શું તમારે પણ કારગિલ ફરવા જવું છે અને એ પણ ઓછા રૂપિયામાં? તો જાણી લો ખર્ચાથી લઇને તમામ માહિતી

આપણે બધા રજાઓમાં ફરવા માટે જતાં જ હોઈએ છીએ પરંતુ આપણે કોઈ વાર આપના જીવનસાથી સાથે કોઈ હિલસ્ટેશન આર ફરવા જવાનું વિચારતા હોઈએ છીએ. તેના માટે આપણે એવા સ્થળને શોધતા હોઈએ છીએ જ્યાં આપણે થોડા દિવસ આરામથી રહી શકીએ છીએ અને એકબીજા સાથે થોડો સમય પસાર કરી શકીએ છીએ.

તમારે પણ તમારા જીવનસાથી સાથે ફરવાનો કોઈ પ્લાન હોય તો તમે પણ આ સ્થળે જઇ શકો છો. આ સ્થળ છે કારગિલ ત્યાં ફરવા જઈને તમને ખૂબ આનંદ મળી શકે છે. તમને કારગિલ વિષે સાંભળીને એમ થશે કે આ સ્થળ ફરવા માટે કેવી રીતે હોય શકે છે. પરંતુ ત્યાં ફરવા માટે કેટલીક સારી જગ્યા છે જ્યાં જઈને તમને ખૂબ આનંદ માણી શકો છો. હાલમાં સરકાર કારગિલ પર્યટનો માટે ઘણું બધુ કરી રહી છે. તેથી તમે પણ આ સ્થળની મુલાકાત લેવાનું વિચારી શકો છો. તમને આ સ્થળ વિષે જણાવીએ.

કઈ જગ્યાએ જઈ શકો છો :

image source

કારગિલ એક સુંદર સ્થળ છે. આ સ્થળ પર બરફથી ઠંકાયેલા પહાડો તમને જોવા મળી શકે છે. આ સિવાય અહી તમને ઘણા સુંદર દ્રશ્યો પણ જોવા મળી શકે છે. અહી ઘણા કુદરતી સુંદરતા રહેલી છે. ત્યાં તમારી તસવીર ખૂબ સુંદર આવશે. આ સ્થળ પર તમને પ્રકૃતિના ઘણા નવા જ નજારાઓ જોવા મળી શકે છે. નદીના કિનારે એક ટ્રેક છે. ત્યાં તમે ઘણા એડવેંચર પણ કરીને આનંદ લઈ શકો છો. અહી તમે આ ઉપરાંત મૂલબેખ અને ફૂખતાલ મઠ, દ્રાસ વૈલી, જંસ્કાર વૈલી, કારગિલ વોર મેમોરિયલ છે

ગરમી માટે ખૂબ યોગ્ય રહેશે આ સ્થળ :

આ સ્થળ પર તમે બરફથી ઢંકાયેલ પહાડોનો વચ્ચે થોડો સમય વિતાવી શકો છો. આ સિવાય તમે દ્રાસ પણ જઈ શકો છો. આ જગ્યા કારગિલથી ખૂબ નજીક આવેલું છે. તમે ક્યારેય પણ સ્વીઝરલેંડ ન ગયા હોવ તો તમારે દ્રાસ જઈને તમે આનો આનંદ લઈ શકો છો. આ સ્થળની મુલાકાત તમે ઠંડીની ઋતુમાં પણ લઈ શકો છો. પરંતુ ત્યારે આસથાળનું તાપમાન માઈનસમાં હોય છે. પરંતુ તમે અહી ગરમીમાં જઈને આનંદ લઈ શકો છો ત્યાં તમને ઠંડીનો અનુભવ થઈ શકે છે.

image source

આ સ્થળે તમે આ રીતે જઈ શકો છો :

તમારે આ સ્થળની મુલાકાત લેવી હોય ત્યારે તમારે શ્રીનગરથી અથવા લેહથી પણ તમે જઈ શકો છો. લેહથી તમે અહી બસથી પણ જઈ શકો છો. આ ઉપરાંત તમે અહી ટેક્સી કરીને અથવા તમારું વાહન લઈને પણ જઈ શકો છો. આ ઉપરાંત તમે દિલ્હીથી લેહ સુધીની ફ્લાઇટમાં જઈ શકો છો, તે રોજે ચાલે છે. આ રીતે તમે કારગિલ સુધી પહોંચી શકો છો.

અહી તમારે આટલો ખર્ચ થઈ શકે છે :

image source

જુદા જુદા સ્થળેથી અહી પહોંચવા માટે તમારે જુદું જુદું ભાડું દેવું પડશે. જેમ કે દિલ્હીથી લેહ સુધીની તમારે ૩ થી ૪ હજાર સુધીની ટિકિટ આપવાની રહેશે તે પછી તમારે લેહથી કારગીલ સુધી ૫૦૦ થી ૭૦૦ રૂપિયા ખર્ચ કરવાનો રહેશે. લેહથી કારગિટ સુધીનો રસ્તો ૫ થી ૭ કલાકનો રહે છે.

આ સ્થળ પર તમે હોટલ તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. અહી તમને સસ્તી એ ખર્ચાળ બંને પ્રકારની હોટલ મળી શકે છે. તમે અહી તમારા મિત્ર, જીવનસાથી અથવા પરિવાર સાથે ૩ થી ૪ દિવસ આરામથી વિતાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!