લોકડાઉન સમયે જો કારમાં ચડાવેલી હોય હેન્ડબ્રેક, તો જલદી વાંચી લો આ માહિતી કારણકે..

અત્યારે ચાલતાં લોકડાઉનમાં તમે પોતાની કારમાં જો હેન્ડબ્રેક ચડાવીને રાખી હોય, તો તે તરત જ ઉતારી દો! નહીંતર આવું કંઇક થશે…

લોકોના જીવન અટકી ગયા છે લોકડાઉનમાં! આમ તો આ કોરોના વાયરસ જેવા ગંભીર રોગથી બચવા માટેનો એક જ ઉપાય છે. લોકડાઉનને કારણે મોટાભાગના લોકોનાં વાહનો પણ ઘેર જ પડ્યા છે. ઘણા રાજ્યો પણ લોકડાઉન લંબાવવાની માંગ કરી રહ્યા છે, જો આવું થાય, તો વાહનો લાંબા સમય સુધી ઘરે પડ્યા રહી શકે છે. આવી સ્થિતિમાં વાહનોની સાર-સંભાળ પણ ખૂબ જ જરૂરી છે. નહિંતર, લોકડાઉન ખુલતાંની સાથે જ તમારે પહેલા તમારી કારને સર્વિસ સેન્ટર પર લઈ જવી પડશે.

મામલો ગડબડ જો બ્રેક પેડ પર ચોંટે હેન્ડબ્રેક

પહેલા તો તમને જણાવી દઇએ કે જેમણે પણ ગાડીઓમાં હેન્ડબ્રેક લગાવી રાખી છે, તેને તરત જ દૂર કરો. ઓટોમોબાઈલ નિષ્ણાંતો કહે છે કે જો કાર ૧૦-૧૫ દિવસથી વધુ સમયથી વપરાશ વગર ઉભી છે, તો તેના બ્રેક પેડ્સ જામ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. કારણ કે જો હેન્ડબ્રેક પેડ સાથે ચોંટી જાય છે, તો તે બદલાવવી જ પડે છે. આવી સ્થિતિમાં ગિયરમાં નાંખી દો અથવા તો પાર્કિંગ મોડમાં મુકી દો. સૌથી સારી વાત એ છે કે, કારનાં પૈડાને લોક કરી દો.

image source

જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી પોતાના વાહનની સંભાળ રાખતો નથી, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારની અંદર કોઈ ખાદ્ય ચીજો પણ હોવી જોઈએ નહીં. જો સામાન હોય, તો ત્યાં ફૂગ આવશે અને ઉંદર આવે તેવી પણ સંભાવના છે. કારની પાર્ક થયેલી જગ્યાએ, કારની નીચે કુતરા બેસતા હોય તો તેને જલ્દીથી હટાવી દો કારણકે તે ફયુઅલ લાઈન કે વાયરીંગ કે બ્રેક પાઈપ ને દાંતથી નુકસાન કરી શકે છે. કારના વાઇપર આર્મ ગ્લાસ થી ઉપર લઇ લો. કારનું કવર ઢાંકીને રાખો. કાર તડકાની નીચે ઉભી રાખો નહી કારણકે તેની અસર તેનાં રંગ ઉપર થાય છે.

ફુલ કરી દો ફ્યુઅલ ટેન્ક

કારને આગળ-પાછળ ખસેડતા રહો, આમ નિષ્ણાંતો કહે છે. કેમકે ઘણીવાર જોવા મળે છે કે લોકો એક જગ્યાએ કાર પાર્ક કરીને ભૂલી જાય છે. જ્યારે આવી સ્થિતિમાં ટાયર ફ્લેટ થવાની સંભાવના રહે છે. તેમજ હવાનું દબાણ પણ તપાસવું જોઈએ. જો કાર લાંબા સમય સુધી પાર્ક કરેલી છે, તો ફ્યુઅલ ટેન્ક પણ ફુલ ભરીને રાખવી જોઈએ. ખાલી ટાંકીમાં હવા ભરવાની સાથે, કાટ લાગવાની પણ સંભાવના હોય છે.

બેટરીની લાઈફ જાળવવા સ્ટાર્ટ જરૂર કરો

લોકડાઉન દરમિયાન વાહનો રસ્તાઓ ઉપર ચાલી રહ્યા નથી. કાર ઘરે ઉભી રહી ગઈ છે. એટલા માટે વાહનનાં માલિકે દર ત્રીજા દિવસે પોતાની કારને ત્રણ મિનીટ માટે ચાલું કરવી જોઈએ. જેથી તેની બેટરી સુરક્ષિત રહે છે. જો એવું નહી કરો તો બેટરી ઉતરી જશે. જેથી બેટરીની પ્લેટ ખરાબ થવાની શક્યતા રહે છે. સ્ટાર્ટ કરવાથી કારની સિસ્ટમ સક્રિય થઈ જાય છે. એસી ચાલું કરવા પર બ્લોઅર જરૂર ચાલું કરવું જોઈએ. જેથી ધૂળ અને માટી કારની બહાર નીકળી જાય.

બેટરીનાં તાર છૂટા કરી નાંખો

તમે તમારી કારની બેટરી પણ ડિસ્કનેક્ટ કરી શકો છો એમ ઘણાં નિષ્ણાતો કહે છે. આ માટે, કારનું બોનેટ ખોલીને, તેનું ટર્મિનલ ઢીલું કરીને બેટરી કનેક્શનને દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમારે કારનો ઉપયોગ કરવો હોય, તો આ વાયર ફરીથી કનેક્ટ કરવા પડશે. પરંતુ વારંવાર આમ કરવાથી બેટરી અને વાયરના કનેક્શનો ઢીલા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ