ધ કપિલ શર્મા’ શોને લઇને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જે જાણીને ફેન્સને લાગશે ઝાટકો

ધ કપિલ શર્મા શો દર વીકેન્ડમાં મનોરંગન શોમાં પોતાની આગવી ઓળખ અને આગવો દર્શક વર્ગ ધરાવે છે. કપિલ શર્માની ફેન ફોલોઈંગ ગજબની છે. પણ અફસોસ કે આ શોના ફેન્સ માટે નિરાશા જનક સમાચાર સામે આવ્યા છે. આ કોમોડી શો વહેલામાં વહેલો બંધ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

image source

ધ કપિલ શર્મા શો ફેબ્રુઆરીમાં ઓફ એર થશે એટલે કે બંધ થશે. આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે, કેટલાક બદલાવ સાથે થોડા બ્રેક બાદ ફરીથી આ શો શરૂ થશે. પરંતું શો બંધ થવાનું સાચુ કારણ કંઈક બીજુ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આવો જાણીએ કે કપિલ શર્મા શો કેમ બંધ થવા જઈ રહ્યો છે.

image source

ટેલિવુડના ભમરાઓની માનીએ તો કપિલ શર્માની આ સિઝન ટુંક જ સમયમાં પૂરી થઈ જશે. આ શો ફેબ્રુઆરીની મધ્યમાં આથમી જશે એટલે કે ધ એન્ડ થઈ જશે.

શો માં થશે ફેરફાર

શોના મેકર્સ તરફથી એવી વાતો વહેતી થઈ છે કે, આ કોમેડી શોમાં કેટલાક ફેરફાર કરીને ત્યાર બાદ ફરીથી શરૂ કરવામાં આવશે. પણ ગણગણાટ એવો છે કે, આ શો બંધ થવા પાછળ બીજા કારણો છે પણ આ શોના મેકર્સ ઢાંકપિછોડો કરી રહ્યા છે.

ટેલિવુડના ભમરાઓની માનીએ તો શો ઓફ એર થવા પાછળ ઘણા કારણ છે. કપિલ શર્મા શો હીટ થવા પાછળ લાઈવ ઓડિયન્સ પણ મુખ્ય આકર્ષણ હતી પણ કોરનાની મહામારીને કારણે ઓડિયન્સ પહોંચી નહોતી શકતી. વળી ફિલ્મો રિલિઝ થવાને કારણે એક્ટર્સ પણ પ્રમોશ માટે આ શોમાં લટાર મારતા હોય છે. પણ આ વર્ષે તો કોરોનાને કારણે એ પણ શક્ય નહોતું બન્યું. એટલે જ મેકર્સ હવે આ શો ઓફ એર કરી રહ્યા છે. અને
પરિસ્થિતિ સામાન્ય થશે એટલે ફરીથી આ અંગે ચર્ચા વિચારણા કરી નવી સિઝન લોન્ચ કરવામાં આવશે.

50 ટકા સાથે મળી મંજૂરી

image source

જો કે અર્ચના પૂરનસિંહે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં લાઈવ ઓડિયન્સને 50 ટકા સાથે શુટીંગ પર જવાની અને સામેલ થવાની પરમિશન મળી ગઈ છે.

કપિલ શર્મા બીજી વાર બની રહ્યા છે પિતા

image source

કહેવાય છે કે, કપિલ શર્માની પ્તની પ્રેગન્ટે છે. કોમોડિયન કપિલ શર્મા ફરીથી પિતા બનવા જઈ રહ્યા છે ત્યારે કપિલ પણ ઘરે રહીને પેટર્નીટી લીવ ભોગવવાના મૂડમાં છે. અને આ શો 3 મહિના પછી વધુ એગ્રેસેવ રીતે લોન્ચ થશે.

કપિલ શર્મા સિવાય આ કલાકારો પણ છે સામેલ

image source

ધ કપિલ શર્મા શોમાં કીકૂ શારદ, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર, અને સુમાનો ચક્રવર્તી પણ અલગ અલગ કિરદાર નિભાવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ