ઘરમાં ગેસની બોટલ ખુટવા આવી હોય તો જલદી મંગાવી લેજો! ડિલરો જઈ રહ્યા છે હડતાળ પર

ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશન દ્વારા હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

સામાન્ય રીતે દેશમાં દિવસેને દિવસે LPG ગેસ સિલેન્ડરના ભાવ વધતા જ જાય છે અને દેશના મધ્યમ અને ગરીબ વર્ગને તેની સૌથી વધારે અસર જોવા મળે છે જેના લીધે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના જીવનમાં ઘણા બધા ફેરફાર થતા એકસાથે જોવા મળી જાય છે. પરંતુ આજ રોજ પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ આ વખતે LPG ગેસના સિલેન્ડરના ભાવમાં વધારો થયો નથી પરંતુ કઈક એવું થયું છે જેના પરિણામે ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશન દ્વારા હડતાલ કરવાની ધમકી આપવામાં આવી છે.

image source

લાયસન્સ પદ્ધતિનો વિરોધ કરવા માટે ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશન દ્વારા હડતાલ પર ઉતરી જવાની ધમકી આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય LPG ગેસ ડીલર ફેડરેશનના સભ્યો એવું જણાવી રહ્યા છે કે, LPG ગેસ ડીલર્સની પાસે લાયસન્સનો કાયદો લાગુ કરવામાં આવશે તો ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવ્યો હોવાનો આરોપ ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશન દ્વારા લગાવવામાં આવ્યો છે.

image source

LPG ગેસ ફેડરેશનના સભ્યોનું કહેવું છે કે, વર્ષ ૧૯૮૫માં લાગુ કરવામાં આવેલ LPG ગેસ કંટ્રોલ ઓર્ડરના કાયદો અને હાલમાં લાગુ કરવામાં આવેલ લાયસન્સનો કાયદો એક જેવો જ છે. આવા સમયમાં જ્યાં પહેલેથી જ LPG ગેસ કંટ્રોલ ઓર્ડરનો કાયદો છે જ તો પછી હવે લાયસન્સના કાયદાને કેમ અમલમાં મુકવામાં આવ્યો છે.? લાયસન્સ પદ્ધતિનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો હોવાનો લીધે HP, ભારત ગેસ અને ઇન્ડીયન ઓઈલના LPG ગેસના ડીલર્સ દ્વારા હડતાલ પર જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે.

image source

એબીપી લાઇવ તરફથી જારી કરવામાં આવેલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, LPG ગેસ ડીલર ફેડરેશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, ગુજરાત રાજ્યમાં કાર્યરત HP, ભારત ગેસ અને ઇન્ડીયન ઓઈલ કંપનીઓના ડીલર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લાયસન્સનો કાયદો ફક્ત ગુજરાત રાજ્યમાં જ લાગુ કરવામાં આવ્યો છે.

image source

જેના લીધે ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશનના સભ્યો તરફથી હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી દેવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, ગુજરાત રાજ્યના LPG ગેસ ડીલર ફેડરેશનના સભ્યોને શું ખરેખરમાં હડતાલ પર ઉતરવું પડશે કે પછી રાજ્ય સરકાર તરફથી લાયસન્સના કાયદાને પાછો લઈ લેવામાં આવશે? તે હવે જોવું રહ્યું. તેમ છતાં વર્ષ ૧૯૮૫માં અમલમાં મુકવામાં આવેલ LPG કંટ્રોલ ઓર્ડર કાયદો લાગુ જ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ