આ ગામમાં અનેક લોકો જાય છે ભૂતોનો મેળો જોવા, તમે જોયો કે નહિં?

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાથી ૪૨ કિમી દૂર ચિચોલી તાલુકાના મુખ્યાલયથી લગભગ ૭ કિમી દૂર આવેલ મલાજ પુરમાં ભૂતોનો મેળો લાગે છે. દરવર્ષે મકરસંક્રાતિ પછી આવતી પૂનમના દિવસે આ મેળો શરૂ થાય છે એ ભૂતોનો મેળો જે વસંત પંચમી સુધી ચાલે છે. દૂર દૂરથી લોકો અહીં પોતાના પરિવાર જનોને પ્રેતબાધાથી મુક્ત કરવા માટે આવે છે.

image source

ગુરુ સાહેબ બાબાની સમાધિ.:

કહેવાય છે કે ઇ.સ.૧૭૭૦માં ગુરુ સાહેબ બાબા નામના સાધુ અહીં બેસીને પોતાની શક્તિઓથી લોકોની દરેક પ્રકારની સમસ્યા અને પ્રેતબાધાને દૂર કરતા હતા. બાબા પાસે ચમત્કારિક શક્તિઓ હતી. તેઓ ભૂત-પ્રેતને વશમાં કરી લેતા હતા. ગામના બધા લોકો તેઓને ભગવાનનું રૂપ માનતા હતા.

image source

તેમણે એક વૃક્ષની નીચે જીવતા સમાધિ લઈ લીધી હતી. ગામના લોકોએ પાસે જ એક મંદિર બનાવી લીધું અને તેમની યાદમાં દર વર્ષે મેળાનો શુભારંભ કરાવી દીધો. તેમની યાદમાં ગામના લોકો આ ભૂતોના મેળામાં આગળ પડતો ભાગ લે છે. બાબાના ગયા પછી પણ અહીંયા પ્રેતબાધાથી પીડિત લોકોને છુટકારો મળે છે.

image source

શ્રી દેવજી સંતનો જન્મ વિક્રમ સંવંત ૧૭૨૭માં ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કટકુંહી ગામમાં થયો હતો. બાબાનું બાળપણથી રહેવાનું, ખાવા પીવાની રીત અજીબોગરીબ હતી. બાળપણથી જ ભગવાન ભક્તિમાં લીન શ્રી ગુરુ સાહેબ બાબાને મધ્યપ્રદેશના હરદા જિલ્લાની અંતર્ગત ગામ ખીડકીયાના સંત જયંત બાબા પાસેથી ગુરુમંત્રની દીક્ષા ગ્રહણ કરીને તીર્થયાત્રા કરતા કરતા તેઓ અમૃતસરમાં પોતાના ઇષ્ટ દેવની પૂજા આરાધના કરવા માટે કેટલાક દિવસ ત્યાં રોકાયા. આ સ્થાન પર ગુરુ સાહેબ બાબાને ‘દેવલા બાબા’ના નામથી લોકો ઓળખે છે. તેમજ આજે પણ ત્યાં દરવર્ષે તેમની યાદમાં વિશાળ મેળો લગાવવામાં છે.

કેવી રીતે મળે છે પ્રેતબાધાથી મુક્તિ?:

image source

મલાજપુર ગામના દેવજી મહારાજ મંદિરે લાગતો ભૂતોના મેળામાં ખરાબ આત્માઓ, ભૂત-પ્રેતો અને ચુડેલથી પ્રભાવિત લોકો એક ઝાડની પરિક્રમા કરે છે અને પોતાની બાધાઓ દૂર કરે છે. અહીંયા સાંજની પૂજા પછી પરિક્રમા કરે છે. માન્યતા મુજબ જેને કોઈ સમસ્યા હોય છે તે લોકો વિપરીત દિશામાં પરિક્રમા કરે છે, જ્યારે બીજા બધા લોકો સીધી દિશામાં પરિક્રમા કરે છે. પરિક્રમા દરમિયાન જે લોકોને ભૂત પ્રેતનો ઓછાયો હોય તેવા લોકો પોતાના હાથ અને જીભ પર કપૂર સળગાવીને રાખી લે છે.

image source

મલાજપુર સ્થિત બંધારા નદીમાં કડકતી ઠંડીમાં નાહી લીધા પછી કેટલીક મહિલાઓ અને પુરુષો ગુરુ સાહેબ બાબાની સમાધિની ચારે બાજુ ચક્કર લગાવે છે. આ ચક્કર લગાવતા સમયે બાબા પાસે દયાની ભીખ માંગે છે અને વચન આપે છે કે હવે આ વ્યક્તિના શરીરમાં ફરી ક્યારેય પ્રવેશ નહિ કરે.

પ્રેત બાધાથી મુક્ત થયા પછી ગોળ ચઢાવાય છે.:

image source

જ્યારે લોકો પ્રેતબાધાથી મુક્ત થઈ જાય છે પછી તેમને ગોળથી તોલવામાં આવે છે. આ ગોળને મંદિરમાં દાન આપી દેવામાં આવે છે. અહીંયા દર વર્ષે સેંકડો કવીંટલ ગોળ ભેગો થઈ જાય છે. અહીંયા મોટા પ્રમાણમાં ગોળ ભેગો થવા છતાં પણ તેમાં કીડીઓ, માખીઓ કે કોઈપણ પ્રકારના કીડા જોવા મળતા નથી. લોકો આ વાતને પણ ચમત્કાર માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ