‘અનુપમા’માં 5 મોટા ફેરફાર, સેકન્ડ જનરેશન પર સ્ટોરી ફોક્સ થશે તો કાવ્યા લંબાવશે મિત્રતાનો હાથ, અને પછી થશે કંઇક એવું કે..

અનુપમાના મેકર્સ સિરિયલને મજેદાર બનાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે અને મદાલસા શર્માના શો અનુપમામાં દરરોજ કોઈને કોઈ મજેદાર ટ્વીસ્ટ જોવા મળે છે. હવે આવનારા દિવસોમાં તમને અનુપમામાં એક પછી એક નવા ટ્વીસ્ટ જોવા મળશે. કારણ કે અનુપમાના આવનારા એપિસોડ્સમાં એવા ઘણા વળાંક આવશે જેનાથી સિરિયલની સ્ટોરી સંપૂર્ણપણે બદલાઈ જશે. તો ચાલો જાણી લઈને અનુપમામાં આવનારા 5 મોટા ટર્નિંગ પોઇન્ટ વિશે…

કાવ્યાએ જીત્યો ડાન્સ ચેલેન્જ.

અનુપમાં અને કાવ્યાનું ડાન્સ ફેસ ઓફ ચર્ચાનો વિષય બન્યો હતો. બન્ને વચ્ચે સૌથી સારું ડાન્સર કોણ છે એ જાણવા માટે મુકાબલો ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ એ જાણવા માટે ભેગા થયા છે કે શું થયું. ડાન્સ પરફોર્મન્સ પત્યા પછી કાવ્યા પાખીને સવાલ કરે છે કે કોણ વધુ સારું હતું? પાખીને ચૂપ જોઈને અનુપમાં ખુદ કાવ્યાને વિજેતા ઘોષિત કરી છે છે. ત્યારે લીલા કહે છે કે અનુપમાં સૌથી સારી માતા છે કારણ કે એમને જીતવા છતાં પોતાની હાર સ્વીકારી લીધી. પણ આ બાજુ કાવ્યા પાખીને વધુ ભડકાવે છે અને કહે છે કે અનુપમાએ એને વિજેતા ઘોષિત કરીને ખુદને મહાન બતાવવાની કોશિશ કરી.

પરિતોષને થશે ઘર છોડવાનો પસ્તાવો.

image soucre

આપણે હાલમાં જ જોયું કે કઈ રીતે પરિતોષે શાહ પરિવારમાંથી બહાર નીકળવાની ઈચ્છા વ્યક્ત કરી. રાખીએ પરિતોષને સલાહ આપી હતી પણ કિંજલ આ નિર્ણયથી ખુશ નહોતી. હવે આવનારા એપિસોડમાં આપણે જોઈશું કે કિંજલે ઘરમાંથી અલગ થવા માટે ના પાડી દીધી તો પરિતોષ રના નિર્ણય પર અડગ છે. રાખી પરિતોષને સમજાવે છે કે એને કિંજલને કોઈપણ ભોગે મનાવી લેવી જોઈએ. હવે પરિતોષ કંઈક ખરાબ પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાજુ બધા અનુપમાની ડાન્સ એકેડમી અને વનરાજના કેફના ઉદઘાટનમાં વ્યસ્ત છે. ત્યારે પરિતોષ કિંજલનું બ્રેઇનવોશ કરશે. એ જાણે છે કે કિંજલ પોતાના કરિયર સાથે કોમ્પરોમાઇસ નથી કરવા માંગતી. એવામાં પરિતોષ એને ભડકાવશે કે એક કેફે અને ડાન્સ એકેડમી ખુલવાથી ઘરની જવાબદારી એના ખભા પર આવી જશે શકયતા છે કે કિંજલ અને પરિતોષ ઘરમાંથી નીકળી જાય પણ પછી પરિતોષને પણ પોતાના આ નિર્ણય પર પસ્તાવો થાય તેવી શક્યતાઓ છે.

નવી પેઢી પર ફોક્સ થશે સ્ટોરી.

અનુપમાની સ્ટોરી હવે નવી પેઢી પર પણ ફોક્સ કરશે. દર્શક રૂપાલી અને સુદ્ધાંશુની સાથે સમર નંદીની અને કિંજલ તોશુંની નવી પેઢીની સ્ટોરી સાથે પણ જોડાશે. કિંજલ અને તોશુંની સ્ટોરી ખૂબ જ રિલેટેબલ છે કારણ કે એમના સંબંધમાં ચડઉતર હાલના દિવસોમાં ખૂબ જ સામાન્ય છે. જેમ કે અનુપમાં અને વનરાજના બન્ને દીકરા સમર અને પરિતોષ પોતાની પર્સનલ લાઈફમાં આગળ વધી રહ્યા છે. સમર અને નંદીનીના લગ્નને પણ મંજૂરી મળી ચુકી છે. તો પરિતોષ અને કિંજલ જોઈન્ટ ફેમેલીથી અલગ પોતાની લાઈફ શરૂ કરવા માંગે છે. સાથે જ પાખીનો રોલ પણ શોમાં સતત વધતો દેખાઈ રહ્યો છે.

અનુપમાં વનરાજની બિઝનેસ ઇનિંગ.

image soucre

અનુપમાના આવનારા એપિસોડમાં નવા બિઝનેસની શરૂઆત થવાની છે. પહેલા બતાવવામાં આવ્યું હતું કે વનરાજ, અનુપમાં, સમર, નંદીની બિઝનેસ માટે ખૂબ જ મહેનત કરે છે. અંતે કામ પૂરું થઈ ગયું છે જ્યાં એ કેફે અને એકેડમી શરૂ કરવા માટે તૈયાર છે. અનુપમાં કાવ્યા અને પરિવારના બીજા સભ્યો ઉદઘાટન માટે તૈયાર છે. પહેલીવાર અનુપમાં, વનરાજની સાથે મળીને પોતાના નવા બિઝનેસની શરૂઆત કરી રહી છે. બન્ને ફરી એકસાથે સમય વિતાવતા દેખાશે ભલે પ્રોફેશનલી જ કેમ ન હોય. સાથે જ વનરાજના દિલમાં અનુપમાં માટે સોફ્ટ કોર્નર છે એ બધા જાણે છે કારણ કે એને કાવ્યાને વોર્નિંગ આપી છે કે એ પાખી અને અનુપમાની વચ્ચે ન આવે. નહિ તો સારું નહિ થાય. એવામાં બની શકે કે સાથે કામ કરતા કરતા બન્ને વચ્ચેના બધા મનમોટાવ દૂર થઈ જાય છે અને એ ફરી એકબીજાની નજીક આવી જાય.

અનુપમાં અને કાવ્યામાં થશે મિત્રતા.

કેફેની થીમ અને મેન્યુ પર જેમ કે કાવ્યાએ પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો. કાવ્યાનુ કહેવું છે કે બિઝનેસમાં ઇમોશન ન લગાવો કારણ કે જો કેફે નહિ ચાલે તો પછી એ દુઃખી થશે. બિઝનેસની કોઈ ગેરેન્ટી નથી હોતી કે એ ચાલશે કે નહીં. અનુપમાં પહેલી વાર કાવ્યા સાથે સહમત થશે. અનુપમાં શાહ પરિવારને સમજાવે છે કે એ સાચું છે કે આશા જરૂર હોવી જોઈએ પણ એ વાતને દિલમાં ન રાખવી જોઈએ કે બિઝનેસ ચાલશે કે નહીં. આ બધું કોઈના જ હાથમાં નથી. અનુપમાએ જ્યારે કાવ્યાની સાઈડ લીધી તો પહેલી વાર ગુસ્સે ન થઈ. ખૂબ જ ઓછા અવસર પર કાવ્યા અને અનુપમાં એકબીજાની વાત પર સહમત થાય છે. શુ આ નવી મિત્રતાની શરૂઆત છે? એ તો આવનારો સમય જ બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.