ફન્ની વિડીયો: કાદર ખાનનો આ મફત જમવાનો ફિલ્મી સીન ૩ કરોડ કરતા પણ વધુ વખત જોવાયો…

મિત્રો, દિવંગત અભિનેતા કાદર ખાન એ ૯૦ ના દાયકાના સૌથી સફળ હાસ્ય કલાકારોમાના એક કલાકાર હતા. આજે તે આપણી વચ્ચે નથી પરંતુ, તેમની અમુલ્ય યાદો હજી પણ આપણા હૃદયના કોઈક ખૂણામા જીવંત છે, જે અમુક ક્ષણે આપણને તેમને યાદ કરવા માટે મજબુર કરી દે છે.

image source

૯૦ ના દાયકામા દર બીજી કે ત્રીજી ફિલ્મમા કાદર ખાનને કોઈને કોઈ પાત્ર રૂપે અવશ્યપણે લેવામા આવ્યો હતો અને તેમના દ્વારા ભજવેલા દરેક પાત્રો એકદમ અનોખા હતા કે, જ્યારે પણ કોઈ તે ફિલ્મને યાદ કરે ત્યારે તેમના ભજવેલા આ પાત્રોને યાદ કર્યા વગર રહી શકે નહિ.

image source

આજના આ લેખમા અમે તમને આ દિગ્ગજ કલાકાર સાથે સંકળાયેલા અમુક એવા જ એપિક કોમેડી સીન વિશે કહેવા જઈ રહ્યા છીએ કે, જે ફિલ્મ ‘બડી બહેન’ સાથે જોડાયેલા છે. આ ફિલ્મ વર્ષ ૧૯૯૩મા રજૂ થઈ હતી અને તેમાં કાદર ખાન અને અસરાની સહાયક ભૂમિકાઓ ભજવી રહ્યા હતા.

image source

આ ફિલ્મના એક સીનમા એવુ જણાવવામા આવી રહ્યુ છે કે, કાદર ખાન અને અસરાની એ ખૂબ જ ગરીબ છે અને આ ફિલ્મમા કાદર ખાનની યાદશક્તિ પણ વારંવાર ચાલી જતી હોય છે. આ એપિક કોમેડી સીનમાં કાદર ખાન અને અસરાની ભૂખ્યા હોય છે પરંતુ, બંનેની પાસે ભોજન ખરીદવા માટે એક ચવન્ની પણ હોતી નથી. તે બંને અંદરોઅંદર થોડા સમય માટે થોડી ચર્ચા-વિચારણા કરે છે અને નજીકની હોટલમા ખાવા માટે જાય છે.

image source

ત્યારબાદ કાદર ખાન અને અસરાની એક જ હોટલમા અલગ-અલગ બેસે છે અને ઘણુ બધુ ખાવાનુ મંગાવે છે. ત્યારબાદ જ્યારે પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે પહેલા અસરાણી કાઉન્ટર પર જાય છે અને ત્યાં તેમને ૨૫ રૂપિયાનુ બિલ ચૂકવા માટે કહેવામા આવે છે પરંતુ, ત્યા જઈને અસરાની હોટલ માલિકને ૫ રૂપિયા પરત કરવા કહે છે અને જણાવે છે કે, તેણે ૩૦ રૂપિયા ચૂકવ્યા છે. જેના પર હોટલ માલિક સમજી જાય છે કે, તે તેને ઉલ્લુ બનાવી રહ્યો છે. ત્યારબાદ અસરાણી અને હોટલ માલિક વચ્ચે બોલાચાલી થઈ જાય છે.

આ દરમિયાન કાદર ખાન પણ ત્યા આવે છે અને હોટલ માલિકોને કહે છે કે ભાઈ, તમે તમારી લડાઈમા ભૂલતા નહિ કે, મે તમને ૧૦૦ રૂપિયા આપ્યા છે અને તમારે મને ૭૦ રૂપિયા પરત કરવા પડશે. એકાએક થયેલી આ ભારે ગૂંચવણમા હોટલ માલિક મૂંઝાઈ જાય છે અને કાદર ખાનને ૭૦ રૂપિયા આપી દે છે. ત્યારબાદ કાદર ખાન અસરાનીના ૨૫ રૂપિયાનુ બીલ ચૂકવી દે છે અને બંને મફતમા ખાઈને હોટલની બહાર આવતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ