Whatsapp statusની આ એક વાત તમને 100 ટકા નહિં ખબર હોય, જાણી લો જલદી તમે પણ આજે જ

WhatsApp લોકોને એકબીજા સાથે જોડવાનો બીજો પર્યાય બની ગયું છે. સોશિયલ મીડિયામાં વોટ્સઅપ હવે બધા જ છૂટથી વાપરે છે. ત્યારે જાણો આ ખાસ ટ્રીક. વૉટ્સએપ પોતાનાકરોડો યુઝર્સ માટે થોડા થોડા સમયે કોઇને કોઇ નવું ફિચર લઇને આવતું રહે છે. તેવામાં ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવેવ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે.

image source

હવે તેમને વ્હોટ્સએપનાસ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે. કંપનીની યોજના તેના દ્વારાપોતાના મંચનું મોનેટાઇઝેશન કરે છે.કોવિડ 19ના આ કપરા સમયે સોશિયલ મીડિયાથી લોકો એકબીજાથી જોડાયેલા રહે છે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમને તેમના પરિવાર અને સબંધીઓ સાથે જોડાયેલા રાખે છે. વળી લોકડાઉન અને પછી સંક્રમણની વચ્ચે લોકો આજકાલ સોશિયલ સાઇટ્સ પર વધારે સમય વિતાવી રહ્યા છે.

image source

આવી સ્થિતિમાં લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ બદલતા રહે છે.જ્યારે આપણે વોટ્સએપ પર કોઈનું સ્ટેટસ તપાસીએ છીએ તો સામે વાળા વ્યક્તિને પણ ખબર પડે છે કે તમે તેનું સ્ટેટસ ચેક કરી રહ્યા છો. માટે જ અમે તમારા માટે એક તેવી ટ્રીક લઇને આવ્યા છીએ જેથાની તમે બીજા વ્યક્તિનું વોટ્સઅપ ચેક પણ કરી શકશો અને તેને આ વાતની ખબર પણ નહીં પડે. તો આ સરળ ટ્રીક શીખવા માટે તમારે નીચે મુજબ સ્ટેપ ફોલો કરવા પડશે.

image soucre

આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા WhatsAppમાં Read Receipt ફીચરનો ઉપયોગ કરવો પડશે. Read Recepit તે સુવિધા છે જેનાથી ખબર પડે કે તમારો મેસેજ રિસિવર સુધી પહોંચ્યો કે કેમ. આ સુવિધાને કારણે, સંદેશ વાંચ્યા પછી બ્લૂ ટીકમાર્ક આવે છે. જો તમે Read Receipt ફિચરને ડિસેબલ કરો છો તો મેસેજ મોકલનારને ખાલી ટીકમાર્ક દેખાશે. તે વ્યક્તિ તે નહી જાણી શકે તમે મેસેજ વાંચ્યો કે નહીં.

image source

આ સિવાય જો તમે વોટ્સએપ સ્ટેટસને બીજાની જાણ બહાર જોવાની ઇચ્છા રાખો છો. તો તમારે તમારા આ ફિચરને ડિસેબલ કરવો પડશે. આમ કરવાથી તમે કોઇનું પણ સ્ટેટસ જોઇ શકશો અને તેને જાણ પણ નહીં થાય. વધુમાં આ દ્વારા તમે જાણી શકશો નહીં કે તમારું સ્ટેટસ કોણે જોવે છે.Read receipt સુવિધાને કેવી રીતે ડિસેબલ કરવી – Read receipt સુવિધાને ડિસેબલ કરવા માટે, તમારે તમારા WhatsApp ની સેટિંગ્સ ખોલવી પડશે. આ પછી તમારે એકાઉન્ટ વિભાગમાં જવું પડશે અને પ્રાઇવસી પર ક્લિક કરવું પડશે. અહીં તમે Read receiptનો વિકલ્પ જોશો, તમારે તેને ડિસેબલ એટલે કે બંધ કરવું પડશે.

image source

Read receipt સુવિધાને અક્ષમ કર્યા પછી, તમે કોઇનું પણ વ્હોટ્સએપ સ્ટેટસ જોશો તે તે જાણ નહીં થાય. ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ ટચ આઇડી અને ફેસ આઈડી ફિચરનો ઉપયોગ કરી રહ્યું છે એટલે કે નવી અપડેટ બાદ તમે ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલૉકની મદદથી જ વૉટ્સએપ અનલૉક કરી શકશો. તેના માટે તમારે કોઇ પિ કે પાસવર્ડની જરૂર નહી રહે. એન્ડ્રોઇડ ફોનમાં અનેક કંપનીઓ ફોન સાથે એપ લૉકર આપે છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે એપ લૉકર એપ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ એપ્પલમાં આવું નથી. એપ્પલે પોતાના આઇફોનમાં કોઇ થર્ડ પાર્ટી એપ લૉકરની પરવાનગી નથી લચુ. આ જ કારણે વૉટ્સએપ આ ફિચર લાવી રહ્યું છે. વૉટ્સએપનું ટચ આઇડી અને ફેસ આઇડી ફક્ત આઇફોન યુઝર્સ માટે હશે એન્ડ્રોઇડ યુઝર્સ માટે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ