80 લાખની લોટરી લાગતાં ગભરાઈ ગયો મજૂર, અને પછી દોડ્યો એવી જગ્યાએ કે..પૂરી ઘટના વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

કેરળમાં મજૂર તરીકે કામ કરતી વ્યકિત નસીબના જોરે લાખોનો માલિક બની ગઈ છે. કહેવાય છે ને કે, ઉપરવાળો જ્યારે પણ આપે દિલ ખોલીને આપે છે. પશ્ચિમ બંગાળનો પ્રતિભા મંડલ કેરળમાં મજૂરી કામ કરતો હતો. તે 40 રૂપિયાની લોટરી ટિકિટથી 80 લાખ જીતી ગયો છે. કારૂણ્ય પ્લસ લોટરીની સ્કીમમાં સાપ્તાહિક લોટરી જીત્યા પછી તેણે સ્થાનિક પોલીસની સહાયતા લઈને ઈનામની રકમ મેળવવા કાર્યવાહી કરી. પશ્ચિમ બંગાળના પ્રતિભા મંડલ લગભગ ચાર વર્ષ પહેલાં પરિવારના પાલન પોષણ માટે કેરળ આવ્યા હતા. તેણે ક્યારેય કોઇ મોટું સ્વપ્ન જોયું ન હતું. બાંધકામનું કામ કરનારાએ કદી કલ્પના પણ કરી ન હતી કે તે એક દિવસ કરોડપતિ બની જશે. પરંતુ તાજેતરમાં જ જ્યારે લોટરીનાં પરિણામો જાહેર થયાં ત્યારે મંડલ આને લઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તે ડરી પણ ગયો. તેની લોટરીની ટિકિટ PC 359410 એ ડ્રોમાં 80 લાખ રૂપિયાનું પહેલું ઇનામ જીત્યું.

80 લાખની લોટરી લાગતા હેબતાઈ ગયો

image soucre

કારૂણ્ય પ્લસ લોટરીની ટિકિટ કેરળ સરકાર દ્વારા દર સાપ્તાહિક બહાર પાડવામાં આવે છે. જેમાં પશ્ચિમ બંગાળના મજૂરે 80 લાખ રૂપિયા જીત્યા હતા.કેરળના આ મજૂરનું નામ પ્રતિભા મંડલ છે. તે એક પ્રવાસી મજૂર છે, જે તિરૂવંતપુરમમાં કંન્સટ્રક્શનનું કાર્ય કરતો હતો. જેને 40 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી. જેના કારણે તે રાતો રાત અમીર બની ગયો છે. લોટરીમાં આટલી મોટી રકમ જીતવા બદલ તે શરૂઆતમાં ઘણો ખુશ હતો, પરંતુ અત્યારે થોડો ભયભીત પણ છે. કારણકે, પ્રતિભા આટલી મોટી રકમ જીતીને હેબતાઈ ગયો હતો અને તેની પાસે બેંન્ક એકાઉન્ટ પણ ન હોવાથી તે અસમંજસમાં આવી ગયો હતો.

80 લાખની લોટરી લાગતા મજૂરે પોલીસ સુરક્ષાની માંગ કરી

image source

આ પછી તિરુવનંતપુરમમાં મજુરી કરતા મંડલ ભયભીત થઈ ગયા અને પોલીસ પાસે ગયા અને ત્યાં જઇને સુરક્ષાની માંગ કરી. અહીં પોલીસે તેમને ખાતરી આપી અને વિજેતા ટિકિટને બેંકમાં જમા કરાવવામાં મદદની ઓફર કરી. પોલીસે જાણ કરતાં કેનેરા બેંકના અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા અને ટિકિટને લોકરમાં રાખવા માટે સહેમત થયા.

લોટરીની ટિકિટ લેતો હતો અને જ્યારે એજન્ટે તેને ખુશખબર જણાવી ત્યારે તેને સુખદ આશ્ચર્ય થયું.

image source

કેરળમાં મંડલ જેવા મોટાભાગના મજુરો પાસે બેંક એકાઉન્ટ્સ કે પાનકાર્ડ નથી. પોલીસે તેને બેંક ખાતું ખોલવા કહ્યું. બાદમાં મંડલે સ્થાનિક મીડિયાને કહ્યું કે તે ઘણીવાર મનોરંજન માટે લોટરીની ટિકિટ લેતો હતો અને જ્યારે એજન્ટે તેને ખુશખબર જણાવી ત્યારે તેને સુખદ આશ્ચર્ય થયું. જ્યારે તેમની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, 44 વર્ષીય મજુરે કહ્યું કે તે એક નવું મકાન બાંધવા માંગે છે અને તેના એકમાત્ર પુત્રની સારી રીતે સાર-સંભાળ રાખવા માંગે છે. તેની પત્ની 3 વર્ષ પહેલા તેને છોડી ગઈ હતી. મંડલે કહ્યું કે તે હંમેશની જેમ જીવન જીવી લેશે અને કેરળમાં કામ કરવાનું ચાલુ રાખવું કે પોતાના વતન ગામ પાછા જવું તે અંગે હજી નિર્ણય લીધો નથી.

પોલીસે મજૂરની સહાયતા કરી

image source

આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતા પ્રતિભા મંડલ પોતાની સુરક્ષાની માંગ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર બાબતને વિગતવાર સમજીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બેંન્કના કર્મચારીઓને પોલીસ સ્ટેશને બોલાવીને મજૂરનું બેંન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું અને તેની લોટરી ટિકિટને બેંન્કના લોકરમાં મૂકાવી હતી. કેરળની કારૂણ્ય પ્લસ લોટરીમાં પ્રથમ વિજેતાને 80 લાખ રૂપિયા આપવામાં આવે છે, ત્યાં જ બીજા વિજેતાને 10 લાખ અને એના પછી 8000 રૂપિયાનું આશ્વાસન ઇનામ પણ આપવામાં આવે છે.

લોટરીના કેટલાક નિયમો

image source

લોટરીમાં જો 5 હજારથી ઓછી ધનરાશિના વિજેતા બને તો વિજેતા કેરલની કોઈપણ લોટરીની દુકાન પર જઈને પૈસા ઉપાડી શકે છે. જો વિજેતાને 5 હજારથી વધુ રૂપિયાનું ઇનામ લાગે તો તેણે ટિકિટ અને ID પ્રૂફ લઈને સરકારી લોટરી ઓફિસ જઈને બતાવવાનું રહે છે. આ પ્રકારની લોટરીમાં જે કોઈપણ વિજેતા હોય તેને 30 દિવસની અંદર જ લોટરી ટિકિટની ચકાસણી કરાવવાની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ