કૈલાસ માનસરોવર જવુ હોય તો હવે ના કરતા બહુ વિચાર, કારણકે હવે તમે માત્ર આટલા જ દિવસમાં આ યાત્રાને કરી શકશો પૂરી

ચીનની સીમા સુધી પાકો રસ્તો બનવાથી પ્રસિદ્ધ કૈલાશ માનસરોવર યાત્રા હવે કેટલાક અંશે સરળ બની શકે છે. આ યાત્રા હવે ફક્ત એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. અત્યાર સુધી આ માનસરોવરની યાત્રા કરવામાં ૨૧ દિવસ જેટલો સમય લાગતો હતો. કૈલાશ માનસરોવર યાત્રા માટે અત્યાર સુધી યાત્રીઓનો આધાર શિવિર ધારચુલાથી અંદાજીત ૮૦ કિલોમીટર જેટલુ અંતરની યાત્રા પગપાળા જ પૂર્ણ કરવી પડતી હતી.

image source

કઠીન અને દુર્ગમ સ્થળોએથી પસાર થઈને કરવામાં આવતી કૈલાશ માનસરોવરની યાત્રા ખુબ જ જોખમથી ભરેલ હતી. યાત્રીઓને પહેલી સાંજે આધાર શિવિરમાં વિતાવવી પડતી હતી. ત્યાર પછી માંગતી, ગાલા, બુંદી, ગુંજી અને નાભીઢાંગમાં પડાવો પર રોકાણ કરવું પડતું હતું.

image source

સરહદના અંત સુધી પાકો રસ્તો બની જવાથી હવે કૈલાશ માનસરોવર યાત્રાના યાત્રીઓ દિલ્લીથી સીધા જ લિપુલેખ પહોચી શકશે. આ પાકો રસ્તો બની જવાથી અત્યાર સુધી કઠીન અને દુર્ગમ માનવામાં આવતી કૈલાશ માનસરોવરની યાત્રા હવે સુગમ બની શકે છે. ઉપરાંત છોટા કૈલાશની યાત્રા પણ ઘણી સુગમ બની શકે છે.

image source

છોટા કૈલાશના યાત્રીઓએ ગુંજી, કુટી અને જૌલીંગકાંગ સુધી કોઈ વાહનની મદદથી પહોચી શકશે. એટલા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ બીઆરઓની પ્રસંશા કરતા કહે છે કે આ ખરેખરમાં અદ્દભુત અને પ્રસંશનીય છે કે સીમા સંગઠનએ આ કઠીન કામને પૂરું કર્યું.

image source

ઘટ્ટાબગઢ-લિપુલેખ રસ્તાનું ઓનલાઈન ઉદઘાટનના અવસર પર અલ્મોડા અને પીથૌરાગઢના સાંસદ અજય ટમ્ટાએ ચીનની સીમા માટે મુનસ્યારીથી બની રહેલ ધાપા-બોગ્ડ્યાર-મિલમ માર્ગનો મામલો પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહની સમક્ષ ઉઠાવવામાં આવ્યો. આ બાબતે રાજનાથ સિંહનું કહેવું છે કે, માર્ચ, ૨૦૨૧ સુધીમાં આ માર્ગનું પણ નિર્માણ પૂર્ણ થઈ જવાની સંભાવના છે.

image source

ચીનની સીમા માટે તવાઘાટ- લિપુલેખ રસ્તો બનાવવાથી ભારત અને ચીન વ્યાપાર સુગમ થઈ જશે. પાયાની સુવિધાઓના અભાવના કારણે ભારત અને ચીન વ્યાપારને લઈને વ્યાપારીઓનો મોહભંગ થઈ રહ્યો હતો. રસ્તો ના હોવાના કારણે પહેલા વેપારીઓને ઘોડાઓ, ખચ્ચરોની મદદથી ધારચુલાથી ગર્બાધાર સુધી ૪૫ કિલોમીટર સુધી વાહન ચલાવ્યા પછી સામાનની સાથે પગપાળા યાત્રા શરુ કરવી પડતી હતી.

image source

ચીનની સીમા સુધી આ રસ્તાનું નિર્માણ થઈ જવાથી કૈલાશ માનસરોવરની યાત્રા તો સુગમ થશે જ ઉપરાંત વ્યાપારમાં પણ ઘણી સુગમતા આવી શકે છે ચાલો જાણીએ ભારત અને ચીન વચ્ચે કઈ વસ્તુઓના વ્યાપાર કરવામાં આવે છે.:

ગોળ, મિશ્રી, દન, કાલીન, માચીસ, એલ્યુમિનિયમના વાસણો, વાંસના લાકડા, શીંઘોડાનો લોટ, સુકા મૂળા સહિત કેટલીક અન્ય વસ્તુઓનો વેપાર કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ