બાઇડન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલી વિંગના ડિરેક્ટર તરીકે પર કામ કરી રહ્યા છે. પણ હવે જ્યારે તેઓ આ નવું પદ સંભાળશે ત્યારે તેમણે ફાઉન્ડેશનના પદ પરથી રાજીનામું આપવું પડશે. કારણ કે નિયમ પ્રમાણે જિલ બાઇડનના ટિમનો ભાગ બન્યા બાદ તેમણે ફેડરલ એડમિનિસ્ટ્રેશનથી દૂર થવું પડશે.

ઓબામાની પ્રેસિડેન્સી દરમિયાન પણ વ્હાઇટ હાઉસમાં ફરજ બજાવી

image source

તમને જણાવી દઈએ કે માલા અગાઉ ઓબામાના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન 2008માં એડમિનિસ્ટ્રેશનમાં રહી ચુક્યા છે. તે વખતે તેઓ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કામ કરતા હતા. આ સિવાય તેમણે સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ વિભાગની પણ જવાબદારીઓ સંભાળી હતી. તેમણે મહિલાઓ સાથે જોડાયેલા વૈશ્વિક મામલાઓ માટે બનેલી કમિટીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

image source

માલા અડિગા ઘણો બધો અનુભવ ધરાવે છે તેઓ આ પહેલાં નેશનલ સિક્યુરિટીમાં હ્યુમન રાઇટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે. માલા અમેરિકાના ઇલિનોઇસમાં રહે છે તેમણે પોતાનો પબ્લિક હેલ્થનો અભ્યાસ મિનેસોટા કોલેજથી કર્યો છે જ્યારે શિકાગોની લો સ્કૂલમાંથી તેમણે હ્યુમન રાઇટ્સનો અભ્યાસ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ