લોકડાઉનની અફવાએ ફરી વ્યસનીઓના જીવ અદ્ધર ચઢાવ્યાં, પાન-મસાલા લેવા પડાપડી

ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે વધારો થતા હાઈકોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચારવા ટકોર કરી હતી અને ત્યાર બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી અને તાત્કાલિક હાઈ લેવલ મિટિંગ બોલાવી ગુજરાતના 20 શહેરમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ નાઈટ કર્ફ્યુ રાત્રીના 8 કલાકથી સવારે 6 કલાક સુધી લાગુ કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે આ પહેલા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ હતું.

image source

તમને જણાવી દઈએ કે સીએમ રૂપાણીની જાહેરાત પહેલા સમગ્ર રાજ્યામાં લોકડાઉનની અફવા ફેલાઈ હતી જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો શાકભાજી અને કરિયાણાની દુકાને ખરીદી માટે પહોંચી ગયા હતા. તો બીજી તરફ રાજકોટ ખાતે તો પાન મસાલાના વ્યવસનીઓ પાન મસાલાની હોલસેલની દુકાનો બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી. નોંધનિય છે કે આ પહેલા લાગુ કરવામાં આવેલા લોકડાઉન સમયે પાન મસાલાની ભારે તંગી થઈ હતી જેના કારણે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો અને લોકો ઘણા હેરાન થયા હતા.

image socure

તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં બે થીત્રણ દિવસનું લોકડાઉન અથવા કર્ફ્યુની જરૂરત છે જેથી કોરોનાની ચેન તોડી શકાય. હાઈકોર્ટના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં લોકાડઉન લાગુ થશે તેવી સોશિયલ મીડિયા પર અફવા વહેતી થઈ હતી અને મોટા શહેરોમાં લોકો કરિયાણુ, શાકભાજી લેવા માટે બજારમાં દોડી ગયા હતા. તમને જણાવી દઈએ કે લોકડાઉનની આ અફવાથી સૌથી વધારે વ્યસનીઓ ચિંતામાં મુકાયા હતા. જેથી તેઓ પાન બીડી લેવા પાનના ગલ્લે લાઈનમાં ઉભા રહી ગયા હતા.

image source

તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશનના રોડ પર આવેલા પાન-બીડીની હોલસેલ દુકાનો બહાર લોકોએ રીતસની લાંબી લાઈનો લગાવી દીધી હતી. નોંધનિય છે કે, ગુજરાતમાં ફરી લોકડાઉન લાગશે તેવી વાતને લઈને વ્યસનીઓ પાન મસાલા અને બીડી સહિતની વસ્તુઓ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.

image socure

આ ઉપરાંત રાજકોટમાં મોલની બહાર પણ ઘ વપરાશની વસ્તુઓ લેવા માટે લોકો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. ફક્ત રાજકોટ જ નહી પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા માં પણ મોટી સંખ્યામાં લોકો મોલ અને પાન મસાલાની દુકાનો ખાતે પહોંચી ગયા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ ભુલાઈ ગયું હતુ અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જામી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!