LICએ રજૂ કરેલી આ નવી વીમા યોજનામાં બચત સાથે થઇ રહ્યો છે આ પણ જોરદાર લાભ, જાણો નહિં તો ચૂકી જશો

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસી એ તેના ગ્રાહકો માટે નવી સુવિધા બહાર પાડી છે. વીમા ક્ષેત્રે આ પ્રકારની તેની પ્રથમ યોજના છે. આ યોજના હેઠળ, ગ્રાહકો એલઆઈસી એજન્ટને મળ્યા વિના પણ પોલિસી લઈ શકે છે. આખી પ્રક્રિયા પેપરલેસ અને કેવાયસી પર આધારિત હશે, જેને આધાર ઑથૉટિકેશનની જરૂર પડશે.વીમા ક્ષેત્રમાં આ પ્રકારની આ પ્રથમ અને ખૂબ જ વિશેષ યોજના છે. એલઆઈસીનો આ પ્લાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ કરાયો હતો. જીવન વીમા નિગમ(એલઆઈસી)એ એક નવી યોજના રજૂ કરી છે. જાણો શું છે યોજના અને કયા કયા છે ફાયદા.
એલઆઈસીએ એક નવી યોજના રજૂ કરી

image source

જીવન વીમા નિગમ(એલઆઈસી)એ એક નવી યોજના રજૂ કરી છે. એક તરફ Non-associated,Non-participation, વ્યક્તિગત બચત યોજના છે. જેમાં પોલીસીધારકોને સંરક્ષણની સાથે બચતનો પણ વિકલ્પ મળશે.

યોજનાનું નામ વીમા જ્યોતિ છે

image source

આ યોજનાના નામ ‘વીમા જ્યોતિ’ છે. આ યોજના હેછળ પરિપક્વતા પર સંપુર્ણ ચૂકવણી મળશે, સાથે પોલીસીધારકના અસમય નિધન પર તેના પરિવારજનોને નાણા સમર્થન પણ મળશે.

આટલા પૈસા દર વર્ષે જોડાશે

image source

પ્રત્યેક પોલીસી વર્ષના અંતમાં મૂળ વીમા રાશિ પર પ્રતિ હજાર રુપિયા પર 50 રુપિયા વધારાના જોડાશે. એલઆઈસીએ કહ્યું કે આમાં ન્યૂનતમ મૂળ નિશ્વિત વીમા રાશી એક લાખ રુપિયા રહેશે. આનાથી કોઈ ઉપરની સીમા નથી.

કોણ લઈ શકે છે પોલીસી

એલઆઈસીએ જણાવ્યું કે આ પોલીસી 15થી 20 વર્ષ માટે લઈ શકાય છે. 90 દિવસના બાળકોથી લઈને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોલીસી લઈ શકે છે.

તમારી જૂની LICની પોલિસી કોઈ કારણથી બંધ થઈ ગઈ છે તો …

image source

ઉલ્લેખનીય છે કે જેમની LICની પોલિસી કોઈ કારણથી બંધ થઈ ગઈ છે અથવા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો તેને ફરી શરૂ કરવા કંપની તરફથી સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન 7 જાન્યુઆરીથી શરૂ થઇ ગયો છે અને 6 માર્ચ 2021 સુધી ચાલશે. આ કેમ્પેનમાં કંપનીના ગ્રાહકોને પોલિસી ફરીથી શરૂ કરવાનો મોકો આપી રહી છે. જોકે, એ માટે કેટલાક નિયમો અને શરતો પણ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ કેમ્પેનનો ફાયદો એ ગ્રાહકોને મળશે કે જે લોકો કોઇ કારણોસર પોતાની પોલિસીનું પ્રીમિયમ નથી ભરી શક્યા. જોકે એ માટે પ્રીમિયમ ન ભરવાની તારીખ 5 વર્ષથી વધારે જૂની ના હોવી જોઇએ.

image source

આ સિવાય પોલિસી રિવાઇવલ માટે તમને લેટ ફી ચાર્જિસમાં પણ છૂટનો ફાયદો મળશે. એલઆઈસી એકમાત્ર જાહેર ક્ષેત્રની વીમા કંપનીજ છે. કરોડો લોકોને આ કંપની પર ભરોસો છે. એલઆઈસીનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલ છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાયું છે. એલઆઈસીની 32 કરોડ સુધી પોલિસી છે. તેની સંપત્તિ આશરે 32 લાખ કરોડ રૂપિયાની છે. હાલમાં, એલઆઈસી પાસે લગભગ 1.3 મિલિયન એજન્ટો છે અને આ કંપની આઈપીઓની યોજના કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ