આ બાળકીએ માત્ર 10 વર્ષે દુનિયાને કહી દીધું અલવિદા, શેરડીના મશીને લઈ લીધો જીવ, ઘટના જાણીને આંતરડી કકળી ઉઠશે

આ ઘટના હિસાર પંથકની છે. અહીં ધનસુ રોડ પર બાબા રામદેવ મંદિરની નજીકમાં જ એક મેળો ભરાતો હતો. આ મેળામાં સોમવારે બપોરે શેરડીના મશીનના સાથે ટક્કર લાગતાં 10 વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકી ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘાયલ હાલતમાં આ બાળકીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનો ધાંસુરની એક હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. આવી હાલતમાં બાળકીને જોઈને તરત જ તેને ચેક કરે છે પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હોય છે. ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરે છે.

image source

આ બાબતે મેળામાં ફરજ પરના સૈન્ય જવાનો દ્વારા આખી ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે, બપોરે 1 વાગ્યે ધનસુખ રોડ પર બાબા રામદેવના મેળો દરમિયાન મીરઝાપુરના મૂળ રહેવાસી 10 વર્ષિય જુહી રેહની સાથે નજીક રસ્તાની બાજુમાં ઉભો હતો. આ દરમિયાન જ જ્યારે એક રોડવેઝ બસ ત્યાં આવી ત્યારે તે બાળકી ગભરાઈને દોડવા લાગી અને પછી શેરડીના રસના સ્ટોલ પાસે પોહચી ગઈ.

image source

દરમિયાન તે ત્યાં શેરડીના રસના ચાલુ મશીનને અથડાઈ ગઈ હતી. આ સમયે મશીન ચાલુ હોવાના કારણે બાળકોનાં કપડાં સીધા મશીનમાં ફરી રહેલા પટ્ટામાં આવી ગયા હતા. કપડા મશીનમાં એવી રીતે ગુચવાઈ ગયા હતા કે બાળકી તે મશીન સાથે ફસાઈ ગઈ અને તેનું ગળું તૂટી ગયું

image soucre

આ કેસમાં મશીન ચલાવનાર રાકેશે જણાવ્યું હતું કે તે દરમિયાન મશીનનો પટ્ટોઅટવાઈ જવાને કારણે યુવતીના કપડાં ગંભીર રીતે તેમાં ફસાઈ ગયા હતા જે નીકળી શક્યા નહીં અને મશીનને બંધ કરી શકાયું નહી જેથી બાળકી વધારે પ્રમાણમાં ઘાયલ થઈ ગઈ હતી. ત્યારબાદ મશીનમાં આવી જવાના કારણે આ બાળકીને દૂર રસ્તા પર જઈને પડી હતી. રસ્તા પર તેનો ઘા ખુબ જોરથી થવાનાં કારણે તેની ડોક તૂટી ગઈ હતી. જોકે એ પછી તો એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરતુ ત્યાં સુધીમાં તો તે બાળકી તેના છેલ્લાં શ્વાસ લઈ ચૂકી હતી અને ડોકટરે તપાસ્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

image soucre

મળતી માહિતી મુજબ, આ બાળકી તેના મોટા બાપુના દીકરા નિર્મલ સાથે મેળામાં ગઈ હોવાનું જાણવાં મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકોનાં મૃતદેહ લઈને સિવિલ હોસ્પિટલમાં રાખ્યો હતો. પોલીસે આ કેસમાં સાક્ષીઓ અને સંબંધીઓના નિવેદનો પર કાર્યવાહી હાથ ધરી છે. આ બાદ મંગળવારે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાશે. આ બાળકી વિશે વધારે માહિતી આપતાં તેના ભાઈ સંદીપે જણાવ્યું કે તે બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તે ચાર બહેનો છે જેમાંથી તે બીજી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ