આ રીતે લગાવો લિપસ્ટિક, ક્યારે નહિં પ્રસરે અને ફેસ પણ સાથે લાગશે મસ્ત

જો તમારી લિપ્સ્ટીક પ્રસરી જાય છે તો, આ રીતે લગાવો

ચહેરા ઉપર જો લિપ્સ્ટીક ન હોય તો, ચહેરામાં એ વાત નથી લગતી જે લાગવી જોઇએ. આ એક એવી વસ્તુ છે, જેના વગર મોટાભાગની સ્ત્રીઓનો શણગાર અધૂરો છે. પરંતુ કેટલીકવાર આપણે લિપ્સ્ટીક લગાવતા સમયે અમુક એવી ભૂલો કરીએ છીએ કે જેના લીધે આપણો આખો દેખાવ બગડી જાય છે.

image source

‘જ્યારે તુ લિપ્સ્ટીક લગાવે છે ત્યારે આખો જીલ્લો હલી જાય છે’, દરેક મહિલા માટે લિપ્સ્ટીક એક જરૂરી ફેશન ઉપસાધન છે, અને શું કામ ન હોય જનાબ ,એક નાની લિપ્સ્ટીક સુંદરતા વધારવાની સાથે-સાથે વ્યક્તિત્વ નિખારવાનું પણ કામ કરે છે. ઘરથી ઓફિસ જતા સમયે અમે અને તમે કાજળ તથા લિપ્સ્ટીક લગાવવાનુ ભૂલતા નથી પણ, ઓફિસ પહોંચવા સુધીમાં આપણી લિપ્સ્ટીકની હાલત ખરાબ થઇ જાતી હોય છે. એક સારી કંપનીની લિપ્સ્ટીક વાપરવા છતાં તે હોઠના ખૂણાઓ પર પ્રસરવા માંડે છે. જેને વારંવાર સરખી કરવી પડે છે. આમ દરવખતે કેમ થાય છે એવું મોટાભાગની સ્ત્રીઓને આજ સુધી ખબર નથી પડી, પરંતુ જો વાત એવી છે તો અમે શા માટે બેઠા છીએ. આજે અમે તમને કહીશું કે જો તમારી લિપ્સ્ટીક વારંવાર પ્રસરી જાય તો તમારે કેવી રીતે લિપ્સ્ટીક લગાવવી.

૧} હોઠોને કરો લિપ્સ્ટીક માટે તૈયાર

image source

લિપ્સ્ટીક લગાવવા માટે સૌથી પહેલું પગલું હોઠોને લિપ્સ્ટીક માટે તૈયાર કરવાનું છે. હવે તમે એવું વિચારતા હશો કે આ કેવી રીતે, તો સ્ત્રીઓ, જો તમને પહેલીવાર લિપ્સ્ટીક લગાવવાનો શોખ થયો છે તો તમારે સૌથી પહેલા તમારા હોઠોને એક્સફોલિએટ કરવા પડશે. હા, જો તમારા હોઠ સુકા અને ફાટેલા હશે તો તેના ઉપર લિપ્સ્ટીક લગાવવી જરાપણ હીતાવહ નથી. આ માટે સૌથી પહેલા તમે હોઠને ખાંડની મદદથી સ્ક્રબ કરો. તેની ૫ મિનીટ પછી તમારા હોઠોને સાફ કરીને તેના પર લીપ બામ લગાવો. તમે ઈચ્છો તો લીપ પ્રાઇમર પણ લગાવી શકો છો.તેનાથી તમારી લિપ્સ્ટીક વધુ સમય સુધી ટકી રહેશે.

૨} લિપ્સ્ટીક લગાવવાનો આધાર બનાવો

image source

જો તમે પણ ઇચ્છો છો કે તમારી લિપ્સ્ટીક સવારથી સાંજ સુધી એમ જ જળવાયેલી રહે તો એના માટે તમારે તેનો આધાર લગાવવો ન ભુલો. આમ કરવાથી તમને બે ફાયદા થશે એક તો હોઠોની કાળાશ દૂર થશે અને તેનો અંતિમ દેખાવ પણ ગજબ લાગશે. આધાર લગાવવા માટે તમારી આંગળીઓ અથવા સપાટ બ્રશની મદદથી હોઠોને થપથપાવીને તેના ઉપર કંસિલર લગાવો. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે કંસિલરનો રંગ તમારી ત્વચા સાથે મળતો હોવો જોઇએ. ત્યારબાદ છેલ્લે થોડો કોમ્પેક્ટ પાવડર લગાવીને આધારને પુરો કરો.

૩} લિપ લાઇનર

image source

લિપ લાઇનર હોઠોને ઉભારવાનું કામ કરે છે. જો તમે સરખી રીતે લિપ લાઇનર લગાવ્યું હશે તો તમારી લિપ્સ્ટીક એક્દમ સુંદર લાગશે અને પ્રસરશે પણ નહી. આ માટે તમારે માત્ર કરવાનું એટલું છે કે તમે તમારા ઉપરના હોઠને વી આકારનો કરો અને લિપ લાઇનર પેંસિલને હોઠની ધાર પર ફેરવો. પ્રયત્ન એવો કરો કે પેંસિલ ખુબ ધારદાર ન હોવી જોઇએ, એનાથી હોઠો ઉપર આકાર આપવામાં તકલીફ થઇ શકે છે. આ વાત જરૂર ધ્યાનમાં રાખો કે લિપ લાઇનર લિપ્સ્ટીક્ રંગ સાથે મળતી હોવી જોઇએ.

૪} હવે લિપ્સ્ટીક લગાવો

આટલુ બધું ધ્યાન રાખ્યા પછી હવે તમે લિપ્સ્ટીક લગાવવા માટે પૂરી રીતે તૈયાર છો. હા, લિપ્સ્ટીકને સીધી લગાવવાને બદલે તેને બ્રશની મદદથી હોઠો ઉપર લગાવવાનું શરૂ કરો. શરૂઆત ઉપરના હોઠના વી આકારથી કરો જે રીતે લિપ લાઇનરને લગાવી હતી, પછી ધીરે-ધીરે આખા હોઠો ઉપર લગાવો.

image source

પહેલા એક આછો રંગ આપો અને પછી બીજીવારમાં તેની મદદથી લિપ્સ્ટીકને અંતિમ દેખાવ આપો. આ બધાં વચ્ચે એ વાતનુ ધ્યાન રાખો કે હોઠોના દરેક ખૂણાઓ સારી રીતે આવરી શકો.

૫} અંતિમ દેખાવ આપવા માટે આ કરો

image source

લિપ્સ્ટીક લગાવ્યા પછી જો તમને લિપ્સ્ટીક કયાંયથી પ્રસરેલી દેખાય તો એક ઇયરબડની મદદથી પ્રસરેલી લિપ્સ્ટીક સાફ કરી લો. હોઠોના આકારને વધુ સારી રીતે દેખાડવા માટે તમે એક સપાટ બ્રશની મદદથી હોઠોની આજુબાજુ કંસીલર પણ લગાવી શકો છો. પરંતુ એ વાતનુ ધ્યાન રાખો કે ઘાટા રંગથી તમારા હોઠ પાતળા દેખાય છે. હંમેશા પાતળા હોઠ પર આછા રંગની લિપ્સ્ટીક અથવા લિપ ગ્લોસ લગાવો. પરંતુ લિપ ગ્લોસ વધુ ન લગાવવું. તેમજ ,તમે જો શ્યામ રંગના છો તો આછા રંગોને ટાળો. નહિંતર તે તમારા રંગને દબાવી દેશે.

૬} આ કરવું પણ ફાયદાકારક થશે

image source

રોમાંચક દેખાવ મેળવવા માટે વારંવાર લિપ ગ્લોસનો ઉપયોગ ન કરવો. એનાથી થોડીવાર પછી તમારી લિપ્સ્ટીક પ્રસરી જશે. જરૂરીયાત હોય ત્યારે જ ગ્લોસનો ઉપયોગ કરવો. એના માટે તમે એ હોઠોની વચ્ચેથી લગાવવાનું ચાલુ કરો અને આખા હોઠોને આવરી લો. આ ઉપરાંત લિપ્સ્ટીક લગાવ્યા બાદ હંમેશા એક ટીશ્યુપેપરની મદદથી પોતાને હંમેશા તૈયાર રાખો. એનાથી જ્યારે તમે ચા-પાણી પીશો તો પ્યાલા અથવા કપ ઉપર લિપ્સ્ટીક્નો ડાઘો નહી પડે. આ ઉપરાંત લિપ્સ્ટીક લગાવ્યા બાદ ટીશ્યુપેપરને હોઠો પર રાખીને તેની ઉપર બ્રશથી આછો પાવડર લગાવવો પણ ઘણો ફાયદાકારક રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ