આ તારીખથી બદલાઇ જશે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથેનો આ નિયમ, જાણી લેજો નહિં તો પછી….

નવા વર્ષની શરૂઆત સાથે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સાથે એક નવો નિયમ જોડાશે જેના કારણે તમારા નાણાકીય વ્યવહાર અને કાર્ડના ઉપયોગમાં મોટો ફેરફાર થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપી હતી. જે અંતર્ગત હવે તમે કોઈ પણ પિન વિના કેન્ટ્રેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 5000 રૂપિયા સુધીની રકમ સરળતાથી ચૂકવી શકશો. ગ્રાહકો માટે આ સુવિધા 1 જાન્યુઆરી 2021 થી દેશભરમાં લાગુ થશે. કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સુવિધામાં પિન વિના અત્યાર સુધી મહત્તમ 2 હજાર રૂપિયાની જ આપ-લે કરી શકાતી હતી.

image source

વન નેશન વન કાર્ડ યોજના અંતર્ગત ભારતીય કંપની રૂપેએ કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા હતા. આ કાર્ડ્સની મદદથી તમે સાર્વજનિક ટ્રાંસપોર્ટથી લઈને શોપિંગ મોલ્સ સુધીના સ્થળોએ પૈસા સરળતાથી ચુકવી શકો છો. રૂપેનું આ કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે. જે દિલ્હી મેટ્રોમાં કાર્ડની જેમ જ ચાલે છે. હવે દેશની તમામ બેંકો રૂપેના નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરશે.

કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન એટલે શું?

image soucre

આ ટેકનીકની મદદથી કાર્ડ ધારકે પેમેન્ટ કરવા માટે કાર્ડ સ્વાઇપ કરવાની જરૂર નથી. પેમેન્ટ માટે આ કાર્ડને મશીનની 2 થી 5 સેન્ટિમીટર સુધીની રેન્જમાં રાખવામાં આવે તો ચુકવણી થઈ શકે છે. તેના માટે મશીનમાં કાર્ડ સ્વાઈપ કરવું આવશ્યક નથી. આ ઉપરાંત તેમાં કોઈપણ પિન અથવા ઓટીપી પણ આવશ્યક નથી. આ રીતે પેમેન્ટ કરવા માટેની મહત્તમ મર્યાદા 2,000 રૂપિયા હતી જે હવે વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે. યૂઝર્સ એક દિવસમાં 5 ટ્રાન્ઝેકશન કરી શકે છે.

કાર્ડ કેવી રીતે મેળવવું?

image source

આ કાર્ડ મેળવવા માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવો પડશે. આ કાર્ડ બેન્ક ઉપરાંત પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા પણ આપવામાં આવે છે. આ કાર્ડનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરવા પર 5%થી લઈ 10 ટકા સુધી કેશબેક પણ મળે છે.

image source

જો કે આ કાર્ડને લઈને વધારે સાવચેત પણ રહેવું પડશે. આ કાર્ડના ઉપયોગ માટે પિન કે ઓટીપીની જરૂર રહેશે નહીં તેથી જો કોઈ પાસે તમારું કાર્ડ આવી જાય તો તે 5000 સુધીની ખરીદી કરી શકે છે. આવી સ્થિતિમાં યૂઝરે તુરંત પોતાની બેન્કનો સંપર્ક કરવો પડશે. જો કે તમારા કાર્ડથી તમારી જાણ બહાર કોઈ શોપિંગ કરે તો તેનું વળતર બેન્ક ચુકવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ