ભારતમાં અહીં બની રહ્યું છે અત્યાધુનિક વાળું રેલ્વે સ્ટેશન, અંદરની સુવિધાઓ જાણીને તમારી આંખો થઇ જશે પહોળી

છેલ્લા લાંબા સમયથી ભારતીય રેલવે બેંગલુરુના બયાપનહલ્લીમાં એક નવું આર્ટ કોચિંગ ટર્મિનલ બનાવી રહ્યું છે જે અનેક સુવિધાઓથી સજ્જ છે. તેના વિશે એવું કહેવાય છે કે આ ભારતનું પહેલું કેન્દ્રીકૃત AC સ્ટેશન હશે. દક્ષિણ પશ્ચિમી રેલવે મુજબ ફેબ્રુઆરી સુધીમાં આ ટર્મિનલ બનીને તૈયાર થઈ શકે છે કારણ કે પહેલાથી જ આ ટર્મિનલ બનાવવામાં મોડું થઈ ગયેલુ છે આ ટર્મિનલ ગત દિવાળીના સમયે જ બનીને તૈયાર થઈ જવાનું હતું. નોંધનીય છે કે આ ટર્મિનલને કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટની તર્જ પર બનાવવામાં આવી રહ્યું છે.

કોરોના મહામરીને કારણે થયું મોડું

image source

અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટર્મિનલની યોજના 2015 – 16 માં જ કાર્યવંતિત થઈ ગઈ હતી જેને વર્ષ 2020 ના મે મહિના સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ યોજનાના કામમાં મોડું થતું ગયું. છેલ્લે એવી પણ વાત આવી હતી કે આ ટર્મિનલ દિવાળી સુધીમાં બની જશે. પરંતુ આમ થઈ શક્યું ના હતું. અને હવે એવું કહેવાય છે કે ફેબ્રુઆરી 2021 ના અંત સુધીમાં આ ટર્મિનલનું કામકાજ પૂર્ણ થઈ જશે.

દૈનિક પસાર થઈ શકશે 50 ટ્રેન

image soucre

દક્ષિણ પશ્ચિમી રેલવેના મુખ્ય જનસમ્પ અધિકારના જણાવ્યા મુજબ આ ટર્મિનલ 4 હજાર 200 સ્કવેર મીટરમાં ફેલાયેલું.છે અને ટર્મિનલ પર દરરોજ અંદાજે 50,000 યાત્રીઓ આવજા કરી શકશે. ટર્મિનલ પર સાત પ્લેટફોર્મ, આઠ સ્ટેબલિંગ લાઈન અને ત્રણ પીટ લાઈન હશે. ટર્મિનલમાંથી દૈનિક 50 ટ્રેનો પણ પસાર થઈ શકશે. આ ટર્મિનલ પરથી મુંબઇ, ચેન્નાઇ સિવાય લાંબા અંતરની અનેક ટ્રેનો ચાલી શકશે.

યાત્રીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ

image source

ટર્મિનલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા મળે. આ ટર્મિનલમાં એર કંડીશનર લોબી, યાત્રી માટે વેટિંગ રૂમ, વીઆઇપી લોજ, અને ફૂડ કોર્ટ હશે. ટર્મિનલમાં ચાર લાખ લીટરની ક્ષમતાનો એક વોટર રીસાઈકલિંગ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને વોટર હાર્વેસ્ટિંગ માટે પણ પ્લાન કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી કરી શકે છે આ ટર્મિનલનું ઉદ્ઘાટન

image source

રેલવે એક્ટિવિસ્ટ કે.એન.કૃષ્ણ પ્રસાદના કહેવા મુજબ અન્ય રેલવે પ્રોજેક્ટની સરખામણીએ આ પ્લાન તૈયાર થતા ખરેખર વધુ સમય લાગ્યો છે હવે બને તેટલી ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરી તેનું ઉદ્ઘાટન કરી દેવું જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 314 કરોડ રૂપિયા થયો છે અને આ આધુનિક ટર્મિનલનું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રીના હસ્તે થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ