શિવજીએ કેમ ધારણ કર્યુ ત્રિશુળ, ડમરૂં અને ખળખળ વહેતા ગંગાજી, આ રહસ્યો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

ભગવાન શિવ એવા દેવ છે જેમની પૂજા આરાધનાથી બધા જ કષ્ટનું શમન થાય છે. મહાદેવ થોડી શ્રદ્ધા ભક્તિ સાથે કરેલી પૂજાથી તરત પ્રસન્ન થઈ જાય છે તેમજ પૂજાથી ભક્તોની મનોકામનાઓ પણ તરત પુરી થઈ જાય છે. ભગવાન શિવનો શણગાર અન્ય દેવતાઓની સરખામણીએ સૌથી અલગ છે, જે આપણી અલગ અલગ પ્રકૃતિને દર્શાવે છે. પૌરાણિક માન્યતા અનુસાર શિવજીના દરેક આભૂષણનો ખાસ પ્રભાવ અને મહત્વ જણાવવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ શુ છે મહત્વ શિવજીના શૃંગારનું.

માથા પર ધારણ કરે છે ગંગા.

image soucre

ગંગાજીને ભોલેનાથનો પહેલો અને મુખ્ય શણગાર માનવામાં આવે છે. શિવજીને ગાંગેય, ગંગેશ્વર, ગંગાધિપતિ, ગાંગેશ્વરનાથ વગેરે નામ પુનિત ગંગા ધારણ કરવાના લીધે જ છે.પૃથ્વીની વિકાસ યાત્રા માટે જ્યારે ગંગાજીને સ્વર્ગ પરથી ધરતી પર લાવવામાં આવ્યા હતા તો પૃથ્વીની ક્ષમતા ગંગાના આવેગને સહન કરવાની નહોતી. એવામાં સદાશિવે પોતાની જટાઓમાં ગંગાને સ્થાન આપીને આ સંદેશ આપ્યો કે આવેગની અવસ્થાને દ્રઢ સંકલ્પના માધ્યમથી સંતુલિત કરી શકાય છે.

માથા પર છે ચન્દ્રનો મુગટ..

image soucre

ચંદ્રને શિવજીનો મુગટ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવજીના ત્રીનેત્રોમાં એક સૂર્ય, એક અગ્નિ અને એક ચંદ્ર તત્વથી નિર્મિત છે. ચંદ્ર આભા, પ્રજ્વલ, ધવલ સ્થિતિઓને પ્રકાશિત કરે છે, જે મનના વિચારોના માધ્યમથી ઉતપન્ન થાય છે. આવી સ્થિતિમાં પ્રાણીએ પોતાનાથી યથા યીગ્ય શ્રેષ્ઠ વિચારોને પલ્લીવત કરીને સૃષ્ટિને કલ્યાણની દિશામાં આગળ વધારવી જોઈએ. ચંદ્રનું એક નામ સોમ છે જે શાંતિનું પ્રતીક છે. એ જ કારણે સોમવારને શિવપૂજન, દર્શન અને ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે.

ત્રણ ગુણોનું પ્રતીક ત્રિશુલ

image source

શિવજીના શનગારમાં ત્રિશુલને ખાસ સ્થાન છે. ત્રિશુલના ત્રણ શૂળ ક્રમશ સત, રજ અને તમ ગુણથી પ્રભાવિત ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ઘોટક છે. ત્રિશૂળના માધ્યમથી યુગ યુગાંતરમાં સૃષ્ટિ વિરુદ્ધ વિચારનાર રાક્ષસોનો સંહાર કર્યો છે.

ભસ્મ કરે છે ધારણ.

image soucre

શિવ પોતાના શરીર પર ભસ્મ ધારણ કરે છે. ભસ્મથી નશ્વરતાનું સ્મરણ થાય છે. પ્રલયકાળમાં સમસ્ત જગતનો વિનાશ થઈ જાય છે ફક્ત ભસ્મ જ શેષ રહી જાય છે. આ જ દશા શરીરની પણ થાય છે. વેદમાં રુદ્રને અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે. અગ્નિનું કાર્ય ભસ્મ કરવાનું છે. એટલે ભસ્મને શિવનો શૃંગાર માનવામાં આવે છે.

નાગદેવતા રહે છે ગળામાં.

image soucre

શિવ શંકરના ગળાના હાર સર્પને પ્રભુને અતિપ્રિય માનવામાં આવે છે. જ્યારે અમૃત મંથન થયું હતું ત્યારે અમૃત કળશ પહેલાના વિષને એમને એમના કંઠમાં રાખ્યું હતું. જે પણ વિકારની અગ્નિ હોય છે એમને દૂર કરવા માટે શિવે ઝેરીલા નાગની માળા પહેરી. બીજી બાજુ સર્પ તમોગુણી છે અને સંહારક વૃત્તિનો જીવ છે. એટલે સંહારીકતાના પ્રતીક સ્વરૂપે શિવે એને ધારણ કર્યો છે.

સકારાત્મક ઉર્જાનું પ્રતીક રુદ્રાક્ષ.

image source

રુદ્રાક્ષને પણ શિવના શૃંગાર તત્વમાંથી એક માનવામાં આવે છે. એનો ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. રુદ્રાક્ષની ઉતપત્તિ ભગવાન શંકરની આંખોના આંસુથી થઈ છે, એને ધારણ કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે.

પગમાં કડું.

image source

એ પોતાના સ્થિર અને એકાગ્રતા સહિત સુનિયોજિત ચરણબદ્ધ સ્થિતિને દર્શાવે છે. યોગીજન પણ શિવની જેમ એક પગમાં કડું ધારણ કરે છે. અઘોરી સ્વરૂપમાં પણ એ જોવા મળે છે.

ખપ્પર.

માતા અન્નપૂર્ણા પાસે શિવે પ્રાણીઓની ભૂખ શાંતિ માટે ભિક્ષા માંગી હતી, એનો એ આશય છે કે જો આપણા દ્વારા કોઈ અન્ય પ્રાણીનું કલ્યાણ થાય છે તો એની મદદ ચોક્કસ કરવી જોઈએ.

વ્યાઘ ચર્મ.

image soucre

શિવના દેહ પર વ્યાઘ ચર્મ ધારણ કરવાની કલ્પના કરવામાં આવી છે. વ્યાઘ અહંકાર અને હિંસાનું પ્રતીક છે એટલે શિવજીએ અહંકાર અને હિંસા બંનેને દબાવી રાખ્યા છે.

ડમરુ.

સંસારનું પહેલું વાદ્ય યંત્ર છે. એના સ્વરમાં વેદોના શબ્દોની ઉતપત્તિ થઈ છે એટલે એને નાદ બ્રહ્મ કે સ્વર બ્રહ્મ પણ કહેવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ