વગર વાંકે વારંવાર જેલમા જાય છે આ માસુમ બાળકી, સમગ્ર ઘટના વિશે જાણીને તમે પણ ડરી જશો

મિત્રો, આ સમગ્ર વિશ્વમા જો કોઈપણ વ્યક્તિ ખોટુ કામ કરે છે તો તેને કાયદા અનુસાર શિક્ષા અવશ્ય આપવામા આવે છે. ગુનાહિત વ્યક્તિ ભલે ગમે તેટલો ચતુર અને બુદ્ધિશાળી હોય પરંતુ, તે એક દિવસ તો કાનુનના શિકંજામા અવશ્યપણે આવી જાય છે. ગુનેગાર વ્યક્તિને પકડવા માટે પોલીસ રાત-દિવસ એક કરી દેતી હોય છે. દોષિત વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ ગુનાહિત પ્રવૃત્તિ માટે જે પણ સજા કાયદાકીય રીતે નક્કી કરવામાં આવી હોય તે તેણે ભોગવવી જ પડે છે.

image source

એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે, મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ-અલગ જેલની વ્યવસ્થા હોય છે પરંતુ, આજે અમે તમને એક એવા ગુનેગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને સાંભળ્યા પછી એક ક્ષણ માટે તમે પણ ઊંડા વિચારમા સારી પડશો.

image source

તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે, એક ચાર વર્ષનુ બાળક જેલમા ગયુ હોય? આજે આ લેખમા અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ચાર વર્ષની કુમળી વયે પાંચ થી છ વખત જેલની હવા ખાઈ ચુક્યુ છે, શુ છે આ સમગ્ર ઘટના? ચાલો જાણીએ.

image source

કદાચ તમને આ વાત સાંભળીને થોડા સમાય માટે વિશ્વાસ નહિ આવે પરંતુ, આ ઘટના એકદમ વાસ્તવિક છે કે, આ ચાર વર્ષની બાળકીએ આ નાની ઉંમરે જેલની હવા ખાઈ ચુકી છે. હવે તમે જાણવા ઇચ્છશો કે, આ છોકરીનો શુ ગુનો હતો? જેના કારણે તેણે પાંચ વાર જેલમાં જવું પડ્યુ.

સામાન્ય રીતે બાળકો ને સગીર હોવાને કારણે તેમને જેલમા મોકલવામા આવતા નથી પરંતુ, બાળ સુધારણા કેન્દ્રમા મોકલવામા આવે છે પરંતુ, આ બાળકી સાથે આવુ કરવામા આવ્યુ ના હતુ અને તેને બાકીની મહિલા કેદીઓ સાથે તેને જેલમા રહેવુ પડ્યુ હતુ અને તે પણ એકવાર નહીં પરંતુ, પાંચ વાર.

image source

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો છે, જ્યાં એક માતા તેના બાળક સાથે રહે છે અને તે વ્યવસાયે ચોર છે. તેણીની પાસે ચોરી સિવાય આવકનુ કોઈ અન્ય વિકલ્પ નથી અને ચોરીના કારણે આ મહિલાએ ઘણીવાર જેલમા જવુ પડ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, આ માસુમ બાળકીએ કોઈ ગુનો નથી કર્યો પરંતુ, આ બાળકીને તેની માતાના કારણે જેલમા જવુ પડ્યુ છે.

image source

આ યુવતીની માતા ચોરી કરતી ગેંગમાં કામ કરે છે અને જ્યારે પણ ચોરીના કેસમાં તેની ધરપકડ થાય છે ત્યારે તેની માસુમ પુત્રીને પણ તેણી સાથે જેલમા જવુ પડે છે. જ્યારે પણ તે જેલમાં જાય છે ત્યારે તે તેની બાળકીને પોતાની સાથે રાખે છે. આ જ કારણ છે કે, આટલી નાની ઉંમરે આ બાળકીએ પાંચ વખત જેલનો ચહેરો જોયો. જોવામા આવે તો આમાં આ છોકરીનો કોઈ દોષ નથી પરંતુ, તેમછતા તે તેની માતા સાથે સજા ભોગવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ