15મી ઓગસ્ટે આવી રહ્યું છે મહિલાઓ માટે એક ખાસ અભિયાન, દેશનાં આઠ કરોડ વેપારીઓ થયા તૈયાર

સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે તે નિમિત્તે દેશના ઉદ્યોગપતિઓ દેશમાં મહિલાઓને લઈને એક મોટુ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા હોવાની વાત સામે આવી છે. આ વિશે કેન્દ્રીય મહિલા વિકાસ અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીની અપીલને કારણે હવે દેશભરમાંથી લગભગ આઠ કરોડ ઉદ્યોગપતિઓ આ અભિયાન શરૂ કરશે જેમાં દેશભરમાં મહિલાઓને ઉદ્યોગોની કમાન સોંપવાની સાથે સાથે મહિલા સુરક્ષા માટે પણ કામ કરવામાં આવશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે તાજેતરમાં દેશમાં હાજર લગભગ 40 હજાર વેપારી સંગઠનોનો આ બાબતે સંપર્ક કર્યો છે.

image soucre

મળતી માહિતી મુજબ આ 40 હજાર તે વેપારી સંગઠનો છે જેમણે પીએમ મોદીના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન સાથે મહિલા ઉદ્યોગ સાહસિકતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે કેટના પ્રમુખ બી.સી.ભરતીયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશમાં આર્થિક અને સામાજિક વિકાસનું આ અભિયાન ભારત સરકાર અને કેટ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. ભારતમાં વ્યવસાય કરતા આઠ કરોડથી વધુ ઉદ્યોગપતિઓને આર્થિક તેમજ સામાજિક પરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવવાની વિનંતી કરવામાં આવી છે.

image source

આ માટે કહેવામાં આવ્યું છે કે હવે દેશમાં વધુને વધુ મહિલાઓને આગળ લાવવા પ્રયત્ન કરવામાં આવશે અને તે માટે વેપારીઓ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવું જોઈએ. આ અગાઉ પણ ઘણી વખત મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવીને પોતાની ક્ષમતા દર્શાવી છે તો પછી હવે વ્યવસાય અને ઉદ્યોગમાં પણ શા માટે તેઓએ પાછળ રહેવું જોઈએ. આ પહેલા પણ સ્મૃતિ ઈરાનીએ વેપારી પરિષદમાં વિનંતી કરી હતી કે ઉદ્યોગપતિઓ પણ ભારત સરકારના બેટી બચાવો, બેટી બચાવો મીશનનો એક ભાગ બનવા જોઈએ અને સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ મહિલા કે કોઈ છોકરી સાથે તેમની શેરીઓ અને મહોલ્લામાં દૂરવ્યહવાર ન થાય.

આ માટે દેશના દરેક વેપારી સંગઠને એક ટીમ બનાવવી જોઈએ જે આવી હરકતોને અંકુશમાં લાવી શકે. જો દેશની દરેક ગલીમાં રહેતી મહિલાઓ કે દીકરીઓ માટે ત્યાં આસપાસ ગલી અને વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓ મહિલાઓ અને દીકરીઓ સાથે સારી રીતે રહેશે તો રસ્તા પર રખડતાં કોઈ પણ રોમિયોને કોઈ પણ સ્ત્રી કે છોકરી સાથે છેડતી કરવાની હિંમત નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારનું અભિયાન દેશભરમાં સામાજિક ક્રાંતિની શરૂઆત કરશે.

image soucre

ઈરાનીએ આગળ વાત કરતા કહ્યું કે દેશભરના બજારોમાં મહિલાઓ માટે કોઈ જાહેર સુવિધાઓ નથી. બીજી બાજુ દરેક શહેરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં સંપૂર્ણ અંધારું છે. જો વ્યાપારી સંસ્થાઓ આ બંને વિષયો પર આવા સ્થળોની ઓળખ કરશે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટ વેપારી સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપશે. આ સમગ્ર વિશ્વમાં તેના પ્રકારનું એક અનોખું અભિયાન હશે જે દેશનું સામાજિક માળખું બદલી નાખશે.

કેટે ઈરાનીની વાતને આગળ કહેતા કહ્યું કે આ લડાઇ તેવા લોકો સાથે હશે જેઓ ગર્ભમાં દીકરી તે વાત ખબર પડતાં ભ્રુણહત્યા જેવા કામો કરતા સહેજ પણ નથી અચકાતાં. બધાએ સાથે મળીને આવી ગંભીર લડાઈ લડવાની છે. તેમણે કહ્યું કે તેઓ દેશભરમાં વેપારી સંગઠનો સાથે ખભે ખભો મિલાવીને ચાલવા માટે હંમેશા તૈયાર છે કે જેથી તે અંગે જાગૃતિ આવે. આ માટે દેશભરની શેરીઓમાં જઈ જઈને આ વિશે વાત કરવા તેઓ તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong