આધાર કાર્ડ વગર પણ મળી શકે છે LPG સબસીડી, જાણો આ માટે શું કરવુ પડશે નાનકડું કામ

આમ તો આપણે ભારતીયો પાસે પોતાની ઓળખ પુરવાર કરવા માટે અનેક સરકારી દસ્તાવેજો હોય છે. પરંતુ તે તમામ દસ્તાવેજોમાં આધાર કાર્ડ એ ગણતરીના અને અગત્યના દસ્તાવેજો પૈકી એક છે જેની ડગલે ને પગલે જરૂર ઉભી થાય છે. તમારે બેંકમાં તમારા નામનું અકાઉન્ટ ખોલાવવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હોય આધાર કાર્ડ તેના માટે આવશ્યક અને ફરજીયાત ડોક્યુમેન્ટ છે.

image socure

એટલું જ નહીં પણ હવે તો અમુક સ્કૂલો અને કોલેજોમાં પણ આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સરળ ભાષાના વાત કરીએ તો બાળકથી લઈને વૃદ્ધો સુધી લગભગ બધાના જીવનમાં આધાર કાર્ડ એક જરૂરી ભાગ બની ગયુ છે. આધાર કાર્ડ હોવાનો એક ફાયદો એ છે કે તમારે એક સાથે ઘણા બધા ડોક્યુમેન્ટ રાખવાની જરૂર નથી રહેતી.

image socure

ત્યારે ગેસ સિલિન્ડરની સબસીડી ડાયરેકટ ગ્રાહકોના બેંક અકાઉન્ટમાં જાય છે જો કે સબસીડી લેવા માટે તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. પરંતુ તમારું આધાર કાર્ડ કોઈ કારણોસર બેંક અકાઉન્ટ કે LPG કનેક્શન સાથે લિંક કરવાનું રહી ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ગેસ કનેક્શન લેવા પર તમે ગેસ સબસીડીના હકદાર બની જાવ છો. આજના આ ઉપયોગી માહિતી સંબંધિત લેખમાં અમે તમને આધાર કાર્ડ વિના LPG ગેસ સબસીડી કઈ રીતે મેળવવી તે અંગે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

આ રીતે મળે છે LPG ગેસ સબસીડી

image socure

આધાર કાર્ડ વિના સબસીડી મેળવવા માટે ગ્રાહકે કે ગેસ એજન્સી પાસેથી ગેસ કનેક્શન ખરીદ્યું હોય તે એજન્સીએ જવાનું રહેશે. ગેસ એજન્સી LPG ડિસ્ટ્રીબ્યુટરને તમારા બેંક અકાઉન્ટના ખાતા નંબર આપવાના રહેશે. આ રીતે તમારા ગેસ કનેક્શન સાથે તમારું બેંક અકાઉન્ટ લિંક થઈ જશે. ત્યારબાદ ગ્રાહકની LPG સબસીડી સીધા જ તેના બેંક અકાઉન્ટમાં જમા થઈ જશે. આ અંતર્ગત ગ્રાહકે પોતાના બેંક અકાઉન્ટની વિગત જેમ કે ખાતાધારકનું નામ, બેંક અકાઉન્ટ નંબર, બેંક બ્રાન્ચનો આઈએફએસસી (IFSC) કોડ, અને 17 આંકડાનો LPG કન્ઝ્યુમર આઈડી નંબર વગેરે..

image socure

જો કે આ સુવિધા માટે એ લોકોને જ આપવામાં આવી રહી છે જેમની પાસે હજુ આધાર કાર્ડ નથી. અને આધાર કાર્ડ ન હોવાને કારણે તેઓ સબસીડી મેળવવાથી વંચિત ના રહે. ખાસ વાત એ પણ છે કે જ્યારે તમારું આધાર કાર્ડ બની જાય ત્યારે તેને બેંક અકાઉન્ટ સાથે લિંક કરી તેની માહિતી ગેસ એજન્સીને પણ આપવી.

આધાર કાર્ડ ને આ રીતે LPG સાથે કરો લિંક

image socure

આધાર કાર્ડને તમારા LPG ગેસ કનેક્શન સાથે લિંક કરવા માટે તમારે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરાયેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કસ્ટમર કેયર જેના નંબર 1800 2333 555 છે ત્યાં કોલ કરવાનો રહેશે. ત્યાં કસ્ટમર કેયર અધિકારીને તમારો આધાર નંબર જણાવી તમારા ગેસ કનેક્શન સાથે લિંક કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!