જ્યોતિષશાસ્ત્રઃ આ તારીખે તમારો જન્મ થયો છે તો તમારી આર્થિક સ્થિતિ રહેશે સારી

સ્ત્રની જેમ જ અંક જ્યોતિષ પણ એક ખાસ વિજ્ઞાન છે. તેનાથી પણ વ્યક્તિના ભવિષ્યનો ખ્યાલ આવી શકે છે. અંક જ્યોતિષના આઘારે તમે વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વની જાણકારી મેળવી શકો છો. અંક જ્યોતિષમાં જાતકના જન્મ તિથિથી લઈને તમામ દિવસોની ગણતરી કરી શકા છે. ખાસ કરીને દરેક વ્યક્તિની જન્મ તારીખ અનુસાર તેનો એક મૂળાંક નક્કી થતો હોય છે. અંક જ્યોતિષમાં કહેવાયું છે કે એવા 3 મૂળાંક છે જેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે. એટલે કે લેવડ દેવડ અને ખર્ચ કરવાની વાતમાં આ વ્યક્તિઓ લકી રહે છે. તો જાણો આ મૂળાંકના આધારે સ્વભાવ, વ્યક્તિત્વ અને તેમની આર્થિક સ્થિતિ વિશે પણ.

જાણો મૂળાંક 1 વાળા લોકોની સ્થિતિ વિશે

image source

સૂર્ય ગ્રહ મૂળાંક 1 નો સ્વામી માનવામાં આવે છે. 1, 10,19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 બને છે. અંક જ્યોતિષના અનુસાર મૂળાંક 1 વાળી વ્યક્તિમાં ગજબની લીડરશીપ ક્વોલિટી હોય છે. આ લોકો મહાત્વાકાંક્ષી, મહેનતી અને યોગ્ય નિર્ણય લેનારા હોય છે. તેઓ સારા વિચારક પણ માનવામાં આવે છે. અંક જ્યોતિષન અનુસાર 1 મૂળાંક વાળાની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ લોકો ધન ખર્ચ કરવાની સાથે તેને સંગ્રહ કરવાની કળા પણ ધરાવતા હોય છે.

મૂળાંક 2 ધરાવતા લોકોમાં ખાસ હોય છે આ વાત

image source

મૂળાંક 2નો સ્વામી ચંદ્રમા હોય છે. 2,11 અને 20 તારીખોએ જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. અંક જ્યોતિષના અનુસાર આ સારા બિઝનેસમેન સાબિત થાય છે અને તેમની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ લોકો ધન સંચયમાં વિશ્વાસ રાખે છે, મૂળાંક 2ના જાતકો હંમેશા ધન કમાવવાના નવા સાધન શોધતા રહે છે. આ બેંક, સ્વાસ્થ્ય વિભાગ, પાણી, દૂધની સાથેના કામમાં સફળતા પણ મેળવતા રહે છે.

મૂળાંક 5 ધરાવતા લોકોનું વ્યક્તિત્વ

image souyrce

જે વ્યક્તિઓનો જન્મ તારીખનો મૂળાંક 5 હોય છે તેઓના સ્વામી બુધ હોય છે. મહિનાની 5, 14, 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આ લોકો જ્ઞાની, સાહસી, બુદ્ધિમાન હોય છે. આ પ્રકારના લોકો ખાસ કરીને ચેલેન્જનો બહાદુરીની સાથે સામનો કરે છે. તેઓ વેપારમાં સફળ થાય છે. તેમનામાં વિચારવાની કમાલની ક્ષમતા હોય છે. તેઓ બુદ્ધિના બળે ધન કમાવવામાં વિશ્વાસ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!