અહિંયા મન મુકીને ઝુમ્યા કિન્નરો, અને કોરોનાને લઇને કરી આ પ્રાર્થના, જોઇ લો તસવીરોમાં કિન્નરોનો હટકે ડાન્સ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાત વર્ષ બાદ કિન્નર મહાસમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશભરમાંથી હજારોની સંખ્યામાં કિન્નર અહીં પહોંચ્યા હતા. આ મહાસમ્મેલનને જોવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે ગોરખપુર જિલ્લામાં પાદરી બજારમાં એક મેરેજ લોનમાં 2 માર્ચથી 13 માર્ચ સુધીના કિન્નર મહાસમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસમ્મેલન 11 દિવસ સુધી ચાલશે. જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં કિન્નર સમાજના લોકો એકત્ર થશે, આ મહાસમ્મેલન ખાસ કારણથી યોજાતું હોય છે.

image soucre

આ સમ્મેલન અખિલ ભારતીય કિન્નર સમાજ આયોજિત હોય છે અને તેમાં દેશભરના કિન્નર સમાજના લોકો એકત્ર થાય છે. આ 11 દિવસ દરમિયાન તેઓ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરે છે. સાથે જ દેશ અને સમાજની ભલાઈ માટે કામના પણ કરે છે.

image soucre

કિન્નર સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે મંગળવારે એક કળશ સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કિન્નર સમાજના લોકો બેંડ બાજા સાથે નાચતા ઝુમતા જોવા મળ્યા હતા. પાદરી બજારમાં લગભગ 2 કિમી સુધી યાત્રા થઈ હતી. યાત્રા બાદ કિન્નર સમાજના લોકો ગોડધોઈયા પુલ નજીક આવેલી એક મઝાર પર ગયા અને ત્યાં માથું ઝુંકાવી, તેમણે અષ્ટભુજી દુર્ગા માતા મંદિર પર પૂજા તેમજ આરતી કરી હતી.

image source

કિન્નર સમાજના લોકો નાચતા ગાતા લાંબા સમય સુધી રસ્તા પર જોવા મળ્યા હતા. આસપાસના લોકો તેમના વીડિયો મોબાઈલમાં શૂટ કરતાં હતા અને વીડિયો પણ ઉતારતા જોવા મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે આ કળશ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે શાહપુર પોલીસ ઉપરાંત અનેક વિસ્તારની ફોર્સ તૈનાત હતી. અહીં રસ્તા પર વાહનોની અવરજવર બાધીત ન હોય તે માટે ટ્રાફિક પોલીસ પણ લગાવવામાં આવી હતી. કળશ યાત્રા દરમિયાન કિન્નર સમાજના લોકો પર સ્થાનિકો પુષ્પ વર્ષા કરી અને તેમના આશીર્વાદ લઈ રહ્યા હતા.

image soucre

કિન્નર સમાજના મહામંડલેશ્વર કિરણગિરી અને આ કાર્યક્રમની આયોજક પ્રેમ નાયક કિન્નર શોભા સિંહનું કહેવું છે કે તેમના આ સમ્મેલનમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, કલકત્તા, ઉત્તરાખંડ, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાંથી લોકો આવ્યા છે. આ સમ્મેલનના માધ્યમથી તેઓ પોતાના યજમાનની સુખ, સમૃદ્ધિની પણ કામના કરે છે. આ વર્ષે વિશેષ રીતે તેઓએ કોરોનાનો ખાતમો થાય તે માટે પ્રાર્થના કરી હતી.

image source

કિન્નર સમાજના લોકોને આ કાર્યક્રમની વર્ષોથી રાહ હોય છે. સાત વર્ષ બાદ આયોજિત થતા આ કાર્યક્રમમાં તે જ્યારે પોતાના સમાજના હજારો લોકોને મળે છે તો ખૂબ સારું લાગે છે. 11 દિવસ સુધી થતા આ કાર્ક્રમમાં તેઓ એકબીજાને સોના, ચાંદીનો સામાન અને કપડા ગિફ્ટમાં આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ