ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટમાં આ વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જો કે જસપ્રિત બુમરાહ કોની સાથે લગ્ન કરી રહ્યા છે એ વાતને લઈને ઘણું જ સસ્પેન્સ રહ્યું છે. જો કે હવે ખબર આવી રહી છે કે પોતાની યોર્કરથી દુનિયાભરના બેટ્સમેનને હેરાન કરનાર જસપ્રિત બુમરાહ પૂર્વ મોડલ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. એ વાત પણ જાણવા મળી છે કે જસપ્રિત અને સંજના ગોવામાં લગ્ન કરશે.

તમને જણાવી દઈએ કે જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનને આજ સુધી ક્યારેય પણ એકસાથે મીડિયામાં જોવામાં નથી આવ્યા. અને જો આ વાત સાચી સાબિત થાય છે તો પોતાના સંબંધને છુપાવવામાં બંનેએ સફળતા મેળવી છે.

એક ખબર અનુસાર જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 14 કે 15 માર્ચે ગોવામાં થશે. બુમરાહએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરિસના ચોથા ટેસ્ટ મેચમાંથી અંગત કારણોના લીધે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અને ત્યારથી જ આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે એ લગ્ન કરવાના છે.

તમને જણાવી દઈએ કે સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર છે. જો કે બંનેને ક્યારેય પણ સાથે જોવામાં નથી આવ્યા પણ બીસીસીઆઈના એક એવોર્ડ ફંક્શનમાં એમને જસપ્રિત બુમરાહનું ઇન્ટરવ્યૂ કર્યું હતું અને એ જ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે જસપ્રિત બુમરાહના લગ્નનમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું સામેલ થવું મુશ્કેલ છે. ટીમ અત્યારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ રમી રહી છે અને એવામાં બાયો બબલમાંથી બહાર આવ્યું શક્ય નથી.
અનુપમ પરમેશ્વરન સાથે પણ જોડાયું હતું નામ.
Today, be as carefree as @SanjanaGanesan
Grab your #KKR merchandise now! 💜💛Link in bio.@Bewakoof_IN #GullyLiveFast pic.twitter.com/g6pwazWF9M
— KolkataKnightRiders (@KKRiders) March 8, 2021
આ પહેલા ચર્ચા હતી કે જસપ્રિત બુમરાહ દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુપમ પરમેશ્વરન સાથે લગ્ન કરવાના છે. જો કે અનુપમાની માતાએ એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઇનકાર કરી દીધો હતો. એમને આ ચર્ચાના ફગાવી દીધી હતી કે એમની દીકરી બુમરાહ સાથે લગ્ન કરી રહી છે.

પોતાની વાતમાં અનુપમાની માતા સુનિતાએ બુમરાહ અને પોતાની દીકરીને સંબંધની વાતથી ઇનકાર કરી દીધો હતો. એમને કહ્યું હતું કે એમને ખબર છે કે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ છે પણ એમાં કોઈ હકીકત નથી. સુનિતાએ ચોખવટ કરી હતી કે એવી ખબરો એટલા માટે ઉડી કારણ કે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,