LPG Gas કનેક્શન લેવા સરકાર આપશે 1600 રૂ., આજે જ જાણી લો કેવી રીતે લેશો આ સ્કિમનો લાભ

તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે રજુ કરવામાં આવેલ બજેટમાં (Budget 2021) નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitaraman) દ્વારા ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) હેઠળ નવા ૧ કરોડ LPG ગેસ કનેક્શન (Gas Connection) આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મફત રસોઈ ગેસ એલપીજી ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે જેના લાભ એક કરોડ જેટલા લાભાર્થીઓ મેળવી શકશે. ઉજ્જવલા યોજના હેઠળ જે પરિવારો BPL શ્રેણી (BPL Category)માં સમાવેશ કરવામાં આવ્યો છે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

image soucre

આપને જણાવીએ કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ પરિવારને LPG ગેસ કનેક્શન લેવા માટે ૧૬૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આની સાથે જ ગેસનો ચૂલો ખરીદવા માટે અને પ્રથમવાર એલપીજી સિલેન્ડર ભરાવવાનો ખર્ચની ચુકવણી કરવા માટે હપ્તાની સુવિધા પણ આપવામાં આવી શકે છે.

આવી રીતે આપ અરજી કરી શકો છો.

image soucre

આજના સમયમાં પણ ગામડામાં રહેતી લાખો મહિલાઓ લાકડા અને છાણાની મદદથી જ પોતાના પરિવાર માટે ભોજન બનાવે છે જેના લીધે તે મહિલાઓને ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આ ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી ગેસ કનેક્શન મેળવવા માટે માત્ર બીપીએલ પરિવારની મહિલાઓ દ્વારા જ કરી શકાયછે. એના માટે આપે કેવાયસી ફોર્મ ભરીને તે ફોર્મને નજીકના એલપીજી કેન્દ્રમાં જમા કરાવી દેવું. આપે અરજી કરતા સમયે, એ પણ જણાવવું પડશે કે, શું આપ ૧૪.૨ કિલોગ્રામ સિલેન્ડર લેવા ઈચ્છો છો કે પછી ૫ કિલોગ્રામ? આપ આ યોજનાનું ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અધિકારીક વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો કે પછી આપને એલપીજી કેન્દ્ર પરથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અરજી કરનાર મહિલાની ઉમર ૧૮ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહી આ સાથે જ તે મહિલાના પરિવારનો સમાવેશ બીપીએલમાં થયેલ હોવો જોઈએ. ઉપરાંત અરજી કરનાર વ્યક્તિના નામે અન્ય કોઈ ગેસ કનેક્શન હોવું જોઈએ નહી.

LPG ગેસ કનેક્શન મેળવવા માટે આપની પાસે આ દસ્તાવેજની જરૂરિયાત રહેશે.:

image source

આપને LPG ગેસ કનેક્શન લેવા માટે પંચાયતના અધિકારી કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ દ્વારા અધિકૃત બીપીએલ કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ સાઈઝના ફોટોસ, રેશન કાર્ડની નકલ, ગેઝેટેડ અધિકારી દ્વારા ચકાસી લેવામાં આવેલ સ્વ- ઘોષણા પત્ર, એલઆઈસી પોલિસી, બેંક સ્ટેટમેન્ટ,BPL યાદીમાં નામની પ્રિન્ટ આઉટ.

જો આપને ઉજ્જવલા યોજના વિષે વધારે જાણકારી મેળવવા માટે આપે પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની વેબસાઈટ

https://www.petroleum.nic.in/sites/default/files/ઉજ્જવલા યોજના .pdf પર પણ જઈને માહિતી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ