જાણો કેમ વ્યક્તિના મનમાં આવે છે સ્યુસાઇડ કરવાના વિચારો

ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ, દુનિયામાં દર ૪૦ સેકંડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરી લે છે.

image source

એવામાં જરૂર છે આત્મહત્યાની સૌથી મોટું કારણ ડિપ્રેશન અને સુસાઇડલ થોંટસના લક્ષણો વિષે જાણકારી લેવી જેથી આ સમસ્યાથી પીડિત લોકોની મદદ કરી શકાય.

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હમણાં જ કુશલ પંજાબીની સુસાઇડને ભૂલી નથી કે ત્યાં જ હવે એક્ટ્રેસ સેજળ શર્માની આત્મહત્યા કરી લેવાની ખબરે બધાને હલાવીને રાખી દીધા છે.

image source

ત્યાં જ કેટલાક દિવસ પહેલા ક્રિકેટર પ્રવીણ કુમારે પણ આ ખુલાસો કરીને ચોંકાવી દીધા હતા કે તેમના મનમાં સુસાઇડનો વિચાર આવ્યો હતો અને તેમણે એટલા માટે બંદૂક પણ હાથમાં લઈ લીધી હતી.

આ બધા કેસમાં સુસાઇડના વિચારોની પાછળ ડિપ્રેશન મોટું કારણ રહ્યું. કોઈના માટે ડિપ્રેશનનું કારણ પર્સનલ રહ્યું છે તો કોઈના માટે કરિયરમાં મળી રહેલી અસફળતા.

image source

whoની રિપોર્ટનું માનીએ તો દુનિયામાં દર ૪૦ સેંકડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. ડિપ્રેશન અને સુસાઇડના વિચારો માટે વ્યક્તિ આપણી આસપાસની પણ હોઈ શકે છે. એવામાં તેમની મદદ કરવા માટે આપને પણ તેનાથી જોડાયેલા લક્ષણો જાણવાની જરૂર છે.

ડિપ્રેશનના લક્ષણ:

image source

૧. દરેક સમયે નિરાશ અને અસહાય મહેસુસ કરવું અને પોતાની આલોચના કરતાં રહેવું.

૨. કોઈપણ વસ્તુમાં રુચિ ના લઈ શકવું.

૩. હમેશા થાકેલા કે નબળાઈ મહેસુસ કરવી.

૪. ભૂખ નહિ લાગવી અને વજન ઘટતું જવું.

image source

૫. ઊંઘ ના આવવી કે ખૂબ જ વધારે ઊંઘ આવવી.

૬.સોશિયલ સર્કલમાં એક્ટિવ નહીં રહેવાની ઈચ્છા.

૭.નાની નાની વાતો પર કે પછી દરેક સમયે ઇરિટેટ કે ગુસ્સામાં મહેસુસ કરવું.

૮. મૂડમાં ખૂબ ઝડપથી ઉતાર-ચઢાવ આવવા.

image source

૯. દારૂ, ડ્રગ્સ જેવા નશામાં ચૂર રહેવું.

૧૦. કોઈપણ વસ્તુ પર ધ્યાન લગાવવું કે યાદ રાખવામાં તકલીફ આવવી.

એમાં કોઈ સગક નથી કે રેગ્યુલર એક્સાસઇઝ કરવાથી આપ શારીરિક રીતે ફિટ અને હેલ્ધી રહો છો અને કેટલાક પ્રકારની બીમારીઓ થી પણ બચીને રહો છો.

image source

પરંતુ વેટ લોસ, બિમારિયોનો ઓછો ખતરો અને શારીરિક સ્વાસ્થ્યની સાતે સાથે એક્સસાઈઝ આપના માનસિક સ્વાસ્થ્યમાટે પણ કેટલાક પ્રકારથી ફાયદાકારક છે. નિયમિત રીતે એક્સસાઇઝ કરવાથી દીઓરેશન, એંગજાઇટી અને બીજી અન્ય માનસિક બીમારીઓ દૂર રહે છે અને આપનું માનસિક સ્વાસ્થ્ય બની રહે છે.

હવે અમે આપને જણાવીશું એ ૫ એકસસાઇઝ વિશે જેનાથી હમેશા સ્વસ્થ રહેશે આપની માનસિક સ્થિતિ..

 image source

સુસાઇડનો વિચાર આવવા પર જોવા મળી શકે છે આ લક્ષણો:

૧. પોતાની ચિંતા ના કરવી કે ખુદનું ધ્યાન રાખવું નહિ.

૨. રફ ડ્રાઇવિંગ, વધારે ડ્રગ્સ, દારૂ વગેરે જેવી રિસ્કી વસ્તુઓ કરવી.

image source

૩. શરીર પર કટ કરીને કે કોઈ અન્ય પ્રકારથી ખુદને નુકસાન પહોંચાડવું.

૪. મોત વિષે વાતો કરવી.

૫. જિંદગી પ્રત્યે નિરાશા બતાવવી.

૬. અલવિદા કહેવું કે પછી છેલ્લા સંદેશ જેવા મેસેજ કરવા.

૭. કીધા વગર કલાકો કે દિવસો સુધી સંપર્કમાં ના રહેવું.

૮. સુસાઇડ પોઇન્ટ્સ વિષે સર્ચ કરતાં રહેવું.

૯. અચાનકથી પોતાની કીમતી વસ્તુઓ ખાસ લોકોને આપી દેવી.

image source

૧૦. દૂરી બનાવી રાખ્યા પછી આચનકથી ખૂબ ખુશ અને લોકોની નજીક દેખાવું.

કેવીરીતે મદદ કરશો?

૧. ડિપ્રેશન અને સુસાઇડના વિચારો માટે વ્યક્તિ હમેશા એકલા રહેવાનો પ્રયત્ન કરશે પરંતુ તેનો સાથ છોડવો નહિ અને તેની સાથે વાત કરતાં રહો.

image source

૨. ગન,ચાકુ, ગાડી વગેરે જેવી વસ્તુઓ જેનાથી તે ખુદને નુકસાન પહોંચાડી શકે છે. તેને દૂર રાખી દો. પ્રયત્ન કરો કે હમેશા તેની આસપાસ રહો અને રાતમાં પણ સૂતા હોય તે દરમિયાન તેને વચ્ચે વચ્ચે ચેક કરતાં રહો.

૩. જરૂર હોય તો દરવાજાનું લોક પણ બદલવી લેવું જેથી તેને અંદરથી લોક કરી શકાય નહિ.

૪. ડોક્ટરની મદદ લેવાથી અચકાવવું નહિ. કોર્સ દરમિયાન પીડિત વ્યક્તિ દવા લેવાની આનાકાની કરી શકે છે એવામાં તેને દવા આપવાની જવાબદારી પોતે લેવી.

image source

૫. સતત કાઉસેલિંગ માટે લઈ જવા.

૬. ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ પર ઈમોશનલ રીતે કોઈપણ પ્રકારનો દબાણ બનાવવો નહિ. તેમણે મોટિવેટ કરો પરંતુ તેને લઈને પણ તેની પર કોઈ દબાણ બને નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ