ના હોય! લોકોએ આ એપ એટલી બધી ડાઉનલોડ કરી છે કે ના પૂછો વાત, WhatsApp પણ ફેંકાઇ ગયુ પાછળ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ (Telegram) વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થનારી નોન ગેમીંગ એપ બની ગઈ છે. Telegram ની જાન્યુઆરી મહિનામાં થયેલ કુલ ડાઉનલોડિંગમાં 24 ટકા ભારતનો ફાળો છે. આ માહિતી Sensor Tower એ પોતાના એક અહેવાલમાં જણાવી હતી. સેન્સર ટાવરના અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં ટેલિગ્રામ એપ 63 મિલિયન એટલે કે 6.3 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી જે પૈકી 1.5 કરોડ ડાઉનલોડ ભારતમાં થયા હતા.

image source

ટેલિગ્રામ એપની ડાઉનલોડિંગમાં આ વધારો WhatsApp ની નવી પોલિસી આવ્યા બાદ જોવા મળ્યો છે. જો કે વ્હોટ્સએપએ પોતાની પોલિસીને હાલ ત્રણ મહિના સુધી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે. ભારત બાદ ટેલિગ્રામને સૌથી વધુ ડાઉનલોડ કરનારા દેશ તરીકે ઇન્ડોનેશિયાનું નામ આવે છે.

image source

સેન્સર ટાવરના અહેવાલ મુજબ જાન્યુઆરી 2021 માં ડાઉનલોડિંગ મામલે ટેલિગ્રામ પ્રથમ નંબરે, ટિકટોક બીજા નંબર પર, Signal ત્રીજા નંબરે અને ફેસબુક ચોથા નંબરે રહી. WhatsApp ની સ્થિતિ બહુ ખરાબ છે કારણ કે તે પહેલ્સ ત્રીજા નંબરે હતી અને હવે તે નીચે ગગડીને પાંચમા નંબરે પહોંચી ગઈ છે.

image source

ટિકટોકને જાન્યુઆરી મહિનામાં કુલ 6.2 કરોડ ડાઉનલોડ મળ્યા હતા જે પૈકી 17 ટકા ડાઉનલોડચીનથી થયા હતા. ત્યારબાદ 10 ટકા ડાઉનલોડ અમેરિકામાંથી થઈ હતી. ડિસેમ્બરમસ ટિકટોક સૌથી વધુ વખત ડાઉનલોડ થનારી એપ બની હતી અને તે દરમિયાન ટેલીગ્રામ ટોપ-5 માં પણ નહોતી. પરંતુ માત્ર એક જ મહિનામાં ટેલીગ્રામ પહેલા ક્રમે પહોંચી ગયું હતું.

image source

જાન્યુઆરી 2021 માં ડાઉનલોડિંગ મામલે Instagram છઠ્ઠા સ્થાને છે અને ત્યારબાદ નોન ગેમિંગ એપમાં Zoom, MX Taka Tak, Snapchat અને Messenger ની સૌથી વધુ ડાઉનલોડિંગ નોંધાઈ છે. ડાઉનલોડના આ આંકડા ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોર બન્નેના છે.

જાન્યુઆરીમાં ટેલિગ્રામના ડાઉનલોડનો આંકડો 50,000 પાર

image source

ટેલિગ્રામ દ્વારા જાન્યુઆરીમાં જણાવાયું હતું કે વિશ્વભરમાં તેના ડાઉનલોડની સંખ્યા 50 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. માત્ર 72 કલાકમાં જ ટેલિગ્રામ પર 2.5 કરોડ નવા યુઝર્સ રજીસ્ટર્ડ થયા હતા. આ માહિતી ટેલિગ્રામના ફાઉન્ડર એવા પાવેલ દુરોવએ જ આપી હતી. દુરોવે જણાવ્યું હતું કે ટેલિગ્રામની જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 50 કરોડ હતી જે આગલા સપ્તાહે માત્ર 72 કલાકમાં ક 52.5 કરોડે પહોંચી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ