BFને મળવા માટે ઘરનું તાળું તોડીને ભાગી ગઈ હતી કરીના, પછી માતા બબીતાએ આવી રીતે શીખવ્યો હતો સબક

કરીના કપૂર ખાન બોલીવુડની સૌથી સ્ટાઈલિશ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે જેમને એમની એક્ટિંગથી દરેકને પોતાના દીવાના બનાવ્યા છે. કરીનાને એક્ટિંગ વિરાસતમાં મળી છે. કરીનાને સારી એક્ટિંગ તો આવડે જ છે પણ એમને મસ્તી મજાક કરતા પણ આવડે છે. કરિના કપૂરની માતા બબીતાએ પોતાની બંને દીકરીઓનો ઉછેર ખૂબ જ લાડ પ્રેમથી કર્યો છે પણ બાળપણમાં એમને સૌથી વધુ હેરાન કરીના જ કરતી હતી. હાલમાં જ કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે એમની મસ્તીથી હેરાન થઈને બબીતા એમને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી.

image source

કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની સૌથી બિન્દાસ એક્ટ્રેસ માનવામાં આવવા છે પણ એમની અંદર આ બિન્દાસપણું નાનપણથી જ હતું. કરીનાએ જનવાયું કે જ્યારે એ નાની હતી ત્યારે એમને એક છોકરો ખૂબ જ ગમતો હતો. કરીના કપૂરએ છોકરાને મળવા જવા માંગતી હતી, પણ તેમની માતા બબીતાને આ બધું પસંદ નહોતું. કરીના કપૂરને આ બધાથી દૂર રાખવા માટે બબીતાએ કરીનાના ફોનને પોતાના રૂમમાં મૂકી દીધો હતો પણ કરીનાએ રૂમનું તાળું તોડીને ફોન કાઢી લીધો હતો અને એ છોકરાને મળવા જતી રહી હતી.

image source

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરએ જણાવ્યું કે હું 14-15 વર્ષની હતી અને એક છોકરો મને ખૂબ જ ગમતો હતો. જો કે મારી માતા એક સિંગલ મધર હતી એટલે એમને આ બધી વસ્તુઓ એકલા હાથે હેન્ડલ કરવાની હતી. એવામાં એ મારો ફોન પોતાના રૂમમાં લોક કરી દેતી હતી. હું મારા મિત્રો સાથે બહાર ફરવા માંગતી હતી અને મારા ક્રશને પણ મળવા માંગતી હતી.

image source

જો કે કરીના કપૂરને પણ જલ્દી જ પોતાની જવાબદારીઓનું ભાન થઈ ગયું અને એમને અભ્યાસ પૂરો કર્યા પછી પોતાના કરિયર પર ધ્યાન આપ્યું અને આજે એમની ગણતરી બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. હાલના દિવસોમાં કરીના કપૂર પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને જબરદસ્ત ચર્ચામાં રહે છે. જો કે પ્રેગ્નન્સીમાં પણ કરીના કપૂરે કામ કરવાનું છોડ્યું નથી અને પોતાના ટોક શો વ્હોટ વુમન વોન્ટની શૂટિંગમાં પણ લાગેલી છે. એમની ફિલ્મોની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાવાની છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસમાં રિલીઝ થશે.

image source

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે પોતાના કરિયરની શરૂઆત અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજીથી કરી હતી. એ બાદ કરીનાએ બોલીવુડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ