દિલ્હીમાં 36 લાખ વાહનોને રોડ પરથી દૂર જ કરી નખાશે? પર્યાવરણ મંત્રીએ સંસદમાં કહ્યુ કંઈક આવું

દેશમાં કર્ણાટકના સૌથી જૂના વાહનો છે અને વાત કરીએ આખા દેશ વિશે તો 2.14 કરોડ જૂના વાહનો છે. સરકાર જુના વાહનોને બંધ કરવા માટે હાલમાં વિચાર કરી રહી હોવાના સમાચાર મળી રહ્યાં છે.આ અગાઉ પણ કેન્દ્ર સરકાર દેશના રસ્તાઓ પરથી જૂના વાહનોને હટાવવા સતત પ્રયાસો કરી રહી છે. પરંતુ દેશભરના રસ્તાઓ પર હજુ 20 કરોડથી વધુ જૂના વાહનો દોડી રહ્યા છે. પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.

કર્ણાટકના સૌથી જૂના વાહનો:

image soucre

પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબેએ ગૃહને આપેલી માહિતી દ્વારા સ્પષ્ટ થયું હતું કે દેશમાં 20 વર્ષથી વધુ જૂના વાહનોની સૌથી વધુ સંખ્યા કર્ણાટક રાજ્યમાં છે અને તેનો આંકડો 39.48 લાખ છે. આ પછી દિલ્હી બીજા નંબરે આવે છે જ્યાં 36.14 લાખ વાહનો એવા છે જે 20 વર્ષથી પણ વધુ જૂના છે.

દેશભરમાં 2.14 કરોડ જૂના વાહનો:

image soucre

આ સાથે ચૌબેએ જણાવ્યું હતું કે વપરાયેલા વાહનોની સંખ્યાના મામલે દેશમાં ઉત્તર પ્રદેશ અને કેરળ પણ ટોચ પર છે. ઉત્તર પ્રદેશમાં 20 વર્ષ કરતાં જૂના 26.20 લાખ વાહનો છે જ્યારે કેરળમાં 20.67 લાખ છે. આ સિવાય તમિલનાડુમાં 15.99 લાખ વાહનો જૂના છે અને પંજાબમાં આ આંકડો 15.32 લાખનો છે. આ રીતે દેશમાં કુલ 2.14 કરોડ આવા વાહનો છે જે 20 વર્ષથી વધુ જૂના છે. તેમણે કહ્યું કે તેમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વીપના આંકડાઓ શામેલ નથી કારણ કે આ રાજ્યો કેન્દ્રીય ‘વાહન’ પોર્ટલ પર નથી.

દિલ્હીમાં 36 લાખ વાહનો બંધ થશે?

image soucre

સુપ્રીમ કોર્ટે 2018માં આદેશ આપ્યો હતો જે મુજબ દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 10 વર્ષથી જૂનાં ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો ચાલી શકશે નહીં. આ સિવાય આ અંગે NGTએ 2015માં આ અંગેના નિયમો પણ નક્કી કર્યા હતા. હવે નવીનતમ માહિતી અનુસાર દિલ્હીના રસ્તાઓ પર 20 વર્ષ જૂના 36 લાખથી વધુ વાહનો છે અને જે ઘણા સમસ્યાના પ્રશ્નો ઉભા કરે છે.

image soucre

જાણવા મળ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે નવી ‘વાહન સ્ક્રેપ નીતિ’ રજૂ કરી છે. આમાં જૂના વાહનોના માલિકોને વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ લીધા બાદ થોડી વધારે ફી ચૂકવ્યા બાદ વાહન ચલાવવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. ફિટનેસ સર્ટિફિકેટમાં ફેલ જતા વાહનોને ભંગારમાં મોકલવામાં આવશે અને જેના આધારે તેમને ચોક્કસ રકમ ચૂકવવામાં આવશે.

સરકાર જુના વાહનોને બંધ કરાવવા માંગે છે:

image soucre

કેન્દ્ર સરકાર દેશના રસ્તાઓ પરથી જૂના વાહનો દૂર કરવા માંગે છે. તેનો ઉદ્દેશ જૂના વાહનોના કારણે થતા હવાનું પ્રદૂષણ ઘટાડવાનો છે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થાને પણ આ દ્વારા વેગ મળશે. જો કે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં અશ્વિની ચૌબેએ જણાવ્યું હતું કે જૂના વાહનોને કારણે કેટલું પ્રદૂષણ થાય છે તેના માટે કોઈ એસેસ્મેન્ટ કરવામાં આવ્યું નથી.

image soucre

હવા પ્રદૂષણથી થતા આર્થિક નુકસાનમાં 40 ટકા હિસ્સો તો ફેંફસાંની બિમારીનો છે. 60 ટકામાં હાર્ટ અને અન્ય બિમારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં નેશનલ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હેઠળ હવાના 12 પ્રદૂષકોની ગણતરી કરવામાં આવે છે. તેમાં હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઈડ, 2.5 પીએમ કણો, 10 પીએમ કણો, ઓઝોન, સીસું, નિકલ, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ વગેરેનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong