ખબર છે તમને લત્તા મંગેશકરના ખોળામાં કોણ છે આ ફેમસ એક્ટર?

લતા મંગેશકરના હાથમાં કોણ છે આ કપૂર ખાનદાન નો લાડલો વારિસ? જે સમય જતાં બન્યો એક મોટો ને જાણીતો અભિનેતા.

વાયરલ થઈ રહેલી એક તસ્વીર મુજબ, લોકો એ જાણવા ખૂબ જ ઉત્સુક છે કે, આખરે આ કપૂર ખાનદાનનો કયો કુળ દિપક છે? જેને સ્વર કોકિલા લતાજી પોતાના ખોળામાં લઈ ઉભા રહ્યા છે.

image source

બોલિવૂડમાં તમે અમિતાભ બચ્ચનને સોશ્યલ મીડિયા પર જૂની તસવીરો શેર કરતા જોયા જ હશે. તેઓ ઘણીવાર જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કરીને તેમના જૂના દિવસોને યાદ કરતા હોય છે. આ વખતે અમિતાભ બચ્ચને નહીં, પરંતુ કપૂર પરિવારના એક કુળ દિપકે (વારિસ) તેનો ફોટો શેર કર્યો છે અને પોતાનું બાળપણ યાદ કરી રહ્યા છે.

અભિનેતા ઋષિ કપૂર, જેઓ હંમેશાં ટ્વિટર પરથી લોકોમાં ચર્ચાનો વિષય બને છે. ઋષિજી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ દેશ-વિદેશ સાથે જોડાયેલી બાબતો પર પોતાનો વિચાર રાખે છે અને પોતાના ચાહકો સાથે પોતાના કામની અપડેટ પણ આપતા રહે છે. તેમણે ટ્વિટર પર એક થ્રોબેક તસ્વીર શેર કરીને જૂની યાદોને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.

અભિનેતા ઋષિ કપૂરે એક એવો ફોટો ચાહકો સાથે શેર કર્યો છે, જેને જોઈ ને લાગી રહ્યું છે કે, તેમના માટે આ તસ્વીર ખૂબ જ મહત્વપૂર્ણ (અમૂલ્ય) છે. જે બ્લેક એન્ડ વ્હાઇટમાં બેહદ સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો ત્યાર નો છે જ્યારે તેઓ બે કે ત્રણ મહિના હતા. સ્વરા કોકિલા લતા મંગેશકરે ઋષિ કપૂરને પોતાના ખોળામાં લઈ રાખ્યા છે. આ ફોટોને શેર કરતી વખતે ઋષિ કપૂર ખૂબ ભાવુક દેખાઈ રહ્યા હતા અને ફોટો શેર કરતી વખતે તેઓએ એક કેપ્શન પણ લખ્યું હતું.

image source

તેમાં ઋષિએ લખ્યું હતું કે, ‘નમસ્તે લતા જી. તમારા આશીર્વાદથી જુઓ, મને મારો બે કે ત્રણ મહિનાનો એક ફોટો મળ્યો છે. તમારા આશીર્વાદ હંમેશા મારા પર રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. શું હું આ ફોટોને ટ્વિટર પર મૂકીને દુનિયાને એ જણાવી શકું કે? આ મારા માટે એક અમૂલ્ય તસ્વીર છે!’

ત્યારે લતાજીએ ખૂબ સરળતાથી અને અલગ જ અંદાજમાં જવાબ આપ્યો કે, એમણે ટ્વિટર પર લખ્યું કે, નમસ્તે ઋષિજી, આ તસવીર જોઈ મને બેહદ ખુશી થઈ. મને આ તસ્વીર ક્યાંય મળી નથી. આ તસ્વીર જોઈ હું રાજ ભાઈ (રાજ કપૂર) અને કૃષ્ણા (રાજ કપૂરના પત્ની) ને ખૂબ જ યાદ કરી રહી છું. આ તસ્વીર લેતી વખતે મને ભાભીએ તને ખોળામાં આપ્યો હતો. તમે આ તસ્વીર બધાં સાથે અહીં શેર કરી એ ખૂબ જ સરસ કર્યું. તમારું સ્વાસ્થ્ય સદા તંદુરસ્ત રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

ઋષિ કપૂરના બાળપણની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લતાજી અને ઋષિજીના ચાહકો આ તસવીર પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઋષિ કપૂરે ગઈકાલે (27 જાન્યુઆરી) જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં જ તેઓ દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

તેમણે આ ફિલ્મ સાથે સંબંધિત એક તસ્વીર તેમના ટ્વિટર એકાઉન્ટ પર મૂકી હતી. આ સાથે તેમણે લખ્યું છે કે, ‘હું દીપિકા પાદુકોણ સાથે’ ધ ઇન્ટર્ન ‘ના ભારતીય સ્વરૂપની યાત્રા તરફ આગળ વધી રહ્યો છું.’ જે મૂળ હોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે.

image source

ઋષિજી બોલીવુડના જાણીતા અભિનેતા જેમણે એક બાલ કલાકાર તરીકે સીને જગતમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મ મેરા નામ જોકર પછીથી તે યાદો કિ બારાત, ઝહરીલા ઇન્સાન, અમર અકબર એન્થની જેવી કેટલીય જબરદસ્ત ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

તમને એ પણ જણાવી દઈએ કે, ઋષિ કપૂર કેન્સરની બીમારીની ટ્રીટમેન્ટ કરાવી લંડન થી આવ્યા બાદ ફરી એકવાર ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર થઈ ગયા છે. તાજેતરમાં જ ઋષિ કપૂર ફિલ્મ ‘ધ બોડી’ (The Body) માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા ઇમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈરહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ