દુલ્હા-દુલ્હનને લગ્ન પહેલા કેમ હલ્દી લગાવવામાં આવે છે, કારણ જાણી ને તમે પણ ચકિત થઈ જશો..

મિત્રો, આપણા હિંદુ લગ્નોમા ધાર્મિક વિધિઓનુ અત્યંત વિશેષ મહત્વ છે. લગ્નની ધાર્મિક વિધિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. કેટલાક લોકો આ ધાર્મિક વિધિઓને દંતકથામાંથી આવેલી હોવાનુ માને છે પરંતુ, આ વિધિઓની પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ રહેલા છે જેના વિશે આપણી પાસે યોગ્ય માહિતી નથી. તો ચાલો આજે આ લેખમા લગ્નની એક વિશેષ વિધિ અંગે આપણે થોડી માહિતી મેળવીએ.

image source

આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, લગ્ન પહેલા નવવધુ અને વરરાજાને હલ્દી લગાવવા જેવી ધાર્મિક પરંપરાને અનુસરવામા આવે છે. આ પરંપરા જૂના સમયથી ચાલી આવી છે અને તેનું એક મોટુ મહત્વ પણ છે. આપણા હિંદુ ધર્મમા તમામ પ્રકારની પૂજા અને શુભ કાર્યમા હળદરનો ઉપયોગ કરવામા આવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ હળદરને અત્યંત શુદ્ધ અને શુભ માનવામા આવે છે.

image source

આ પરંપરા અંતર્ગત લગ્ન પહેલા દુલ્હન અને વરરાજા પર હળદર લગાવવામા આવે છે. ઘણા લોકો માને છે કે, હળદર લગાવવાથી સ્કીનનો નિખાર વધે છે, તેથી આ વિધિ કરવામા આવે છે પરંતુ, લગ્નમા ઘણા મહેમાનો પણ આવે છે અને જેમાંથી અમુક ત્વચા સાથે સંકળાયેલ ચેપની સમસ્યાથી પણ પીડાતા હોઈએ છીએ. કન્યા અને વરને આ ચેપથી બચાવવા માટે હળદરની પેસ્ટ લગાવવામા આવે છે.

image source

હળદરને એક સારી એવી એન્ટિબાયોટિક માનવામા આવે છે. લગ્નની મોસમમા વાતાવરણ બદલાતુ રહેતુ હોય છે. લગ્નના થાકને કારણે કન્યા અને વરરાજા કોઈ ને કોઈ બીમારીનો શિકાર બની શકે છે એટલે આ સમયે હળદરનું કોટિંગ તેમને કોઈપણ બીમારી સામે રક્ષણ આપવા માટે અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનુ પણ કામ કરે છે.

image source

આ ઉપરાંત હળદરમા તણાવ ઘટાડવાના ગુણતત્વો પણ સમાવિષ્ટ હોય છે. લગ્નનુ વાતાવરણ લાંબા સમય સુધી ચાલે છે અને તે દિવસોમા વરરાજા અને દુલ્હન ખૂબ જ તણાવગ્રસ્ત હોય છે. આ સમયે હળદર તણાવ ઘટાડે છે અને તાજગીનો અહેસાસ કરાવે છે. તે ખરેખર એક તણાવમુક્ત ઔષધી છે.

image source

આ ઉપરાંત હળદરમા અમુક એન્ટિ-ઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે, જે ત્વચાને ગોરી અને ચમકદાર બનાવે છે. આ લેપ વરરાજા અને દુલ્હનને લગાવવામાં આવે છે, જે ચંદન, બેસન અને કેટલાક સુગંધિત તેલને હળદર સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે ત્વચાને ખૂબ જ આકર્ષક બનાવે છે અને ત્વચાની અન્ય સમસ્યાઓને પણ દૂર કરે છે. આ વાત સાબિત કરે છે કે, હલ્દીની વિધિ ખૂબ જ મહત્વની છે. આ પરંપરા અંધશ્રદ્ધા નથી પરંતુ, વૈજ્ઞાનિક રીતે પણ ઉપયોગી છે માટે તેને અનુસરવી અત્યંત આવશ્યક છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ