કોરોના સુપરફાસ્ટ ગતિએ: મહેસાણામાં દર 72 મિનિટે કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત, પરિસ્થિતિ ચિંતાજનક

મહેસાણા જિલ્લામાં કોરોનાએ કાળે કેર વર્તાવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દર 72 મિનિટે કોરોનાની સારવાર લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને સોમવાર સાંજ સુધીમાં કોરોના વધુ 20 વ્યક્તિઓને ભરખી ગયો છે. મહેસાણા શહેરના નિજધામ સ્મશાનમાં સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં કુલ 27 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં કોરોનાની સારવાર લેતા 20 વ્યક્તિના મૃત્યુનો સમાવેશ થાય છે.

image source

નિજધામ સ્મશાનમાં એક ફરનેશ ભઠ્ઠી છેલ્લાં ચાર દિવસથી બંધ છે. જ્યારે મૃતદેહોની લાઈન લાગતા સોમવારે 4 વાગ્યા સુધી અંતિમક્રિયા ચાલી હતી. મહેસાણામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તમામ એક છે, ત્યારે કોરોનાને કારણે એક પછી એક મૃત્યુ થવા લાગતા આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક બનવાના આસાર મળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સોમવારે વધુ 390 પોઝિટિવ કેસ નોંધાતા હતા. જેમાં અર્બન વિસ્તારમાં 172 અને રૂરલ વિસ્તારમાં 218 કેસનો સમાવેશ થાય છે.

સ્મશાનના ઓપરેટરને નગરપાલિકા દર મહિને 10 હજાર રૂપિયા આપશે

image soucre

સ્મશાનમાં કામ કરતા ઓપરેટરને પગાર માત્ર રૂપિયા 8000 હોવાની જાણ થતાં સ્મશાનના ઓપરેટર કમલેશ સોલંકીને પાલિકા તરફથી દર મહિને રૂપિયા 10 હજાર આપવાનો નિર્ણય કરાયનું ચીફ ઓફિસર જણાવ્યું હતું.

કોરોનાના મૃતકોને અંતિમવિધિ માટે અન્ય તાલુકામાં લઈ જવા પડશે

image source

મહેસાણા શહેરનાં સ્મશાનમાં એક ફરનેશ ભઠ્ઠી ખરાબ થઈ ગઈ હોવાથી ફરી કોરોનાથી મૃત્યું પામનારની અંતિમવિધિ અન્ય સ્થળોના સ્મશાનમાં કરવા લઈ જવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામે તેવા આસાર મળી રહ્યા છે.

કડીના થોળની હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહથી કોરોના ટેસ્ટની કિટો ખૂટી પડતા દર્દીઓને હાલાકી

image soucre

કડીના થોળ ગામે છેલ્લા 15 દિવસામં કોરોના સંક્રમિતનો આંકડો 70થી વધુ થવા પામ્યો છે. ત્યારે થોળ ગામમાં કોરોના સંક્રમણના કારણે સ્થાનિકો ભયભીત થઈ કોરોના ટેસ્ટ કરાવા માટે સરકારી હોસ્પિટલ (સીએચસી) ખાતે દોડી રહ્યા છે. પરંતુ થોળ સરકારી દવાખાને કોરોના ટેસ્ટિંગની કિટો ખૂટી પડતા દર્દીઓને મેડા આદરજ અથવા મેઢ ખાતે રીફર કરવામાં આવી રહ્યા છે. જેના પગલે થોળના દર્દીઓને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મેડા આદરજ અને મેઢા ખાતે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ દર્દીઓની મોટી લાઈનો લાગતા મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ મામલે થોળ સીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગળથી કોરોના ટેસ્ટિંદ માટેની એનટીજન ટેસ્ટ માટેની કિટ આવતી નથી. આ મામલે મહેસાણાલ વડી કચેરી સુધી જાણ કરી હતી.

કડી મેઘના કેમ્પસમાં 5 દિવસમાં 500 લોકોના ટેસ્ટિંગમાં 200થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા

image source

કડીના ખાખરીયા પાટીદાર સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેઘના કેમ્પર્સના સમૂહલગ્ન સભા હોલ ખાતે ટ્રસ્ટી મંડળ દ્વારા કડી નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સાથે રાખી 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 5 દિવસમાં 29 કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરી તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. કોવિડ કેર સેન્ટર ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને જમવા, પાણી સહિતની તમામ વ્યવસ્થા સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી છે. કડીના મેઘના કેમ્પસ ખાતે ટ્રસ્ટી મંડળ સહિત સમાજના આગેવાનો દ્વારા કોરોના વાયરસની મહામારીના સમયમાં પોતાની નૈતિક જવાબદારી સમજી કેમ્પ્સ ખાસે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રોજ ટેસ્ટિંગની 100 કિટો આપવામાં આવતા સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 5 દિવસમાં 500 નગરજનોને કોરોનાના ટેસ્ટિંગ કરતા 200થી વધારે નગરજનો પોઝિટિવ મળી આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!