વિદેશ જનારા માટે ખુશીના સમાચારઃ કોવેક્સિન લીધી હશે તો કોઈ પણ દેશની એન્ટ્રીમાં ચિંતા નહી

વધતા જતા કોરોના સામે રક્ષણ અપાવી શકે એવી વેકસીન જ હવે એકમાત્ર ઉપાય રહ્યો છે. ભારતમાં હાલ કોવિશિલ્ડ અને કોવેકસીન લોકોને આપવામાં આવી રહી છે. એવામાં એક સારા સમાચાર આવ્યા છે કે ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઝડપથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)માંથી એપ્રૂવલ મળી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે કોવેકસીનની હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ની સાથે મળીને તૈયાર કરી છે. આ વેક્સિનને WHOના ચીફ સાયન્ટિસ્ટે પણ અસરકારક ગણાવી છે.

image source

WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવેક્સિનની ટ્રાયલનો ડેટા સંતોષજનક લાગી રહ્યો છે. એ પછી કોવેક્સિનને WHOની મંજૂરી મળવાની શકયતા વધી ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં સ્વામિનાથન જણાવ્યું હતું કે ભારત બાયોટેક અને WHOની વચ્ચે પ્રી-સબ્મિશન મીટિંગ 23 જૂને થઈ હતુી અને હવે એની ટ્રાયલનો ડેટા એકત્રિત કરાઈ રહ્યો છે.

image source

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના ડેલ્ટા વેરિયન્ટ પર ઓછી અસરકારક છે, તેમ છતાં એ એક હદ સુધી સફળ સાબિત થઈ છે. આ વેક્સિનની ઓવરઓલ અફિકેસી ઘણી વધુ છે. આ પહેલાં ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(EOI)ને WHOએ સ્વીકાર કર્યું હતું. કોવેક્સિનને એપ્રૂવલ અપાવવા માટે કંપનીએ 19 એપ્રિલે EOI સબ્મિટ કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે કોવેકસીન બનાવનાર ભારત બાયોટેકે ગયા શનિવારે એટલે કે 26 જૂને વેક્સિનના ત્રીજા ફેઝની ટ્રાયલના ડેટા જાહેર કર્યા હતા.
આ ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે કોવેક્સિન સિમ્પ્ટોમેટિક લોકો પર 77.8 ટકા અસરકારક છે. એમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ગંભીર લક્ષણવાળા કેસની વિરુદ્ધ આ વેક્સિન 93.4 ટકા અસરકારક છે.

image source

જો કે ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ સુરક્ષા આપવાના મામલામાં આ વેક્સિન 93.4 ટકા સુધી અસરકારક છે. જોકે ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ સુરક્ષા આપવાના મામલામાં એની એફિકેસી 65.2 ટકા સાબિત થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong